Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દીકરીએ પતિને ઘરમાંથી કાઢી મૂકતાં ૭૫ની વયે સાસુએ જમાઈ સાથે લગ્ન કર્યાં

દીકરીએ પતિને ઘરમાંથી કાઢી મૂકતાં ૭૫ની વયે સાસુએ જમાઈ સાથે લગ્ન કર્યાં

20 July, 2020 09:36 AM IST | Mumbai Desk
Mumbai correspondent

દીકરીએ પતિને ઘરમાંથી કાઢી મૂકતાં ૭૫ની વયે સાસુએ જમાઈ સાથે લગ્ન કર્યાં

સાસુએ કર્યા જમાઇ સાથે લગ્ન

સાસુએ કર્યા જમાઇ સાથે લગ્ન


એક રશિયન ટીવી-શોમાં મા, દીકરી અને જમાઈની કહાણી ખૂબ ચર્ચામાં છે. વાત કાંઈક આવી છે કે વેતન ન મળવાને કારણે ઝુકોવ્સ્કી નામનો યુવક રશિયાની જેલમાં સજા ભોગવી રહ્યો હતો ત્યારે તેણે લગ્નવિષયક જાહેરાત આપી હતી. એ જાહેરાત જોઈને એલિના નામની કન્યા તેના સંપર્કમાં આવી. બન્નેએ જેલવાસ દરમ્યાન જ લગ્ન કરી લીધાં હતાં. જોકે જેલમાંથી બહાર આવ્યા પછી તેમનું લગ્નજીવન બહુ લાંબું ન ટક્યું. ત્રણ વર્ષની જેલ પછી જેવો ઝુકોવ્સ્કી બહાર આવ્યો કે બન્ને વચ્ચે ઝઘડા થવા લાગ્યા. કદાચ એલિનાને બીજા કોઈક સાથે પ્રેમ થઈ ગયેલો એટલે તેણે પતિને પોતાના ઘરમાંથી કાઢી મૂક્યો. એલિનાની માને થયું કે પોતાની દીકરીનો સ્વભાવ અને તેની બેવફાઈને કારણે જમાઈએ ભોગવવું પડી રહ્યું છે એટલે તેણે જમાઈને પોતાના ઘરે આશરો આપ્યો. જોકે થોડા સમયમાં તેમની વચ્ચે પ્રણય અને લાગણીના અંકુર ફૂટ્યા અને બન્નેએ લગ્ન કરી લીધાં. એલિનાની મા ગેલિનાએ તેનાથી ૨૩ વર્ષ નાના જમાઈ સાથે ઘર માંડ્યું અને સરોગસીથી બાળક મેળવવાનો પ્લાન પણ કર્યો, પણ એમાં સફળતા નહોતી મળી.


Whatsapp-channel Whatsapp-channel

20 July, 2020 09:36 AM IST | Mumbai Desk | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK