Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Video:ચૂંટણી સભામાં હાર્દિક પટેલ પર થઈ લાફાવાળી

Video:ચૂંટણી સભામાં હાર્દિક પટેલ પર થઈ લાફાવાળી

19 April, 2019 11:42 AM IST |

Video:ચૂંટણી સભામાં હાર્દિક પટેલ પર થઈ લાફાવાળી

Video:ચૂંટણી સભામાં હાર્દિક પટેલ પર થઈ લાફાવાળી



સુરેન્દ્રનગરમાં પ્રચાર દરમિયાન હાર્દિક પટેલ પર હુમલો થવાની ઘટના સામે આવી છે. હાર્દિક પટેલ વઢવાણમાં પ્રચાર દરમિયાન જનસભા કરી રહ્યા હતા ત્યારે જ એક વ્યક્તિએ સ્ટેજ પર ચડીને તેન લાફો મારી દીધો. જે બાદ હાર્દિકની સભામાં મારામારી પણ થઈ. હાર્દિક પટેલનો આરોપ છે કે આ હુમલો ભાજપે કરાવ્યો છે.




મળતી માહિતી પ્રમાણે હાર્દિક પટેલ વઢવાણના બદલાણા ગામે કોંગ્રેસના ઉમેદવાર સોમા પટેલ માટે પ્રચાર કરી રહ્યા હતા. હાર્દિક પટેલ જન આક્રોશ સભાને સંબોધન કરી રહ્યા હતા. ત્યારે જ એક વ્યક્તિ સ્ટેજ પર ચડ્યો અને હાર્દિકને લાફો મારી દીધો. હાર્દિક કંઈ સમજે તે પહેલા જ આખી ઘટના બની ગઈ.

બાદમાં હાર્દિક પર હુમલો કરનાર વ્યક્તિને સભામાં હાજર લોકોએ માર માર્યો હતો. પોલીસે ભારે જહેમત બાદ ટોળા વચ્ચેથી હાર્દિક પટેલ પર હુમલો કરનાર વ્યક્તિને બચાવી લીધો.


હાર્દિકનો આરોપ મને મારી નાખવાનું કાવતરું

હુમલા બાદ મીડિયા સાથે વાતચીત દરમિયાન હાર્દિક પટેલે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે. હાર્દિકે હુમલા પાછળ ભાજપનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. હાર્દિકે મીડિયા સાથે વાત કરવા દરમિયાન કહ્યું કે ભાજપ સિવાયની કોઈ વ્યક્તિ હોત તો વિરોધ કર્યો હોત, કાળા ઝંડા ફરકાવ્યા હોત પરંતુ આ હુમલો થયો છે, એનો મતલબ તેની પાછળ ભાજપનો હાથ છે.

Whatsapp-channel Whatsapp-channel

19 April, 2019 11:42 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK