રેસ્ટોરાંના મેનુમાં આઇટમનું નામ છે - માય ગર્લફ્રેન્ડ ઇઝ નૉટ હંગ્રી

Published: Jul 05, 2019, 08:35 IST | અમેરિકા

આજકાલ સાદીસીધી વાનગીને પણ અતરંગી નામ આપીને એને ખાસ બનાવવાનું ચલણ છે. એટલે જ રેસ્ટોરાંઓના મેનુમાં વાનગીઓના નામમાં અદ્ભુત વૈવિધ્ય જોવા મળે છે.

રેસ્ટોરાંના મેનુમાં આઇટમનું નામ છે - માય ગર્લફ્રેન્ડ ઇઝ નૉટ હંગ્રી
રેસ્ટોરાંના મેનુમાં આઇટમનું નામ છે - માય ગર્લફ્રેન્ડ ઇઝ નૉટ હંગ્રી

આજકાલ સાદીસીધી વાનગીને પણ અતરંગી નામ આપીને એને ખાસ બનાવવાનું ચલણ છે. એટલે જ રેસ્ટોરાંઓના મેનુમાં વાનગીઓના નામમાં અદ્ભુત વૈવિધ્ય જોવા મળે છે. અલબત્ત, અમેરિકાના આર્કેન્સસ રાજ્યના નૉર્થ લિટલ રૉક શહેરમાં એક રેસ્ટોરાંએ કસ્ટમર્સને વિકલ્પ-વૈવિધ્ય આપવાની બાબતમાં જબરો હટકે રસ્તો વાપર્યો છે.

restaurant

રેસ્ટોરાંએ કેટલીક સાઇડ ડિશીઝની યાદીમાં એક વિકલ્પ મૂક્યો છે જેનું નામ છે માય ગર્લફ્રેન્ડ ઇઝ નૉટ હંગ્રી. આ વિકલ્પ સવા ચાર ડૉલર રૂપિયામાં લેશો તો તમને મેઇન ડિશની સાથે એકસ્ટ્રા ફ્રેન્ચ ફ્રાઇઝ, બે ફ્રાઇડ ચિકનની વાનગી અને ત્રણ ફ્રાઇડ ચીઝ સ્ટિક્સ મળશે.

આ પણ વાંચો : 54 કિલોનાં આ બહેન 10 મિનિટમાં 32 બર્ગર ઝાપટી ગયાં

સાઇડ ડિશને અલગથી આવું નામ આપવા પાછળ શું કારણ એ તો ખબર નથી, પરંતુ આ ક્રીએટિવિટીને કારણે ગ્રાહકોને બહુ મજા પડી ગઈ છે. ડાઇનર્સ આ મેનુની તસવીરો લઈને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવા લાગ્યા છે જેને કારણે રેસ્ટોરાં રાતોરાત જબરી ફેમસ થઈ ગઈ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK