Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ટેસ્લાની રોબોટૅક્સીમાં ૮ મહિનામાં ૧૪ દુર્ઘટના

ટેસ્લાની રોબોટૅક્સીમાં ૮ મહિનામાં ૧૪ દુર્ઘટના

Published : 19 February, 2026 08:53 AM | IST | United States Of America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રોબોટૅક્સીના બિઝનેસમાં ૮ મહિનામાં ૧૪ ક્રૅશ દુર્ઘટનાઓ બની હતી.

રોબોટૅક્સી

રોબોટૅક્સી


અમેરિકામાં ઇલેક્ટ્રિક કાર બનાવતી ટેસ્લા કંપનીએ ૨૦૨૫ના જૂન મહિનામાં ઑસ્ટિન શહેરમાં રોબોટૅક્સીની સર્વિસ શરૂ કરી હતી અને એને વ્યાપક પ્રસિદ્ધિ મળી હતી, પણ ૮ મહિનાની સર્વિસ બાદ નૅશનલ હાઇવે ટ્રાફિક સેફ્ટી ઍડ્મિનિસ્ટ્રેશન (NHTSA)ને મોકલવામાં આવેલા ડેટામાં કંપનીએ જણાવ્યું છે કે રોબોટૅક્સીના બિઝનેસમાં ૮ મહિનામાં ૧૪ ક્રૅશ દુર્ઘટનાઓ બની હતી. અમેરિકામાં ફેડરલ ઑર્ડર મુજબ કારનિર્માતાઓએ ચોક્કસ ક્રૅશમાં ઑટોમેટેડ ડ્રાઇવિંગ સિસ્ટમ્સ સામેલ હોય ત્યારે આવી જાણ કરવી જરૂરી છે.

ટેસ્લાએ જૂન મહિનામાં ઑસ્ટિનમાં એની મર્યાદિત રોબોટૉક્સી સર્વિસ શરૂ કરી હતી જેમાં માનવસુરક્ષા મૉનિટર સાથે લગભગ એક ડઝન કાર હતી અને ધીમે-ધીમે કાફલો વધાર્યો હતો. એનો પહેલો અકસ્માત જુલાઈમાં થયો હતો. કંપનીએ એ સમયે અહેવાલ આપ્યો હતો કે આ ઘટનામાં ફક્ત પ્રૉપર્ટીને નુકસાન થયું હતું, પરંતુ ટેસ્લાએ ડિસેમ્બરમાં આ અકસ્માત માટે બીજો રિપોર્ટ આપ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે અકસ્માતમાં નાની ઈજાઓ થઈ હતી અને હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. જુલાઈમાં બનેલી બીજી ઘટનામાં પણ નાની ઈજાઓ થઈ હતી.
જાન્યુઆરીમાં ટેસ્લાના અહેવાલમાં ડિસેમ્બરમાં બનેલી પાંચ નવી ઘટનાઓ દર્શાવવામાં આવી છે. જાન્યુઆરીમાં બનેલી એક ઘટનામાં રોકાયેલી રોબોટૅક્સી અને ઑસ્ટિન સિટી 
બસ વચ્ચેનો અકસ્માત સામેલ હતો. બે ઘટનાઓ એવી હતી જેમાં રોબોટૅક્સી પાર્કિંગમાં રહેલી વસ્તુઓ સાથે અથડાઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2026 08:53 AM IST | United States Of America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK