મધ્ય પ્રદેશના આ ગામમાં કોઈ ઘરને રંગબેરંગી પેઇન્ટ લગાવવામાં નથી આવતો
ગામમાં નથી થતો કલર
રંગ સાથે જાતજાતની માન્યતાઓ જોડાયેલી હોવાથી કાળા રંગને અશુભ માનવામાં આવે છે. જોકે મધ્ય પ્રદેશના ઉજ્જૈન પાસેના કછાલિયા ગામમાં તો તમામ પ્રકારના રંગ પર જાણે પ્રતિબંધ છે. આ ગામમાં લોકો પાકાં ઘર બંધાવવામાં હજારો અને લાખો રૂપિયા ખર્ચે છે, પણ એ પછીયે એનું રંગરોગાન કરવામાં નથી આવતું. માત્ર સરકારી ભવન અને મંદિરોને જ રંગ લગાવવામાં આવે છે. કછાલિયા ગામમાં આ પરંપરા છે જે પેઢી દર પેઢી આગળ વધી રહી છે. ગામમાં લગભગ ૨૦૦ મકાન છે અને આશરે ૧૫૦ લોકો રહે છે. ૨૦૦માંથી એકેય ઘર પર રંગરોગાન નથી. ગેરુ જેવો રંગ પ્રાઇમર સાથે ઘરના દરવાજે લગાડવામાં આવે છે.
એ ઉપરાંત બીજી પણ લોકવાયકાઓ અહીં બહુ જડબેસલાક રીતે પાળવામાં આવે છે. ગામમાં કાળા રંગના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. કાળા રંગનાં કપડાં કે ઈવન જૂતાં પણ અહીં પહેરવાની મનાઈ છે. લગ્ન લેવાનાં હોય ત્યારે પણ ઘરમાં કોઈ રંગરોગાન નથી થતું.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ જીવલેણ વૅક્યુમ ચૅલેન્જ
ગામમાં આવેલા ૭૫ વર્ષ જૂના કાલેશ્વર મંદિરના પૂજારી રતનપુરી ગોસ્વામીના કહેવા મુજબ આ મંદિર સિવાય બીજાં કોઈ પર્સનલ મકાનો પર પેઇન્ટ લગાવાતો નથી. આવું કેમ કરવામાં આવે છે એની ખબર નથી. આ મંદિર સામેથી કોઈ માણસ ઘોડી પર બેસીને નીકળતો નથી. જો આ વણલખ્યા નિયમ તોડવામાં આવે તો તોડનાર વ્યક્તિના જીવનમાં અવાંછિત હાદસો થાય છે.


