આ સાથે જ તેમણે પોતાની પાર્ટી પંજાબ લોક કૉન્ગ્રેસને પણ બીજેપીમાં વિલય કરાવી દીધી હતી

અમરિન્દર સિંહ
પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહ ગઈ કાલે બીજેપીમાં જોડાઈ ગયા હતા. આ સાથે જ તેમણે પોતાની પાર્ટી પંજાબ લોક કૉન્ગ્રેસને પણ બીજેપીમાં વિલય કરાવી દીધી હતી. ગઈ કાલે કિરેન રિજિજુ અને નરેન્દ્ર સિંહ તોમરે તેમને બીજેપીનું સભ્યપદ અપાવ્યું હતું. અમરિન્દર સિંહે કહ્યું હતું કે તેમણે પોતાના સમર્થકો સાથે ચર્ચા બાદ પંજાબના ભવિષ્ય વિશે વિચારીને આ નિર્ણય લીધો હતો.

