Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રતનપુર બૉર્ડર પર હજારો શ્રમિકો ફસાયા

રતનપુર બૉર્ડર પર હજારો શ્રમિકો ફસાયા

01 April, 2020 12:22 PM IST | Ratanpur
Agencies

રતનપુર બૉર્ડર પર હજારો શ્રમિકો ફસાયા

શ્રમિકો

શ્રમિકો


ગુજરાતમાં કોરોના વાઇરસનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે ગુજરાતમાં રહેલા બીજાં રાજ્યોના શ્રમજીવીઓએ પોતાના વતનની વાટ પકડી છે. આજે એક ગુજરાતી તરીકે તમામ લોકોને ગર્વ થાય એવા એક સમાચાર મળી રહ્યા છે. આખા દેશમાં પીએમ મોદીએ કોરોના વાઇરસના કારણે લૉકડાઉન કર્યું છે. ત્યારે તમામ રાજ્યોની સરકારે પોતપોતાની બૉર્ડર સીલ કરી છે. આવી હાલતમાં બીજાં રાજ્યોના શ્રમિકોની હાલત કફોડી બની છે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચાલી રહેલી વૈશ્વિક મહામારીની કફોડી હાલતમાં મજબૂરીમાં પગપાળા વતન જનાર શ્રમિકોની હાલત પણ ખરાબ થઈ ગઈ છે. રાજસ્થાન-ગુજરાત બન્નેએ આશરો ન આપતા હાલ શ્રમિકોની હાલત રામભરોસે છે. આજે ૧૫૦૦ શ્રમિકોએ શામળાજી ચેકપોસ્ટ પર હલ્લાબોલ કર્યો હતો. વતન ગયેલા શ્રમિકોને રાજસ્થાન સરકાર શામળાજી મૂકી ગઈ હતી. ત્યારે હવે અરવલ્લી કલેક્ટર, આઇજી સહિતે કાર્યવાહી હાથ ધરી છે.



ગુજરાતમાંથી રાજસ્થાનના ઉદેપુર સુધી પગપાળા જતા લોકોને રાજસ્થાન પોલીસ બૉર્ડર પર પાછા મૂકી ગઈ છે. બન્ને રાજ્યો અને રાજ્ય સરકારની રણનીતિના કારણે હજારો લોકો અટવાયા છે. આ અંગે ગાંધીનગર આઇજી અને રાજસ્થાનના અધિકારીઓ વચ્ચે મંત્રણા પણ થઈ હતી તેમ છતાં કોઈ સમાધાન આવ્યું નહોતું. કેન્દ્ર સરકારની ગાઇડલાઇનનું કડકાઈપૂર્વક પાલન કરવા માટેના આદેશ છે, જેના કારણે રાજ્યોની બૉર્ડર પર હાલ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના લોકો અટવાયા છે. જોકે આ સંવેદનશીલ મામલામાં આખરે ગુજરાત સરકારે આ લોકોને અરવલ્લીમાં રાખવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી પ્રમાણે આ લોકોને અરવલ્લીના જ શેલ્ટર હાઉસમાં જ રખાશે.


Whatsapp-channel Whatsapp-channel

01 April, 2020 12:22 PM IST | Ratanpur | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK