ઈડીએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ગુજરાતના વલસાડ અને દમણમાં સુરેશ જગુભાઈ પટેલ અને તેના સાથીઓની નવ રેસિડેન્શિલ અને કમર્શિયલ પ્રિમાઇસિસ પર સર્ચ કરવામાં આવ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)એ ગઈ કાલે જણાવ્યું હતું કે ગુજરાત, મહારાષ્ટ્ર અને દમણમાં ખંડણી, હત્યા અને લિકર સ્મગલિંગના કેસમાં એક આરોપીને ત્યાં દરોડા પાડીને ૧.૬૨ કરોડ રૂપિયા જપ્ત કરાયા હતા, જેમાંથી મોટા ભાગની નોટ ૨,૦૦૦ રૂપિયાના મૂલ્યની છે. ઈડીએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ગુજરાતના વલસાડ અને દમણમાં સુરેશ જગુભાઈ પટેલ અને તેના સાથીઓની નવ રેસિડેન્શિલ અને કમર્શિયલ પ્રિમાઇસિસ પર સર્ચ કરવામાં આવ્યું હતું. સુરેશ અને તેના સાથીઓ કેતન પટેલ, વિપુલ પટેલ અને મિતેન પટેલ ૨૦૧૮ના દમણમાં ડબલ મર્ડર કેસના સંબંધમાં જુડિશ્યલ કસ્ટડીમાં છે.
ઈડીએ જણાવ્યું હતું કે દમણ, ગુજરાત અને મુંબઈમાં પોલીસ દ્વારા સુરેશ પટેલ અને તેના સાથીઓની વિરુદ્ધ ૩૫થી વધુ એફઆઇઆર નોંધાઈ છે.


