અમદાવાદ: ચંડોળા તળાવ નજીક ઝૂંપડપટ્ટીમાં આગ, 40 ઝૂંપડા આગની ચપેટમાં
પ્રતીકાત્મક તસવીર
રાજ્યમાં આગના બનાવો વધતા જઈ રહ્યા છે, જ્યાં ત્યાં આગ લાગી રહી છે. ત્યારે આપણી સામે અમદાવાદમાં આજે વધુ એક ભીષણ આગની ઘટના સામે આવી છે. અમદાવાદના ચંડોળા તળાવ નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર ફાઇટરની 14 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
માહિતી અનુસાર અમદાવાદના ચંડોળા તળાવ ખાતે આવેલી ઝૂંપડપટ્ટીમાં આજે સવારે આગ લાગી હતી. એ જોતા આગે ઝૂંપડપટ્ટીમાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાને પગલે સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરતા 14 ગાડીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા પહોંચી ગયો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો : સ્વાઇન ફ્લુને લઇને રાજકોટ મ્યુ. કમિશ્નરે શાળા-કોલેજો માટે જાહેર કર્યું એલર્ટ
અને એવું પણ જાણવા મળી રહ્યું છે કે 40 ઝૂંપડા આગના ચપેટમાં આવી ગયા છે, પણ આગ કેવી રીતે લાગી એનું સાચું કારણ હજી સુધી સામે આવ્યું નથી. પરંતુ હાલ મળેલી માહિત અનુસાર આગને કાબૂમાં લેવા ફાયર ટીમો ભારે જહેમત ઉઠાવી રહી છે, અને આગ પર કાબૂ મેળવી લેવાયો છે.

