Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સવિતાબેનની ગુજરાત ચૂંટણીમાં જીત પરંતુ મોત સામે થઈ હાર

સવિતાબેનની ગુજરાત ચૂંટણીમાં જીત પરંતુ મોત સામે થઈ હાર

22 December, 2012 10:47 AM IST |

સવિતાબેનની ગુજરાત ચૂંટણીમાં જીત પરંતુ મોત સામે થઈ હાર

સવિતાબેનની ગુજરાત ચૂંટણીમાં જીત પરંતુ મોત સામે થઈ હાર





પોતાના હરીફ ઉમેદવારથી ૧૧,૨૮૯ વોટથી જીતનારાં પંચમહાલ જિલ્લાની મોરવા-હડફ બેઠકનાં કૉન્ગ્રેસનાં વિજેતા સવિતાબહેન ખાંટ વિધાનસભામાં હાજરી આપે એ પહેલાં જ ગઈ કાલે તેમનું બ્રેઇન હૅમરેજને કારણે અવસાન થયું હતું. પંચમહાલ જિલ્લાના દાહોદ તાલુકાનાં વતની સવિતા ગુરુવારે મત ગણતરી પછી જીતી જતાં પોતાના વિજય સરઘસમાં જોડાયાં હતાં.



જીત બાદ આવ્યો હતો અટૅક


ચાલુ વિજય સરઘસે તેમને હાર્ટ-અટૅક આવતાં તેમને વડોદરાની સિવિલ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં, જ્યાં ગઈ કાલે સવારે બીજો હાર્ટ-અટૅક આવતાં તેમનું બ્રેઇન હૅમરેજ થયું અને તેમનું નિધન થયું. સવિતાનું મૃત્યુ થતાં હવે મોરવા-હડફ બેઠક માટે આવતા છ મહિનામાં પેટા ચૂંટણી કરવામાં આવશે. તેમના મૃત્યુ સાથે જ ગુજરાત વિધાનસભા ફરી ખંડિત થઈ છે અને કુલ સભ્યોની સંખ્યા ૧૮૨થી ઘટીને ૧૮૧ થઈ ગઈ છે.


અન્ય પેટા ચૂંટણીઓ પણ આવશે


ગુજરાત વિધાનસભાના ઇલેક્શન માટે ગુજરાત કૉન્ગ્રેસે રાજકોટ, પોરબંદર અને સુરેન્દ્રનગર એમ ત્રણ જિલ્લાના સંસદસભ્યને પણ મેદાનમાં ઉતાર્યા હતા; જેમાંથી પોરબંદરના સંસદસભ્ય વિઠલ રાદડિયા અને સુરેન્દ્રનગરના સંસદસભ્ય સોમાભાઈ ગાંડાભાઈ પટેલ ધારાસભ્ય બન્યા છે, જ્યારે રાજકોટના સંસદસભ્ય કુંવરજી બાવળિયા હારી ગયા છે. ગુજરાતમાં કૉન્ગ્રેસની સરકાર નહીં બની હોવાથી શક્યતા એવી છે કે વિઠ્ઠલભાઈ અને સોમાભાઈ પોતાનું સંસદસભ્યપદ ચાલુ રાખશે અને વિધાનસભ્ય તરીકે રાજીનામું આપી દેશે. જો એવું થયું તો આવતા છ મહિનામાં મોરવા-હડફની સાથે ધોરાજી અને સુરેન્દ્રનગરની લિંબડી બેઠક એમ કુલ ૩ બેઠકની પેટા ચૂંટણીઓ થશે.


Whatsapp-channel Whatsapp-channel

22 December, 2012 10:47 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK