માત્ર ૨૦ દિવસ બાદ ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે શપથ લેવાના છે, પણ એ પહેલાં એક અપીલ્સ કોર્ટે તેમને લેખિકા ઈ. જીન કૅરોલના જાતીય શોષણ કેસમાં રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે
ડોનલ્ડ ટ્રમ્પ
માત્ર ૨૦ દિવસ બાદ ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે શપથ લેવાના છે, પણ એ પહેલાં એક અપીલ્સ કોર્ટે તેમને લેખિકા ઈ. જીન કૅરોલના જાતીય શોષણ કેસમાં રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે. જ્યુરીએ આ કેસમાં ટ્રમ્પને કૅરોલને ૫૦ લાખ ડૉલર (આશરે ૪૨૮ કરોડ રૂપિયા) ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ટ્રમ્પે આ સામે અપીલ કરી હતી, જેને અપીલ્સ કોર્ટે ફગાવી દીધી હતી અને જ્યુરીનો ચુકાદો યથાવત્ રાખ્યો હતો. કોર્ટે તેમની રી-ટ્રાયલની અરજી પણ ફગાવી દીધી હતી.
કૅરોલે આરોપ લગાવ્યો હતો કે ૧૯૯૬માં ટ્રમ્પે એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરના ડ્રેસિંગરૂમમાં મારા પર બળાત્કાર કર્યો હતો. ટ્રમ્પે આ આરોપને ફગાવ્યો હતો અને કહ્યું હતું કે તે મારા ટાઇપની નથી. તેણે તેની બુક વેચવા આરોપ ઘડી કાઢ્યા છે. ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે જજે ચુકાદો આપવામાં ભૂલો કરી છે. અપીલ્સ કોર્ટે જણાવ્યું હતું કે કૅરોલનો કેસ એટલો સશક્ત છે કે જજે કોઈ ભૂલ કરી નથી.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)