Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સાપ સાથે કરતો હતો મસ્તી, સાપને આવ્યો ગુસ્સો અને... જુઓ વીડિયો

સાપ સાથે કરતો હતો મસ્તી, સાપને આવ્યો ગુસ્સો અને... જુઓ વીડિયો

23 September, 2019 11:41 AM IST |

સાપ સાથે કરતો હતો મસ્તી, સાપને આવ્યો ગુસ્સો અને... જુઓ વીડિયો

ભૂલથી પણ ન કરતા આવી મસ્તી

ભૂલથી પણ ન કરતા આવી મસ્તી


કહેવાય છે કે પ્રાણીઓ સાથે મસ્તી કરવી ન જોઈએ. ક્યારે કયું પ્રાણી શું કરી બેસે કહેવાય નહીં. પરંતુ તેમ છતાંય કેટલાક લોકો પોતાની બહાદુરીનું પ્રદર્શન કરવામાં બુદ્ધિનું પણ પ્રદર્શન કરતા હોય છે. અને પછી તેમને પોતાની ભૂલનું પરિણામ ભોગવવું પડે છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર આવી જ એક ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે. આમ તો આ વીડિયો જૂનો છે, પરંતુ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી રહ્યો છે. આ વીડિયો જોઈને તમારા મોઢામાંથી પણ એકવાર તો ચીસ નીકળી જ જશે.

વાઈરલ થયેલા આ વીડિયોમાં એક યુવાન સાપ સાથે મસ્તી કરતો દેખાઈ રહ્યો છે. આ વ્યક્તિએ સાપને હાથમાં પડ્યો છે, સાપનું મોઢું ખુલ્લુ છે. અને તે સાપ સાથે મસ્તી કરી રહ્યો છે. આ વ્યક્તિ વારંવાર સાપને તેના પર હુમલો કરવા ઉક્સાવી રહ્યો છે. છેલ્લે તો પોતાની બહાદુરી બતાવવા આ વ્યક્તિ સાપને પોતાના માથા પર પણ મૂકે છે... અને પછી જે થાય છે, એ જોઈને તમે ચોંકી જશો. આ વીડિયો જોયા પછી ભાગ્યે જ કોઈ વ્યક્તિ સાપ સાથે પંગો લેવાની કોશિશ કરશે.



અહીં જુઓ વીડિયો


વીડિયોમાં દેખાય છે કે આખરે ગુસ્સે થઈને સાપ આ વ્યક્તિના વાળમાં બચકું ભરી લે છે. અને અત્યાર સુધી સાપ સાથે મસ્તી કરી રહેલા આ ભાઈની હાલત ખરાબ થઈ જાય છે. તે વારંવાર કોશિશ કરે છે, પરંતુ સાપ તેને છોડતો નથી.


આ પણ વાંચોઃ વિશ્વનું પહેલું વજાઇના મ્યુઝિયમ ખૂલશે બ્રિટનમાં

આ વીડિયો Reptile Hunter નામના ફેસબુક પેજ પર શૅર કરાયો છે. વીડિયોના અંતમાં દેખાય છે કે આ વ્યક્તિ સાપને પોતાના માથા પરથી હટાવવા કોશિશ કરી રહ્યો છે, પરંતુ ગુસ્સે થયેલો સાપ તેને છોડવાનું નામ નથી લેતો. આ વીડિયો 19 સપ્ટેમ્બરના રોજ શૅર કરાયો છે. જેને અત્યાર સુધીમાં 4 લાખ કરતા વ્યૂઝ મળી ચૂક્યા છે. અને 4 હજારથી વધુ શેર્સ છે. આ ઉપરાંત 1 હજારથી વધુ લોકોએ તેના પર કમેન્ટ કરી છે.

Whatsapp-channel Whatsapp-channel

23 September, 2019 11:41 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK