અંબાણી પરિવારે રિહાના (Anant Ambani Radhika Merchant Wedding Rihanna) માટે ખાસ વ્યવસ્થા કરી છે. તેને લેવા માટે એરપોર્ટ પર એક મર્સિડીઝ કાર પહેલેથી જ પાર્ક કરેલી હતી. પરંતુ આ બધાની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યો રિહાનાનો સામાન.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં પર્ફોમ કરશે રિહાના
કી હાઇલાઇટ્સ
- અનંત અંબાણીના લગ્નમાં પહોંચી સિંગર રિહાના
- જામનગર એરપોર્ટ પર રિહાનાનું ભવ્ય સ્વાગત
- રિહાનાનો સામાના જોઈ બધાને લાગ્યો આંચકો
Anant Ambani Radhika Merchant Wedding Rihanna : ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આ વર્ષે રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. આ પહેલા અંબાણી પરિવારના હોમટાઉન જામનગરમાં પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. 1 માર્ચથી 3 માર્ચ સુધી ચાલનારા ત્રણ દિવસીય ફંક્શનમાં સ્ટાર્સનો મેળો યોજાવા જઈ રહ્યો છે. ત્રણ દિવસ સુધી અલગ-અલગ થીમ પર કાર્યક્રમો યોજાશે, જેમાં બોલિવૂડ અને હોલીવુડના અલગ-અલગ સ્ટાર્સ પરફોર્મ કરશે. આ દરમિયાન હોલીવુડ સિંગર રિહાના પણ પરફોર્મ કરતી જોવા મળશે. તે તેમની ટીમ સાથે જામનગર પહોંચી છે. રિહાનાનું સ્વાગત ખૂબ જ ભવ્ય અંદાજમાં કરવામાં આવ્યું.
રિહાન્નાની ટીમના ઘણા સભ્યો તેના આગમન પહેલા જ પહોંચી ગયા હતાં. અંબાણી પરિવારે રિહાના (Anant Ambani Radhika Merchant Wedding Rihanna) માટે ખાસ વ્યવસ્થા કરી છે. તેને લેવા માટે એરપોર્ટ પર એક મર્સિડીઝ કાર પહેલેથી જ પાર્ક કરેલી હતી. પરંતુ આ બધાની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યો રિહાનાનો સામાન. રિહાન્નાનો સામાન 4 મોટા કેરિયર (Rihanna Luggage)માં લોડ થઈને જામનગર પહોંચ્યો છે. રિહાન્નાની ટીમના ઘણા સભ્યો આગલા દિવસે પણ પહોંચ્યા હતા. રિહાના સિવાય રણબીર કપૂર પણ તેના આખા પરિવાર સાથે પહોંચ્યો છે. રાહા, નીતુ અને આલિયા એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ સિવાય અર્જુન કપૂર પણ આવી પહોંચ્યો છે. એકંદરે આ સ્ટાર્સ આ ઈવેન્ટને મેગા ઈવેન્ટ બનાવવા જઈ રહ્યા છે.
ADVERTISEMENT
એરપોર્ટ પર આવનારા તમામ મહેમાનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શણગાર ઉપરાંત પરંપરાગત સંગીત અને નૃત્ય માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત નાસ્તા અને સ્વાગત પીણાંની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એરપોર્ટની બહાર આવતા જ મહેમાનોનું નાસ્તો અને પીણાં સાથે સ્વાગત કરવામાં આવે છે. તેના વીડિયો સતત સામે આવી રહ્યા છે.
View this post on Instagram
લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું
તમને જણાવી દઈએ કે, બુધવારે મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ અને અંબાણી પરિવારના અન્ય સભ્યોએ જામનગરમાં રિલાયન્સ ટાઉનશિપ નજીક જોગવડ ગામમાં ગ્રામજનોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસ્યું હતું. રાધિકાના દાદી અને માતા-પિતા વિરેન અને શૈલા મર્ચન્ટે પણ અન્ન સેવામાં ભાગ લીધો હતો. લગભગ 51 હજાર સ્થાનિક લોકોને ભોજન પીરસવામાં આવશે, જે આગામી કેટલાક દિવસો સુધી ચાલુ રહેશે. અંબાણી પરિવાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાની ઉજવણી માટે સ્થાનિક લોકોના આશીર્વાદ માંગે છે. ભોજન બાદ ઉપસ્થિતોએ પરંપરાગત લોકસંગીતનો આનંદ માણ્યો હતો. જાણીતા ગુજરાતી ગાયક કીર્તિદાન ગઢવીએ પોતાની ગાયકીથી લોકોનું મનોરંજન કર્યું હતું.
2022માં સગાઈ થઈ હતી
અનંત અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીના સૌથી નાના પુત્ર છે. રાધિકા એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટ અને ઉદ્યોગસાહસિક શૈલા મર્ચન્ટની નાની દીકરી છે. અનંત અને રાધિકા બાળપણના મિત્રો છે. તેઓએ ડિસેમ્બર 2022 માં રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં આયોજિત પરંપરાગત રોકા સમારોહમાં સગાઈ કરી.

