ગાયની ચોરી અને એ પણ સ્કૉર્પિયો કારમાં

Published: 20th August, 2012 05:13 IST

માન્યામાં ન આવે એવી ચોરી અમદાવાદના બાપુનગર વિસ્તારમાં થઈ હતી. બાપુનગરમાં આવેલી રાધારમણનગર ચાલમાં રહેતા કાનજીભાઈ રબારીના ઘરમાંથી ગઈ કાલે સ્કૉર્પિયોમાં બે અજાણ્યા શખ્સો આવીને નીચે વાડામાં બાંધેલી ત્રણ ગાયોને ઇન્જેક્શન મારી બેહોશ કરીને સ્કૉર્પિયોમાં ભરીને ભાગી છૂટ્યાં હતા.

જોકે ભાગતી વખતે એક ગાયે ભાંભરવા માંડતાં આજુબાજુના લોકો ભેગા થઈ ગયા એટલે ચોથી ગાયને પડતી મૂકીને એ લોકો ભાગ્યા, પણ સ્કૉર્પિયો કાર અમરાઈવાડી પાસે પહોંચી ત્યારે સ્થાનિક પોલીસે ચેકિંગ માટે કાર ઊભી રખાવી. એક કારમાં ત્રણ ગાયો જોઈને પોલીસ મૂંઝાઈ ગઈ હતી. ડ્રાઇવર પોલીસને સમજાવવાનો પ્રયાસ કરતો હતો ત્યાં તો પાછળ દોડી આવેલા લોકો સ્કૉર્પિયો સુધી પહોંચી ગયા હતા તેમણે અમરાઈવાડી વિસ્તારમાં જ બન્નેને પકડી પાડ્યા હતા અને ભેગા થયેલા માલધારીઓએ બન્ને ચોરને બેફામ માર માર્યો હતો.

 

સ્કૉર્પિયોમાંથી ગાયોને કાઢવા માટે એટલી તકલીફ પડી હતી કે નાછૂટકે કારના દરવાજા અને સીટ તોડવાં પડ્યાં હતાં. જે ગાય ચોરોએ ૧૦ મિનિટમાં સ્કૉર્પિયોમાં ભરી હતી એને બહાર કાઢવાનું કામ લગભગ અઢી કલાક ચાલ્યું હતું.

Loading...
 

સંબંધિત સમાચાર

 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK