Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ રીંછ છેલ્લાં 15 વર્ષથી જેલમાં છે, તેને થઈ છે આજીવન કેદની સજા

આ રીંછ છેલ્લાં 15 વર્ષથી જેલમાં છે, તેને થઈ છે આજીવન કેદની સજા

16 April, 2019 09:29 AM IST | કઝાખસ્તાન

આ રીંછ છેલ્લાં 15 વર્ષથી જેલમાં છે, તેને થઈ છે આજીવન કેદની સજા

આ રીંછ છેલ્લાં 15 વર્ષથી જેલમાં છે,

આ રીંછ છેલ્લાં 15 વર્ષથી જેલમાં છે,


કઝાખસ્તાનના કોસ્તાનેય શહેરમાં આવેલી એક જેલમાં લગભગ ૭૦૦ જેટલા માનવકેદીઓ છે. આ જ જેલમાં કેદ છે એક માદા રીંછ. તેને પણ આજીવન કેદની સજા થઈ છે. કાત્યા નામની આ માદા રીંછ સર્કસમાં કામ કરતી હતી. દાયકાઓ પહેલાં આ સર્કસવાળા કોસ્તાનેય શહેરમાં આવ્યા ત્યારે આ કાત્યા સાવ બચ્ચું હતી અને સર્કસના કાફલાથી તે છૂટી પડી ગઈ હતી. આ બચ્ચાને એક કૅમ્પ-સાઇટ પર પાંજરામાં પૂરી રાખવામાં આવ્યું જેથી એ ટૂરિસ્ટોનું મનોરંજન કરી શકે. જોકે એ સમયગાળા દરમ્યાન તેને જોવા આવનારા કેટલાક દર્શકો પર એણે હુમલા કર્યા.

બે માણસો પર તેણે એવો લોહિયાળ હુમલો કર્યો કે એ માણસોને આજીવન શારીરિક અક્ષમતા આવી ગઈ. છેલ્લે જ્યારે એણે એક દારૂ પીધેલા માણસ પર હુમલો કર્યો ત્યારે એ કૅમ્પ-સાઇટવાળાએ કાત્યાને ઠેકાણે પાડવા માટે ઝૂ અને ઍનિમલ શેલ્ટરનો સંપર્ક કર્યો જે આ પ્રાણીની સંભાળ રાખી શકે. જોકે કોઈ આ હિંસક પ્રાણીનાં કારનામાં જોઈને એને રાખવા તૈયાર ન થયું એટલે આખરે તેને માનવો પર હુમલા કરવાના ગુનાસર આ જેલમાં રાખવામાં આવી છે. તેને આજીવન કેદની સજા થઈ છે અને જેલની બહાર ખાસ એના માટે એક નાનું પીંજરું બનાવવામાં આવ્યું છે.



આ પણ વાંચો : બટન દબાવતાં આપમેળે સાફ થઈ જાય એવી વૉટર બૉટલ શોધાઈ


જેલમાં કામ કરતા અને કેદીઓને મળવા આવતા પરિવારજનો આ રીંછને જોવા આવે છે અને વાતો કરે છે. જેલમાં કેદ થયા પછી કાત્યા સ્વભાવે શાંત થઈ ગઈ છે. કેદીઓના ભોજનમાંથી વધેલું કાત્યાને આપવામાં આવે છે. પંદર વર્ષ આ જેલમાં થઈ ગયાં છે અને કાત્યા વર્ષના સાતથી આઠ મહિના જ જાગતી અને ખાતી-પીતી હોય છે. બાકીના મહિનાઓમાં એ જેલના પીંજરાની અંદરના ગોખલામાં આખો દિવસ સૂતી રહે છે.


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2019 09:29 AM IST | કઝાખસ્તાન

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK