Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આપના એમએલએ ચૈતર વસાવાએ એક મહિના બાદ કર્યું સરેન્ડર

આપના એમએલએ ચૈતર વસાવાએ એક મહિના બાદ કર્યું સરેન્ડર

Published : 15 December, 2023 09:21 AM | Modified : 15 December, 2023 10:41 AM | IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

વન કર્મચારીઓને ઘરે બોલાવીને તેમને મારવા, ફાયરિંગ કરીને ગેરકાયદે મંડળી રચીને ગુનો કરવા બદલ ડેડિયાપાડા પોલીસ-સ્ટેશનમાં ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

આમ આદમી પાર્ટીના વિધાનસભ્ય ચૈતર વસાવા.

આમ આદમી પાર્ટીના વિધાનસભ્ય ચૈતર વસાવા.


અમદાવાદ : ગુજરાતમાં આમ આદમી પાર્ટી (એએપી-આપ)ને બે દિવસમાં ઉપરાઉપરી બે ઝટકા લાગ્યા છે. બુધવારે વિસાવદરના વિધાનસભ્ય ભૂપત ભાયાણીએ પક્ષ સાથે છેડો ફાડ્યો હતો અને ગઈ કાલે બીજા વિધાનસભ્ય ચૈતર વસાવાએ પોલીસમાં સરેન્ડર કર્યું છે. ૧ મહિનો ૯ દિવસ બાદ ડેડિયાપાડાના મતવિસ્તારના આમ આદમી પાર્ટીના વિધાનસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડા પોલીસ-સ્ટેશનમાં હાજર થયા હતા અને પોલીસે તેમની ધરપકડ કરી હતી. 

વન કર્મચારીઓને ઘરે બોલાવીને તેમને મારવા, ફાયરિંગ કરીને ગેરકાયદે મંડળી રચીને ગુનો કરવા બદલ ડેડિયાપાડા પોલીસ-સ્ટેશનમાં ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવા છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ભૂગર્ભમાં હતા. ગઈ કાલે તેઓ સામે ચાલીને પોલીસ-સ્ટેશનમાં હાજર થયા હતા. તેઓ પોલીસમાં સરેન્ડર કરવા ગયા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઊમટી આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

15 December, 2023 10:41 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK