દાઉદ ઇબ્રાહિમના જાણીતા સહયોગી સલીમ ડોલાને ઇસ્તાંબુલમાં ટર્કીના અધિકારીઓ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યો હતો.
અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમના સાગરીત સલીમ ડોલાને ટર્કી પોલીસે ઝડપી લીધો હતો.
એક મોટી કાર્યવાહીમાં અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમના જાણીતા સહયોગી સલીમ ડોલાને ઇસ્તાંબુલમાં ટર્કીના અધિકારીઓ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યો હતો.
સલીમ ડોલા પર આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકિંગ નેટવર્કમાં સામેલ હોવાનો આરોપ છે અને છેલ્લા કેટલાક સમયથી તે આ એજન્સીઓના રડાર પર હતો. ટર્કીના નૅશનલ ઇન્ટેલિજન્સ ઑર્ગેનાઇઝેશન અને પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી દરમ્યાન આ ડેવલપમેન્ટ થયું હતું. આ કાર્યવાહી ભારતીય અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમના સિન્થેટિક ડ્રગ નેટવર્કને ટાર્ગેટ કરીને કરાઈ હતી.
સલીમ ડોલા ઇન્ટરપોલ દ્વારા વૉન્ટેડ હતો. તે ધરપકડથી બચવા માટે નકલી દસ્તાવેજો અને ખોટી ઓળખનો ઉપયોગ કરતો હતો અને નાસતો ફરતો રહેતો હતો.
