સતત અકસ્માતો સર્જી રહેલી BRTSની સુરક્ષા હવે બાઉન્સરોના હવાલે
BRTSની સુરક્ષા હવે બાઉન્સરોના હવાલે
રાજ્યમાં બીઆરટીએસના સતત વધી રહેલા અકસ્માતોને પગલે બીઆરટીએસની સવારી પર અનેક સવાલો ઊભા થયા છે તો
બીજી તરફ બીઆરટીએસ કૉરિડોરમાં ઘૂસી જતા વાહનચાલકો પણ માથાનો દુખાવો બન્યા છે. બીઆરટીએસ કૉરિડોરમાં વાહનચાલકોને ગાડી ચલાવવાની મનાઈ હોવા છતાં વાહનચાલકો પોતાની ગાડી બીઆરટીએસ કૉરિડોરમાં હંકારે છે. ત્યારે હવે અકસ્માતોને નિવારવા માટે અમદાવાદ બીઆરટીએસ કૉરિડોર બાઉન્સરોને હવાલે મુકાયો છે. બીઆરટીએસ કૉરિડોરમાં સુરક્ષા માટે બાઉન્સરો તહેનાત કરાયા છે. ત્યારે આજે બીઆરટીએસ કૉરિડોરમાં ટ્રાફિક પોલીસની સાથે બાઉન્સરો પણ ઊભા દેખાયા જેઓ કૉરિડોરમાં આવી રહેલાં ખાનગી વાહનોને રોકી રહ્યાં છે.
તો બીજી તરફ બીઆરટીએસનું સંચાલન કરી રહેલા અમદાવાદ જનમાર્ગ લિમિટેડના ડે.મ્યુનિ. કમિશનરે પણ સ્વીકાર્યું કે ટ્રાફિક પોલીસ સાથેની સયુંક્ત ઝુંબેશમાં એએમસીએ અમદાવાદમાં વિવિધ ૮ સ્થળે પોતાના બાઉન્સર મૂક્યા છે. પૂર્વ વિસ્તારના કૉરિડોરમાં આગામી કેટલાક દિવસ સુધી યથાવત આ ઝુંબેશ ચાલુ રહેશે.