આ સરોગેટ ન્યુ યૉર્કથી ૧૪૦૦ કિલોમીટર દૂર ઇલિનૉઇમાં રહેતી હતી.
જોડિયાં બાળકોની માતા
અમેરિકાની એક મહિલા એવાં જોડિયાં બાળકોની માતા છે જેમની વચ્ચે ૬ મહિના અને ૧૪૦૦ કિલોમીટરનું અંતર છે. વાત એમ છે કે ૪૨ વર્ષની એરિન ક્લેન્સીએ એક બાળકને પોતે જન્મ આપ્યો છે અને બીજાનો જન્મ સરોગસીથી થયો છે. એરિન એક કન્સ્ટ્રક્શન કંપનીની માલિક છે જેનાં લગ્ન ૨૦૨૦માં થયાં હતાં. એરિન અને તેના પતિ બ્રાયને લગ્નના ચાર મહિના બાદ ફૅમિલી પ્લાનિંગ તો કર્યું પણ તેમને સફળતા ન મળતાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF)નો સહારો લીધો હતો. જોકે એરિનને મિસકૅરેજ થતાં અંતે તેણે સરોગસીથી માતા બનવાનો નિર્ણય કર્યો હતો.
આ સરોગેટ ન્યુ યૉર્કથી ૧૪૦૦ કિલોમીટર દૂર ઇલિનૉઇમાં રહેતી હતી. યોગાનુયોગ એરિન પ્રેગ્નન્ટ થઈ, પણ તેણે ભૂતકાળના અનુભવને કારણે સરોગસીનો વિકલ્પ પણ યથાવત્ રાખ્યો. એરિનની ગર્ભાવસ્થાના ૬ મહિના બાદ સરોગેટ મહિલામાં ભ્રૂણનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું અને સમય જતાં એ વાત નક્કી થઈ ગઈ કે એરિન અને બ્રાયનને બે બાળકો થવાનાં છે. એક તરફ ન્યુ યૉર્કમાં એરિને તેના મોટા પુત્ર ડાયલનને જન્મ આપ્યો અને તેના ૬ મહિના બાદ ઇલિનૉઇમાં બીજા બાળક ડેકલાનનો જન્મ થયો હતો.

