જાવેદ મિયાંદાદે દાઉદની દીકરીના વખાણ કરતાં કહ્યું કે `મારી વહુ માહરુખ ખૂબ જ ભણેલી-ગણેલી છે. તેણે કૉન્વેન્ટ સ્કૂલમાંથી ભણી અને ફરી આગામી સ્ટડી એક નામી યૂનિવર્સિટીમાંથી કરી છે.`
દાઉદ ઈબ્રાહિમ (ફાઈલ તસવીર)
honor to be Dawood Ibrahim`s relative: જાવેદ મિયાંદાદે દાઉદની (Dawood) દીકરીના વખાણ કરતાં કહ્યું કે `મારી વહુ માહરુખ ખૂબ જ ભણેલી-ગણેલી છે. તેણે કૉન્વેન્ટ સ્કૂલમાંથી ભણી અને ફરી આગામી સ્ટડી એક નામી યૂનિવર્સિટીમાંથી કરી છે.`
પાકિસ્તાન ક્રિકેટ ટીમના (Pakistan Cricket Team) પૂર્વ કૅપ્ટન જાવેદ મિયાંદાદ (Javed Miandad) અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim)ના સંબંધી હોવું એ ગર્વની વાત જણાવી છે. જાવેદ અને દાઉદ એકબીજાના વેવાઈ છે. દાઉદની દીકરીના લગ્ન જાવેદ મિયાંદાદના દીકરા સાથે થઈ છે. જાવેદ મિયાંદાદે આ મામલે આનંદ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે દાઉદના જમાઈ હોવું આનંદની વાત છે. તેમનું કહેવું છે કે દાઉદે મુસલમાનો માટે ઘણું બધું કર્યું છે. (honor to be Dawood Ibrahim`s relative)
ADVERTISEMENT
પાકિસ્તાની જર્નાલિસ્ટ (Pakistani Journalist) હસન નાસિરને આપેલા ઈન્ટરવ્યૂમાં જાવેદ મિયાંદાદે આ વાત કહી છે. તેમણે કહ્યું, `હું દુબઈથી જ લાંબા સમયથી દાઉદને ઓળખું છું. આ મારા માટે સન્માનની વાત છે કે તેમની દીકરીનાં લગ્ન મારા દીકરા સાથે થયાં છે. મારી વહુ ખૂબ જ ભણેલી-ગણેલી છે. તેમણે કૉન્વેન્ટ સ્કૂલમાંથી સ્ટડી કરી છે અને પછી આગળની સ્ટડીઝ પણ તેણે એક જાણીતી એવી નામી યૂનિવર્સિટીમાંથી કરી છે.`
honor to be Dawood Ibrahim`s relative: જાવેદ મિયાંદાદના પુત્ર જુનૈદ અને દાઉદની પુત્રી માહરૂખના લગ્ન 19 વર્ષ પહેલા થયા હતા. બંનેએ 2005માં દુબઈમાં લગ્ન કર્યા હતા. લગ્ન સમારોહ દરમિયાન સુરક્ષાની ખાસ કાળજી રાખવામાં આવી હતી અને સમગ્ર સમારોહ ઉચ્ચ સુરક્ષા હેઠળ યોજાયો હતો. જાવેદ મિયાંદાદે વધુમાં કહ્યું કે દાઉદ વિશે લોકોના મનમાં ગેરસમજ છે, તે એવો વ્યક્તિ નથી જેવો ભારતના લોકો તેના વિશે વિચારે છે. દાઉદને સમજવો સરળ નથી. તેણે કહ્યું કે દાઉદના પરિવાર વિશે લોકો જે વિચારે છે તેવું કંઈ નથી.
જાવેદ મિયાંદાદે પોતાની ક્રિકેટ (Cricket Journey) કારકિર્દી દરમિયાન પાકિસ્તાન (Pakistan) માટે 124 ટેસ્ટ અને 233 વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જાવેદ 1976 થી 1996 સુધી 20 વર્ષ સુધી પાકિસ્તાનની ટીમ માટે ક્રિકેટ રમ્યો હતો. આ સમયગાળા દરમિયાન, તેણે ટેસ્ટ મેચોમાં 8832 રન બનાવ્યા અને 23 સદી ફટકારી. ODI મેચમાં જાવેદે 7318 રન બનાવ્યા અને 8 સદી ફટકારી. ગયા વર્ષે ડિસેમ્બરમાં દાઉદ વિશે સમાચાર આવ્યા હતા કે તે ખૂબ જ બીમાર છે અને તેને પાકિસ્તાનની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એવા અહેવાલો હતા કે કોઈએ દાઉદને ઝેર આપ્યું હતું અને તે કરાચીની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. આ દરમિયાન પાકિસ્તાનમાં ગૂગલ (Google), યુટ્યુબ (Youtube) અને ફેસબુક ડાઉન થઈ ગયા હતા. જો કે તેમના સ્વાસ્થ્ય અંગે પાકિસ્તાન તરફથી કોઈ પુષ્ટિ થઈ નથી.

