Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સ્ટેચ્યુ ઑફ યુનિટીના વિરોધમાં કેવડિયાના આદિવાસીઓ ઊજવશે 'કાળી ઉત્તરાયણ'

સ્ટેચ્યુ ઑફ યુનિટીના વિરોધમાં કેવડિયાના આદિવાસીઓ ઊજવશે 'કાળી ઉત્તરાયણ'

08 January, 2019 04:59 PM IST | કેવડિયા

સ્ટેચ્યુ ઑફ યુનિટીના વિરોધમાં કેવડિયાના આદિવાસીઓ ઊજવશે 'કાળી ઉત્તરાયણ'

કેવડિયાના આદિવાસીઓ કાળી પતંગો ચગાવીને તેમનો વિરોધ નોંધાવશે.

કેવડિયાના આદિવાસીઓ કાળી પતંગો ચગાવીને તેમનો વિરોધ નોંધાવશે.


કેવડિયામાં બનાવવામાં આવેલા સ્ટેચ્યુ ઑફ યુનિટીના વિકાસ પ્રોજેક્ટની સામે આદિવાસીઓનું વિરોધ પ્રદર્શન ચાલુ છે. આજે સ્ટેચ્યુ ઑફ યુનિટી પર યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો આદિવાસીએ કાળી પતંગો ચગાવીને તેમજ ઘરો પર કાળી ધજાઓ લહેરાવીને વિરોધ કર્યો છે.

કેવડિયા વિસ્તારના 72 ગામડાઓના આદિવાસીઓએ ઉત્તરાયણને કાળી ઉતરાણ તરીકે ઊજવવાનો નિર્ણય કર્યો છે. આ આદિવાસીઓ પોતાના વિસ્તારને બચાવવા માટે ભાજપની સામે જન આંદોલન કરશે. તેઓ હવે પછીની એકપણ ચૂંટણીમાં બીજેપીને વોટ નહીં આપે. આ ઉપરાંત તેઓ સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાતે આવનારા પ્રવાસીઓ સામે પણ અસહકાર આંદોલન ચલાવશે.



 


આ પણ વાંચો: 16 જાન્યુઆરીથી અમદાવાદમાં ફ્લાવર શો, લાઈવ કિચન ગાર્ડન નવું આકર્ષણ

 


જે ગારો અંગ્રેજોને આપણે ભારતમાંથી બહાર કાઢયા એ ગારો અંગ્રેજો આપણી ધરતી પર આવી પતંગો ચગાવી રહ્યા છે. ભાજપની આ નીતિ દેશવિરોધી છે. કેવડિયા વિસ્તારના લોકો રડી રહ્યા છે અને ભાજપવાળાઓ જલસા કરી રહ્યા છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી ભાજપવાળાઓ માટે જલસા કરવાનો અડ્ડો બની ગયો છે.

Whatsapp-channel Whatsapp-channel

08 January, 2019 04:59 PM IST | કેવડિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK