અનિલ અંબાણીએ સાફ કર્યો ચર્ચગેટની આસપાસનો વિસ્તાર
અનિલ અંબાણીએ આ કાર્યમાં જોડાવા માટે મૅરી કૉમ, અમિતાભ બચ્ચન અને સાનિયા મિર્ઝાને હાકલ કરી છે. ગયા સપ્તાહમાં મોદીએ આ અભિયાન શરૂ કરીને અનિલ અંબાણી, સચિન તેન્ડુલકર, સલમાન ખાન અને પ્રિયંકા ચોપડા સહિત નવ વ્યક્તિને આ ઝુંબેશમાં જોડાવાનો અનુરોધ કર્યો હતો. આ નવ વ્યક્તિ જોડાયા બાદ અન્ય નવ વ્યક્તિને હાકલ કરે એમ તેમણે કહ્યું હતું.
અનિલ અંબાણીએ કટારલેખિકા શોભા ડે, પત્રકાર શેખર ગુપ્તા, ગીતકાર પ્રસૂન જોશી, ફિલ્મસ્ટાર હૃતિક રોશન, તેલુગુ સુપરસ્ટાર નાગાર્જુન તથા રનર્સ ક્લબ ઑફ ઇન્ડિયાને પણ અનુરોધ કર્યો હતો.
અનિલ અંબાણીના આ પ્રયાસની પ્રતિક્રિયા આપતાં નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું હતું કે મિત્રો સાથે ચર્ચગેટ સ્ટેશનની આસપાસના વિસ્તારની સફાઈ કરવાનો શ્રી અનિલ અંબાણીનો પ્રયાસ સરસ હતો.

