ચીને નેપાલની વિશાળ ભૂમિ પર કબજો કરી લીધો છે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)
કાઠમાંડુ : ચીને નેપાલની વિશાળ ભૂમિ પર કબજો કરી લીધો છે. નેપાલની ઉત્તરીય સરહદ પર થોડી-થોડી જમીન કરીને ચીને નેપાલની ૩૬ હેક્ટર જમીન પર કબજો કરી લીધો છે. નેપાલના કૃષિ મંત્રાલય દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા સર્વે ડૉક્યુમેન્ટ અનુસાર ચીને ઉત્તરીય સરહદ પર દસ જગ્યાએ નેપાલની જમીન પચાવી પાડી છે. ચીન વાસ્તવમાં સલામી સ્લાઇસિંગ વ્યૂહરચનાનો ઉપયોગ કરી રહ્યું છે, જે હેઠળ એ પાડોશી દેશોની વિરુદ્ધ નાનાં-નાનાં મિલિટરી ઑપરેશન કરીને ધીરે-ધીરે કોઈ મોટા વિસ્તાર પર કબજો કરી લે છે. એ ઑપરેશન એટલા નાના લેવલે હોય છે કે એનાથી યુદ્ધની આશંકા રહેતી નથી. નેપાલ ચીનની આ રણનીતિને સમજી શક્યું નથી. ચીનની સરહદ નજીકના નેપાલના ૧૫ જિલ્લામાંથી સાતથી વધુમાં ચીન જમીન પચાવી રહ્યું છે. સ્થિતિ એ છે કે આ વિસ્તારોમાં મંદિરોમાં જતા હિન્દુઓને રોકવામાં આવી રહ્યા છે.