° °

આજનું ઇ-પેપર
Wednesday, 05 October, 2022


ગુજરાતમાં હજી ભારે વરસાદની આગાહી

17 August, 2022 11:12 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોનગઢમાં સાડાછ ઇંચ વરસાદ ખાબક્યો , ડીસામાં ચાર ઇંચથી વધુ

હિંમતનગર તાલુકાના હુંજ ગામમાં ભરાયેલાં વરસાદનાં પાણી.

હિંમતનગર તાલુકાના હુંજ ગામમાં ભરાયેલાં વરસાદનાં પાણી.


અમદાવાદ ઃ દક્ષિણ ગુજરાતના સોનગઢ તાલુકામાં ગઈ કાલે સાડાછ ઇંચ અને બનાસકાંઠાના ડીસામાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ગઈ કાલે ગુજરાતના ૨૨૪ તાલુકાઓમાં ઓછા-વત્તા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો. એટલું જ નહીં, પરંતુ નવસારી, ડાંગ, સુરત, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા સહિતના ગુજરાતના અન્ય વિસ્તારોમાં હજી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
ગઈ કાલે વાપી, ધરમપુર અને કાંકરેજમાં ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. છોટાઉદેપુર તાલુકામાં સાડાત્રણ ઇંચ, વડગામ અને પારડીમાં સવાત્રણ ઇંચ, દિયોદર, દાંતીવાડા, વલસાડ, ખેરગામ, ધાનેરા અને કપરાડા તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. 


આ ઉપરાંત ગુજરાતના ૭૭ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ અને ૩૩ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. સરદાર સરોવર ડૅમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતાં નર્મદા નદીમાં જળસ્તર વધતાં ડભોઈ પાસે મલ્હારરાવ ઘાટના ૮૦ પગથિયાં પાણીમાં ગરકાવ થયાં હતાં.
ઉત્તર ગુજરાતમાં પડેલા વરસાદને કારણે ઊંઝાના અન્ડરપાસમાં પાણી ભરાયાં હતાં અને એમાં કાર ફસાઈ ગઈ હતી. ધાનેરામાં વરસાદના પગલે ડીસા–સાંચોર હાઇવે પર પાણી ભરાઈ ગયાં હતાં. ઉત્તર ગુજરાતના ડીસા, વડગામ, કાંકરેજ, ભીલોડા, હિંમતનગર, સિદ્ધપુર, વાવ, મહેસાણા, પાટણ, ઇડર, થરાદ, વીસનગર, જોટાણા, વિજાપુર, દિયોદર, પાલનપુર, પ્રાંતીજ, મેઘરજ, રાધનપુર, દાંતીવાડા સહિતના ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો.
ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવનને અસર થઈ હતી. સાથે વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. 

17 August, 2022 11:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

વડોદરા નજીક અકસ્માતમાં બાળકો સહિત ૧૦નાં મૃત્યુ

કન્ટેનર અને છકડા વચ્ચેનો અકસ્માત એટલો ગંભીર હતો કે છકડાનું પતરું કાપીને મૃતદેહ બહાર કાઢવા પડ્યા હતા

05 October, 2022 09:06 IST | Vadodara | Gujarati Mid-day Correspondent
ગુજરાત સમાચાર

શંકરસિંહ વાઘેલા કૉન્ગ્રેસમાં ફરી જોડાવાના અણસાર

ગુજરાત કૉન્ગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે બાપુ માટે માર્ગ મોકળો જ છે, હાઈકમાન્ડ નિર્ણય કરશે

05 October, 2022 08:59 IST | Ahmedabad | Shailesh Nayak
ગુજરાત સમાચાર

બાપુની તપોભૂમિ પર આવીને શ્રદ્ધા અને પ્રેરણાનો સંચાર થાય છે : રાષ્ટ્રપતિ

સર્વોચ્ચ હોદ્દો સંભાળ્યા બાદ પ્રથમ વખત ગુજરાત આવેલાં દ્રૌપદી મુર્મુએ ગઈ કાલે અમદાવાદમાં મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમમાં સુકૂન મહસૂસ કર્યું 

04 October, 2022 09:21 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK