Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજકેટની તારીખોમાં ફરી ફેરફારઃ 23 એપ્રિલે લેવાશે પરીક્ષા

ગુજકેટની તારીખોમાં ફરી ફેરફારઃ 23 એપ્રિલે લેવાશે પરીક્ષા

21 January, 2019 07:42 PM IST |

ગુજકેટની તારીખોમાં ફરી ફેરફારઃ 23 એપ્રિલે લેવાશે પરીક્ષા

ગુજકેટની તારીખોમાં ફરી થયો ફેરફાર

ગુજકેટની તારીખોમાં ફરી થયો ફેરફાર


ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ દ્રારા ગુજકેટ (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) ની પરીક્ષાની તારીખ ફરીથી બદલવામાં આવી છે. ગુજકેટ 2019 પરીક્ષા હવે 4 એપ્રિલના બદલે 23 એપ્રિલ 2019ના રોજ લેવાશે. ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડના અધિકારીના કહેવા પ્રમાણે આ સમયે સીબીએસઇની પરીક્ષા હોવાના કારણે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 30 માર્ચ 2019ના રોજ ગુજકેટની પરીક્ષા યોજાવાની હતી.

gujcet



ગુજરાત શિક્ષણ બોર્ડનો પરિપત્ર


ગુજકેટ 2019ની પરીક્ષા કુલ ત્રણ ભાષામાં લેવામાં આવશે. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષામાં પરીક્ષા લેવાશે. આ પરીક્ષા ઓફ-લાઇન લેવામાં આવશે. ગુજકેટમાં પરીક્ષાના ફોર્મ ભરવા માટેની માહિતી આ પ્રમાણે છે.

ગુજકેટ 2019ની મહત્વની તારીખો

ઑનલાઈન ફોર્મ મેળવવાનો અંતિમ દિવસ     ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયા સુધી

પરીક્ષા માટે અરજી કરવાનો છેલ્લો દિવસ      માર્ચના અંતિમ અઠવાડિયા સુધી

એડમિટ કાર્ડ મળવાનો સમય                   એપ્રિલના બીજા અઠવાડિયા સુધીમાં

પરીક્ષાની તારીખ                               23 એપ્રિલ 2019

પરીક્ષાનું પરીણામ                              મે 2019ના બીજા અઠવાડિયાના અંત સુધીમાં


Whatsapp-channel Whatsapp-channel

21 January, 2019 07:42 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK