શુક્રવારે સવારે ૭.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો એની કળ વળે એ પહેલાં સાંજે ૬.૯ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો
આ કુદરતી આફતમાં ૭થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો
સાઉથ ફિલિપીન્સના દરિયાકાંઠે એક જ દિવસમાં બે ભારે ભૂકંપ આવ્યા હતા. એના આફ્ટરશૉકની સંખ્યા ૩૦૦ને પાર કરી ગઈ હતી. શુક્રવારે સવારે ૭.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો એની કળ વળે એ પહેલાં સાંજે ૬.૯ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો.

ADVERTISEMENT
આ કુદરતી આફતમાં ૭થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો, એમાંથી બે વ્યક્તિએ ભૂકંપ બાદ હૉસ્પિટલમાં હૃદયરોગના હુમલાથી જીવ ગુમાવ્યો હતો. ભૂકંપ પછી સ્થાનિક પ્રશાસને સુનામીની ચેતવણી જાહેર કરી હતી. ૩૦થી ૪૦ સેકન્ડ ચાલેલા ભૂકંપમાં કેટલાંક ઘરો, ચર્ચ, રસ્તાઓ અને પુલોને નુકસાન થયું હતું. સ્કૂલના વિદ્યાર્થીઓ અને હૉસ્પિટલના દરદીઓને સલામત સ્થળે ખસેડાયા હતા. દસ દિવસ પહેલાં જ ફિલિપીન્સમાં તીવ્ર ભૂકંપ આવ્યો હતો જેમાં ૭૯ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને સેંકડો લોકો ઘાયલ થયા હતા.


