M23 rebels’ kidnaps 130 patients from Congo Hospital: રવાંડા સમર્થિત એમ23 વિદ્રોહીઓએ ગોમા શહેરની બે હૉસ્પિટલમાંથી 130 દર્દીઓનું અપહરણ કર્યું. આ ઘટના પૂર્વી કોંગોમાં વધતા હિંસાચાર દર્શાવે છે.
પ્રતીકાત્મક તસવીર
પૂર્વી કોંગોમાં રવાંડા સમર્થિત એમ23 વિદ્રોહીઓએ એક મોટા શહેરની બે હૉસ્પિટલમાંથી 130 દર્દીઓનું અપહરણ કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર કાર્યાલયના પ્રવક્તા રવીના શમદાસાનીના જણાવ્યા મુજબ, 28 ફેબ્રુઆરીએ એમ23ના વિદ્રોહીઓએ ગોમા શહેરમાં આવેલા CBCN એન્ડોશો હૉસ્પિટલ અને હીલ આફ્રિકા હૉસ્પિટલ પર હુમલો કર્યો હતો. ગોમા એક વ્યૂહાત્મક શહેર છે, જે વિદ્રોહીઓએ આ વર્ષની શરૂઆતમાં કબજે કરી લીધું હતું.
130 દર્દીઓનું અપહરણ
સૂત્રો મુજબ, વિદ્રોહીઓએ CBCN એન્ડોશો હૉસ્પિટલમાંથી 116 અને હીલ આફ્રિકા હૉસ્પિટલમાંથી 15 અન્ય દર્દીઓને હિંસક રીતે અપહરણ કરી લઈ ગયા. એમ23ને શંકા હતી કે આ દર્દીઓ કોંગોની સેના અથવા સરકાર સમર્થિત વઝાલેન્ડો મિલિશિયા સાથે સંકળાયેલા છે. પૂર્વી કોંગોમાં એમ23 વિદ્રોહીઓએ વર્ષની શરૂઆતથી જ પોતાનો પ્રભાવ વધારી દીધો છે. તેઓએ અનેક મુખ્ય શહેરો પર કબજો કર્યો છે અને તાજેતરના સંઘર્ષમાં લગભગ 3,000 લોકોની હત્યા કરી છે, જે છેલ્લા એક દાયકાની સૌથી મોટી હિંસાત્મક ઘટનાઓમાંની એક છે.
ADVERTISEMENT
ગોમા અને બુકાવુ પર કબજો
માત્ર ત્રણ અઠવાડિયામાં, એમ23 વિદ્રોહીઓએ પૂર્વી કોંગોના મુખ્ય શહેર ગોમા અને બીજું સૌથી મોટું શહેર બુકાવુ કબજે કરી લીધું છે. આ વિસ્તાર વૈશ્વિક સ્તરે મહત્વ ધરાવતું છે, કારણ કે અહીં સોના અને કોલ્ટન જેવી કિંમતી ખનિજો મળી આવે છે. કોલ્ટન એ એક મુખ્ય ખનિજ છે જે લૅપટોપ અને સ્માર્ટફોન જેવા ઉપકરણોમાં ઉપયોગમાં લેવાતા કેપેસિટર બનાવવા માટે વપરાય છે.
રવાંડાનો સમર્થન અને કોંગો પર દાવો
સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વિદ્રોહીઓને પાડોશી દેશ રવાંડા તરફથી લગભગ 4,000 સૈનિકોનો ટેકો મળી રહ્યો છે. અમુક વખત એમ23ના વિદ્રોહીઓએ 1,600 કિલોમીટર દૂર કોગોની રાજધાની કિનશાસા સુધી યાત્રા કરવાની ધમકી પણ આપી છે. રવાંડાએ કોંગો પર આરોપ લગાવ્યો છે કે તે 1994માં રવાંડામાં થયેલા તુત્સી અને ઉદારવાદી હૂતુ જાતિના નરસંહાર માટે જવાબદાર જાતીય હૂતુ વિદ્રોહીઓને શરણ આપી રહ્યું છે.
એમ23ના દાવા અનુસાર, તે રવાંડા મૂળના તુત્સી અને કોંગોલી લોકોની સુરક્ષા માટે લડી રહ્યું છે અને કોંગોને નિષ્ફળ રાજ્યમાંથી એક આધુનિક રાજ્યમાં પરિવર્તિત કરવા માગે છે. જોકે, નિષ્ણાતોના મતે, રવાંડા વિદ્રોહી સંગઠનનો ઉપયોગ પોતાની વ્યૂહાત્મક લાભ માટે કરી રહ્યું છે. અહેવાલ મુજબ, નિષ્ણાતોએ આ બહાનાઓને રવાંડા સંડોવણી માટે જવાબદાર ગણાવ્યા છે. ગયા અઠવાડિયે, બુકાવુમાં એમ23ના નેતાઓ દ્વારા આયોજિત એક સભા દરમિયાન વિસ્ફોટ થયા હતા, જેમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત નિપજ્યા હતા અને ઘણા ઘાયલ થયા હતા. વર્ષની શરૂઆતથી જ M23 બળવાખોરોએ પૂર્વી કોંગો પર પ્રભુત્વ જમાવ્યું છે અને મુખ્ય શહેરો પર કબજો જમાવી રહ્યા છે.

