Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Defamation Case: રાહુલ ગાંધીને ગુજરાત હાઈકૉર્ટમાંથી પણ ઝટકો, નિર્ણય સુરક્ષિત

Defamation Case: રાહુલ ગાંધીને ગુજરાત હાઈકૉર્ટમાંથી પણ ઝટકો, નિર્ણય સુરક્ષિત

02 May, 2023 06:35 PM IST | Gujarat
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

માનહાનિ કેસમાં રાહુલ ગાંધી તરફથી દાખલ અરજી પર ગુજરાત હાઈકૉર્ટમાં સુનાવણી થઈ. કૉંગ્રેસ નેતાને સૂરતની એક કૉર્ટે બે વર્ષની સજા સંભળાવી હતી. 

રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)

રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)


કૉંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) તરફથી માનહાનિ કેસમાં દાખલ અપરાધિક પુનરીક્ષણ અરજી પર મંગળવાર (2મે)ના રોજ ગુજરાત હાઈકૉર્ટ (Gujarat High Court)માં સુનાવણી થઈ. કૉર્ટે તેમને ઈન્ટરિમ રાહત આપવાની ના પાડતા દોષસિદ્ધિ પર સ્ટે મૂકવાની તેમની અરજી પર નિર્ણય સુરક્ષિત રાખી લીધો છે. સૂરત જિલ્લાની એક કૉર્ટે મોદી સરનેમ (Modi Surname Case) મામલે દાખલ અપરાધિક માનહાનિના એક કેસમાં દોષી જાહેર થતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી હતી. જેના પછી રાહુલ ગાંધીને સંસદના સભ્યપદેથી અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા.

જસ્ટિસ હેમંત એમ. પ્રાચ્છકની પીઠ સામે ફરિયાદકર્તા પૂર્ણેશ મોદી તરફથી વરિષ્ઠ અધિવક્તા નિરુપમ નાણાવટી હાજર થયા. તેમણે કહ્યું કે ક્રાઈમની ગંભીરતા, સજા આ સ્તરે ન જોવી જોઈએ. તેમની (રાહુલ ગાંધી) અયોગ્યતા કાયદા હેઠળ નક્કી થઈ છે. આ દરમિયાન, જજે એક આદેશ આપ્યો જેમાં ટ્રાય કૉર્ટને તેમની સામે મૂળ રેકૉર્ડ અને કેસની કાર્યવાહી રજૂ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા.સાવરકરવાળા કેસનો કર્યો ઉલ્લેખ
નાણાવટીએ કહ્યું કે રાહુલ ગાંધીને કૉર્ટે અયોગ્ય ઠેરવ્યા નથી. અયોગ્યતા સંસદ તરફથી બનાવવામાં આવેલા કાયદાના સંચાલનને કારણે થઈ. તેમનું (રાહુલ ગાંધી)નું મુખ્ય નિવેદન એ છે કે તે 8 વર્ષ માટે રાજનૈતિક કરિઅરમાંથી બહાર થઈ જશે. તેમણે રાહુલ ગાંધીની એક પ્રેસ કૉન્ફ્રેન્સ સાથે સંબંધિત સમાચાર રિપૉર્ટ વાચ્યો જેમાં રાહુલ ગાંધીએ કહેવાતી રીતે કહ્યું કે હું ગાંધી છું, સાવરકર નહીં અને માફી નહીં માગું.


`કૉર્ટ સામે તેમનું સ્ટેન્ડ જૂદું`
ફરિયાદકર્તાના વકીલે કહ્યું કે તેમણે (રાહુલ ગાંધીએ) કહ્યું કે તેઓ સજા, જેલથી ડરનારા નથી અને તે આજીવન અયોગ્ય ઠેરવવામાં આવે તો પણ પીછેહઠ નહીં કરે. આ તેમનું સાર્વજનિક સ્ટેન્ડ છે, પણ અહીં કૉર્ટ સામે તેમનું સ્ટેન્ડ જૂદું છે. જો તેમનું આ જ સ્ટેન્ડ છે તો અહીં કૉર્ટ અરજી સાથે ન આવવા જોઈએ. તેમણે રડતા બાળક જેવું ન હોવું જોઈએ. કાં તો સાર્વજનિક રીતે કરવામાં આવેલા પોતાના સ્ટેન્ડ પર ટકી રહે અથવા પોતાની મરજી કંઈક બીજી જ હતી. 

"તેમને સબક શીખવવો જોઈએ"
નાણાવટીએ કહ્યું કે તેમના વિરુદ્ધ કુલ 12 કેસ માનહાનિના છે. પુણે કૉર્ટમાં સાવરકરને લઈને કરવામાં આવેલી ટિપ્પણી સંબંધે તેમના વિરુદ્ધ અન્ય ફરિયાદો છે. તે એક રાષ્ટ્રીય રાજનૈતિક પાર્ટીના નેતા છે. જેમણે દેશ પર 40 વર્ષ સુધી શાસન કર્યું છે, પણ જો તે આ પ્રકારના નિવેદન આપતા રહે છે, તો તેમને સબક શીખવવો જોઈએ. તેમણે સૉરી પણ નથી કહ્યું. તેમના તરફથી કોઈ સ્પષ્ટીકરણ પણ નથી આપવામાં આવ્યું. કંઈ જ નહીં.


તેમણે કહ્યું કે માફી નથી માગવી તો ન માગે, આ તમારો હક છે, પણ તો પછી આ હોબાળો કેમ. હું (પૂર્ણેશ મોદી) આ મામલે પીડિત વ્યક્તિ છું. અપરાધ ગંભીર છે, સંસદ પણ એ જ કહે છે. દોષસિદ્ધિ પર સ્થગનની તેમની અરજી પર પરવાનગી ન આપવામાં આવવી જોઈએ. અરજી ફગાવી દેવી જોઈએ.

રાહુલ ગાંધીના વકીલે શું કહ્યું?
વરિષ્ઠ અધિવક્તા અભિષેક સિંધવીએ રાહુલ ગાંધી તરફથી કહ્યું કે સીઆરપીસીની કલમ 389 (1) હેઠળ સજા પર સ્ટે મૂકવાની પરીક્ષા અસામાન્ય પરિસ્થિતિઓ છે. કલમ 389 સીઆરપીસી કોઈ વ્યક્તિના દોષી હોવા કે ન હોવા સંબંધિત નથી, પણ આ સુવિધાના સંતુલન વિશે છે. આ માનહાનિને અક્ષમ્ય અપરાધ માનવામાં આવી રહ્યું છે. સ્થિતિની અપરિવર્તનીયતાને જોવી પડે. એક નિર્વાચિત વ્યક્તિ લોકોના પ્રતિનિધિ હોવાનો અધિકાર ગુમાવી દે છે, જે અપરિવર્તનીય છે. તે આગામી સત્ર, બેઠકો વગેરે કશામાં પણ ભાગ નહીં લઈ શકે.

પેટાચૂંટણીને લઈને આપવામાં આવ્યો આ તર્ક
તેમણે કહ્યું કે આ દરમિયાન જો ચૂંટણી પંચ પેટા ચૂંટણી કરાવે છે, તો હું (રાહુલ ગાંધી) ચૂંટણી નહીં લડી શખું, કોઈ અન્ય લડીને જીતી જાય છે, તો શું અમે તેને હરાવી શકીએ છીએ? નહીં. પણ જો પછીથી હું છૂટી જાઉં છું, ત્યારે? આથી સરકારી ખજાનાને પણ નુકસાન થશે. સિંઘવીએ રાજસ્થાન વર્સિસ સલમાન સલીમ ખાન કેસમાં સુપ્રીમ કૉર્ટના 2014ના નિર્ણયનો હવાલો આપ્યો. તેમણે કહ્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન આપવામાં આવેલ ભાષણ સંપૂર્ણ શક્તિઓ સાથે સંવિધાનના અનુચ્છેદ 19 (1) (એ)ને આકર્ષિત કરશે. ટ્રાયક કૉર્ચે એક જાદૂઈ ગવાહ (સાક્ષ્ય) પર વિશ્વાસ કર્યો, જે ફરિયાદ નોંધાવવાના બે વર્ષથી વધારે સમય બાદ કૉર્ટમાં હાજર થયો.

આ પણ વાંચો : આઈટી સ્ટૉક્સમાં ખરીદી થકી મે મહિનાના પહેલા સત્રમાં શાનદાર તેજી સાથે બજાર બંધ

કૉર્ટે નિર્ણય રાખ્યો સુરક્ષિત
સિંઘવીએ કહ્યું કે માનહાનિ કેસમાં મને (રાહુલ ગાંધી)હજી સુધી સજા મળી નથી, જો એવી સજા હોય પણ છે તો 3-6 મહિનાની સજા આપવામાં આવે છે. હું (રાહુલ ગાંધી) પહેલીવારનો અપરાધી છું અને મને એક જામીન, બિન0જામીન અપરાધ માટે અધિકતમ સજા આપવામાં આવી છે, જે સમાજ વિરુદ્ધ નથી. ન્યાયિક ત્રુટિ એ ઠે કે ટ્રાયલ કૉર્ટનું કહેવું છે કે મને (રાહુલ ગાંધી) રાફેલ મામલે સુપ્રીમ કૉર્ટે ચેતવણી આપી હતી. સિંઘવીએ કેસમાં ઈન્ટરિમ સુરક્ષા માગી. જસ્ટિસ હેમંતે રાહુલ ગાંધીને ઈન્ટરિમ સુરક્ષા આપવાની સ્પષ્ટ ના પાડી અને દોષસિદ્ધિ પર સ્ટે મૂકવાની તેમની અરજી પર નિર્ણય સુરક્ષિત રાખ્યો. રજા બાદ નિર્ણય સંભળાવવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

02 May, 2023 06:35 PM IST | Gujarat | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK