75 વર્ષનાં માજીએ આપ્યો દીકરીને જન્મ, 600 ગ્રામની છે બાળકી
પ્રતીકાત્મક તસવીર
હજી થોડાક સમય પહેલાં જ આન્ધ્ર પ્રદેશના ૭૩ વર્ષનાં બહેને કૃત્રિમ ગર્ભધારણ દ્વારા એક બાળકને જન્મ આપ્યો હતો. જોકે આ વાત હજી જૂની થાય એ પહેલાં તો આવો જ કિસ્સો રાજસ્થાનના કોટામાંથી પણ જાણવા મળ્યો છે. કોટાની કિંકકર હૉસ્પિટલમાં ૭૫ વર્ષનાં બહેને શનિવારે મોડી સાંજે એક બાળકીને જન્મ આપ્યો છે. તેમણે ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન દ્વારા ગર્ભધારણ કર્યો હતો. બાળક ન હોવાથી તેમણે એક બાળકને દત્તક લીધું હતું. એમ છતાં પોતાનું સંતાન હોય એવી અતૃપ્ત ઇચ્છાને સંતોષવા માટે તેમણે વિજ્ઞાનનો સહારો લીધો હતો. જોકે ઉંમરને કારણે તેમને માત્ર ૬.૫ મહિનાની પ્રેગ્નન્સી પછી પ્રી-મૅચ્યોર ડિલિવરી સિઝેરિયનથી કરાવવી પડી હતી.
આ પણ વાંચો : માલિકનો અવાજ સાંભળીને ચાલુ થાય અને સાથે એટીએમ મશીન ધરાવતી બાઇક
ADVERTISEMENT
ડૉ. અભિલાષા કિંકરનું કહેવું હતું કે આ ઉંમરે તેમનું શરીર આગળની પ્રેગ્નન્સી ખમી શકે એમ નહોતું. એટલું જ નહીં, તેઓ માત્ર એક જ ફેફસું ધરાવતા હોવાથી ગર્ભધારણને આગળ ચલાવવાનું જોખમી હતું. સિઝેરિયનથી જન્મેલી બાળકી માત્ર ૬૦૦ ગ્રામ વજન ધરાવે છે અને તેને બચાવવા માટે નિયોનેટલ આઇસીયુમાં રાખવામાં આવી છે.


