આ રિસૉર્ટ-કમ-થીમ પાર્કમાં ૭૫થી વધુ રાઇડ્સ, અટ્રૅક્શન્સ અને શોઝ જોવા મળશે
વિશ્વનો સૌથી મોટો લેગો થીમવાળો રિસૉર્ટ
ચીનના શાંઘાઈમાં ૩,૧૮,૦૦૦ સ્ક્વેર મીટરમાં ફેલાયેલો વિશ્વનો સૌથી મોટો લેગોલૅન્ડ નામનો રિસૉર્ટ બન્યો છે. આ રિસૉર્ટ-કમ-થીમ પાર્કમાં ૭૫થી વધુ રાઇડ્સ, અટ્રૅક્શન્સ અને શોઝ જોવા મળશે. આ પાર્કમાં ચીનના જાયન્ટ લૅન્ડમાર્ક્સનાં મિનિએચર મૉડલ્સ લેગો બ્રિક્સથી બનાવવામાં આવ્યાં છે.
ADVERTISEMENT
આખેઆખું બીજિંગ અને શાંઘાઈ તમે જાણે ઉપરથી ડ્રોનથી જોઈ રહ્યા હો એવી ફીલ સાથે લેગોથી બનેલાં ચાઇનીઝ શહેરો જોવા મળશે. ગઈ કાલે આ થીમ પાર્ક ટ્રાયલ ઑપરેશન્સ માટે ખુલ્લો મુકાયો હતો, જ્યારે આ રિસૉર્ટનું સત્તાવાર ઓપનિંગ પાંચમી જુલાઈથી થવાનું છે. એની ક્ષમતા રોજના ૨૮,૦૦૦ વિઝિટર્સને એકસાથે સમાવી શકે એટલી છે.

