Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઇલેક્શનની સાઇડ ઇફેક્ટ ડાયમન્ડ માર્કેટ ઠપ

ઇલેક્શનની સાઇડ ઇફેક્ટ ડાયમન્ડ માર્કેટ ઠપ

26 April, 2019 10:04 AM IST |
પ્રકાશ બાંભરોલિયા

ઇલેક્શનની સાઇડ ઇફેક્ટ ડાયમન્ડ માર્કેટ ઠપ

28 બિલ્યન ડૉલરનો વ્યવસાય

28 બિલ્યન ડૉલરનો વ્યવસાય


આંગડિયા-સર્વિસ ચૂંટણીને લીધે દોઢેક મહિનાથી બંધ હોવાને લીધે ધંધો ઠપ થઈ ગયો છે. રોકડ રકમથી માંડીને હીરાની હેરફેર આંગડિયાઓ જ કરે છે. ચૂંટણીની આચારસંહિતા અને વિવિધ સરકારી તપાસ-એજન્સીઓ દ્વારા થતી કનડગતથી દેશની મોટા ભાગની આંગડિયા ઑફિસોએ કામકાજ બંધ કરી દીધાં છે એથી મંદીનો સામનો કરી રહેલા હીરાબજાર પર ચૂંટણીનું ગ્રહણ લાગતાં મુંબઈ-સુરતના અનેક મૅન્યુફૅક્ચરરોએ ૧ મેથી વેકેશન પાડવાનો  નિર્ણય લીધો હોવાનું જાણવા મYયું છે. આથી ભારતભરમાં આ વ્યવસાય પર નભતા નવેક લાખ લોકોના રોજગાર સામે પ્રfન ઊભો થવાની શક્યતા છે. 

ડાયમન્ડ માર્કેટમાં દિવાળી બાદ મંદીનો જ માહોલ છે. હીરાનું વેચાણ ઘટી ગયું હોવાથી અનેક મૅન્યુફૅક્ચરરોએ પ્રોડક્શનમાં ઑલરેડી કાપ મૂકી દીધો છે. કોઈ ઑર્ડર મળે તો પણ આંગડિયા બંધ રહેવાથી મુંબઈથી સુરત, દિલ્હી કે બૅન્ગલોર સહિતનાં વેપાર-કેન્દ્રોમાં હીરા મોકલવાનું અશક્ય બની ગયું છે. 



દહિસરના વર્ધમાન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં


હીરા-પૉલિશનું કામકાજ કરતા એક હીરાના વ્યવસાયીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સામાન્ય રીતે દિવાળી બાદ માર્કેટ ધીમે-ધીમે ખૂલવા માંડે છે અને એકાદ મહિનામાં રફ્તાર પકડી લે છે, પરંતુ આ વખતે દિવાળી વીત્યાને પાંચ મહિના થયા બાદ પણ હીરાની માગ નથી નીકળી. કાચા હીરાના ભાવમાં પણ વધારો થયો છે અને તૈયાર હીરા વેચાતા નથી. આવી સ્થિતિમાં કામકાજ ચાલુ રાખવાનું મુશ્કેલ બની ગયું હોવાથી અમે ૧ મેથી વેકેશન પાડવાનો  નિર્ણય લીધો છે.’સામાન્ય રીતે જૂન-જુલાઈમાં પાલનપુરના હીરાના વેપારીઓ વેકેશન પાડે છે, પરંતુ આ વખતે સૌરાષ્ટ્રના મૅન્યુફૅક્ચરરોએ પણ મંદીને લીધે કારખાનાં બંધ રાખવાનો  નિર્ણય લીધો છે.

જે. જયલલિતા નડ્યાં 


તામિલનાડુનાં સદ્ગત મુખ્ય પ્રધાન જે. જયલલિતાએ નવેમ્બર ૨૦૧૬માં કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી કરી હતી ત્યારે સ્મૉલ અને મીડિયમ રેન્જના †૧૧ સાઇઝના હીરા ખરીદ્યા હતા. આ હીરાનો સ્ટૉક ફેબ્રુઆરી ૨૦૧૯માં તામિલનાડુના બ્રોકરો દ્વારા માર્કેટમાં ૩૦ ટકા ડિસ્કાઉન્ટમાં ઠલવાતાં બજારમાં પ્રાઇસ-વૉરની સ્થિતિ પેદા થઈ હતી. આ સમયે અનેક વ્યવસાયીએ કામકાજ ચાલુ રાખવા માટે નીચા ભાવે માલ વેચવો પડ્યો હતો.

આંગડિયા બંધ

લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં તપાસ-એજન્સીઓ અને પોલીસ દ્વારા આંગડિયાના વ્યવહાર પર નજર રાખવામાં આવી રહી છે એ વિશે નામ ન જાહેર કરવાની શરતે એક આંગડિયા કંપનીના માલિકે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘તપાસ-એજન્સી, ચૂંટણીની ફ્લાઇંગ સ્ક્વૉડ અને પોલીસ અમારા દરેક વ્યવહાર પર શંકા કરીને હેરાન કરવા માંડતાં અમે કામકાજ બંધ કરી દીધું છે. રોકડ રકમની સાથોસાથ હીરાની હેરફેર પણ અમારા માધ્યમથી થાય છે. હીરા કીમતી હોવાથી પોલીસ-તપાસ દરમ્યાન પૅકેટ આમતેમ થઈ જાય તો અમારે લાખો રૂપિયાનું નુકસાન થાય એવી સ્થિતિને લીધે પણ અમે કામ બંધ કરી દીધાં છે.’

રોજગારને ફટકો પડશે

હીરાનું પ્રોડક્શન બંધ કરવામાં આવશે તો મુંબઈ અને સુરત સહિત દેશભરમાં આ વ્યવસાય સાથે જોડાયેલા લાખો લોકોના રોજગાર પર અસર પડશે. એકાદ મહિનો કામકાજ બંધ રહે તો ફરીથી પ્રોડક્શન શરૂ કરવામાં સમય લાગતો હોવાને લીધે બાદમાં હીરાની માગ નીકળે તો વેપારીઓ માટે પહોંચી વળવાનું મુશ્કેલ બનશે.

 

આ પણ વાંચો: ભારતે શ્રીલંકાને આતંકવાદી હુમલા વિશે ત્રણ વખત ચેતવણી આપી હતી

 

28 બિલ્યન ડૉલરનો વ્યવસાય

જેમ્સ ઍન્ડ જ્વેલરી સેક્ટર ભારતીય અર્થવ્યવસ્થામાં મહkવનો રોલ અદા કરે છે. જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલમાં ડાયમન્ડ પૅનલના મેમ્બર રસેલ મહેતાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આપણા દેશમાં 28 બિલ્યન ડૉલરનો હીરાનો વ્યવસાય છે. લાખો લોકોને આ ક્ષેત્રમાં રોજગાર મળે છે. ભારતમાં પૉલિશ્ડ હીરા મોટા ભાગે એક્સપોર્ટ થાય છે.’

Whatsapp-channel Whatsapp-channel

26 April, 2019 10:04 AM IST | | પ્રકાશ બાંભરોલિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK