Ambani Family In Jamnagar: નીતા અંબાણી સહિત અનંત અંબાણીએ પણ જામનગર જિલ્લાના લાલપુર ગામમાં હાજરી આપી હતી.
નીતા અંબાણી અને અનંત અંબાણીની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- કર્મચારી એવા મહીપતસિંહ જાડેજાના પુત્રના લગ્નમાં અનંત અંબાણી પહોંચ્યા હતા
- નીતા અંબાણીએ સખી મંડળની સક્રિય મહિલાઓ સાથે વાતચીત પણ કરી હતી
- અનંત અંબાણી અને રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની 1લી, 2જી, 3જી માર્ચના રોજ જામનગરમાં થશે
અંબાણી પરિવાર (Ambani Family In Jamnagar)ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તેઓએ તાજેતરમાં જ જામનગરની મુલાકાત કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રિલાયન્સ ફાઉન્ડેશનના વડા નીતા અંબાણી સહિત અનંત અંબાણીએ પણ જામનગર જિલ્લાના લાલપુર ગામમાં હાજરી આપી હતી.
કોના લગ્નમાં પહોંચ્યા અનંત અંબાણી?
ADVERTISEMENT
સાંજના સમયે અનંત અંબાણીએ ડબાસંગ ગામના વતની અને કર્મચારી એવા મહીપતસિંહ જાડેજાના પુત્રના લગ્નમાં પહોંચ્યા (Ambani Family In Jamnagar) હોવાના પણ અહેવાલ સામે આવ્યા છે. આ રીતે જ્યારે પોતાના માલિકના પુત્ર પોતાને ત્યાં પ્રસંગમાં હાજરી આપે એનાથી ખુશ થયા છે. મહિપતસિંહ જાડેજા અને તેમના પરિવારે અનંત અંબાણીના આગમનને કારણે હર્ષ વ્યક્ત કર્યો હતો.
નીતા અંબાણીએ બાંધણી ઉત્પાદકોની લીધી મુલાકાત
તમને જણાવી દઈએ કે નીતા અંબાણીએ સખી મંડળમાં સક્રિય મહિલાઓ સાથે વાતચીત પણ કરી હતી. એટલું જ નહીં તેઓએ રસ પૂર્વક બાંધણી બનાવવાની પ્રક્રિયા વિષેની વાતો સાંભળી હતી.
જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે સ્થાનિક લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકો પણ નીતા અંબાણી સાથે ગુજરાતીમાં વાત કરતાં જોવા મળ્યા હતા.
શું પૂછ્યું નીતા અંબાણીએ?
તમને જણાવી દઈએ કે જ્યારે નીતા અંબાણી બાંધણી કેન્દ્રમાં પહોંચ્યા (Ambani Family In Jamnagar) હતા ત્યારે કેન્દ્રની બહાર મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ ઉમટી હતી. તેઓ સાથે વાતચીત કરતાં નીતા અંબાણીએ પૂછ્યું હતું કે શું આ ગામમાં કોઈ શાળા છે?
ત્યારે સ્થાનિક લોકોએ ગામમાં શાળાઓ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ રીતે રિલાયન્સ કંપની સમગ્ર ગુજરાતના ગામડાઓમાં અને ખાસ કરીને જામનગર જિલ્લામાં શાળાઓ સહિત અનેક ગામોની સુવિધાઓ ઊભી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ત્યારે તેમની આ મુલાકાત વાંચીતો માટે મહત્વની બની રહેશે.
ઉલ્લેખનીય છે કે નીતા અંબાણી મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના પણ પ્રમુખ છે, જ્યાં ભારતીય કળા અને હસ્તકલાને આગવી રીતે પ્રદર્શિત કરવામાં આવે છે અને પ્રોત્સાહિત કરવામાંઆવે છે.
નીતા અંબાણી સોમવારે સાંજે લાલપુર સ્થિત બાંધણી કેન્દ્ર્ની મુલાકાતે પહોંચ્યા (Ambani Family In Jamnagar) હતા. તમને જણાવી દઈએ કે લાલપુર ગામની અંદર ચારસોથી પણ વધુ મહિલાઓ બાંધણીના વ્યવસાય સાથે સંકળાયેલી છે.
પુત્ર અનંત અંબાણી અને રાધિકાની પ્રી-વેડિંગ સેરેમનીની તૈયારીઓ શરૂ?
નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની 1લી, 2જી, 3જી માર્ચના રોજ જામનગર (Ambani Family In Jamnagar)માં જ થવાની છે. તમને જણાવી દઈએ કે જામનગર સ્થિત રિલાયન્સ કેમ્પસમાં ભવ્ય રીતે આ સેરેમની થવા જઈ રહી છે. એવું પણ લાગી રહ્યું છે કે નીતા અંબાણી અને મુકેશ અંબાણી પુત્ર અનંત અંબાણી અને રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની પહેલાની તૈયારીઓને લઈને પણ જામનગર ગયા હોઈ શકે.