Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > કોરા રહીને માણો વરસાદ

કોરા રહીને માણો વરસાદ

21 October, 2012 08:02 AM IST |

કોરા રહીને માણો વરસાદ

કોરા રહીને માણો વરસાદ




નળ નીચે હાથ રાખો એટલે પાણી ચાલુ થઈ જાય અને હાથ હટાવી લો એટલે થોડીક સેકન્ડમાં જ પાણી પાછું બંધ થઈ જાય. આવી ટેક્નૉલૉજીવાળા નળ મોટા મૉલ અને કેટલાક ધનવાનોનાં ઘરોમાં જોવા મળે છે. જોકે કેટલાક ભેજાબાજોએ એનાથી અવળી ટેક્નૉલૉજીનું મૉડ્યુલ તૈયાર કર્યું છે જેમાં નળ કે છત પરથી પાણી નીકળતું હોય, પણ જો તમે એની નીચે હાથ રાખો કે આખા ઊભા રહી જાઓ તો પાણી પડતું બંધ થઈ જાય. મતલબ કે ફુવારાની નીચે ઊભા રહી જાઓ છતાં તમે પલળો નહીં.

શું આ ટેક્નૉલૉજીની મદદથી વરસતા વરસાદમાં ફરી આવ્યા પછી પણ કોઈ કોરું રહી જાય ખરું? લંડનમાં થોડા દિવસ પહેલાં ખૂલેલા એક એક્ઝિબિશનમાં આવી જ એક અજાયબી પ્રદર્શનમાં મુકાઈ છે. આર્ટ, સાયન્સ અને ટેક્નૉલૉજીનાં જ્યાં નિતનવાં પ્રદર્શનો ચાલતાં રહે છે એવા લંડનના બાર્બિકન સેન્ટરમાં ૧૦૦ સ્ક્વેર મીટરનો એક રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. બ્રિટનમાં ટેક્નૉલૉજીને લગતા અળવીતરા અખતરાઓ માટે જાણીતા રેન્ડમ ઇન્ટરનૅશનલ નામના ગ્રુપે આ રૂમ તૈયાર કયોર્ છે જેનું નામ આપ્યું છે

રેઇન-રૂમ, કેમ કે આ રૂમની છત પરથી સતત ધોધમાર વરસાદ પડે છે. પ્રદર્શન જોવા આવતા લોકો બહારથી આ રૂમમાંની હલચલ જોઈ શકે એ માટે અંદર કૅમેરા ગોઠવેલા છે. જોકે મોટા ભાગે દર્શકોને બહારથી નહીં, અંદર જઈને કોરો બાથ લેવાનો લહાવો લેવા માટે પ્રેરિત કરવામાં આવે છે.

આ રેઇન-રૂમની ખાસિયત એ છે કે અંદર ધોધમાર વરસાદ પડતો હોવા છતાં એ અંદર જનાર માણસને ભીંજવતો નથી. છત પર લાગેલા થ્રી-ડી સેન્સર કૅમેરા અંદર પ્રવેશતા પ્રત્યેક માણસની હિલચાલ પર નજર રાખે છે અને જે ભાગમાં માણસ ફરે છે એટલા ભાગમાં છતમાંથી વરસાદ વરસતો બંધ થઈ જાય છે. મતલબ કે તમે વરસાદમાં ટહેલી શકો, પણ એ તમને ભીંજવી ન શકે. અલબત્ત, ખૂબ ઝડપથી દોડવા લાગો તો કૅમેરાની સંવેદનશીલતા એટલી ન હોવાથી તમે પલળી શકો, પરંતુ તમારી નૉર્મલ ઝડપથી ચાલો તો તમે ભીંજાયા વિના આસપાસ વરસતા વરસાદને માણી શકો.

કુદરતી રીતે વરસાદનો જેવો અવાજ હોય છે એવો જ અને એટલા વૉલ્યુમવાળો સાઉન્ડ આ રૂમમાં મૉનિટર કરવામાં આવ્યો છે.

આ પ્રદર્શન ૨૦૧૩ની ૩ માર્ચ સુધી ચાલુ છે. 



Whatsapp-channel Whatsapp-channel

21 October, 2012 08:02 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK