કૉંગ્રેસ ગરીબી હટાવી ન શકી, હવે જુઠા વાયદાઓ કરે છે : વિજય રૂપાણી
વિજય રૂપાણી
લોકસભાની ચૂંટણીને લઈને સમગ્ર ભારતમાં પ્રચાર શરૂ થઈ ગયો છે ત્યારે સાબરકાંઠા લોકસભાની બેઠક જીતવા માટે હિંમતનરમાં વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠાના ઉમેદવાર દિપસિંહ રાઠોડ સહિત જીલ્લાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રૂપાણીએ કૉંગ્રેસ પર આકરાં પ્રહારો કર્યા હતા.
રૂપાણીએ કહ્યું કે, પંચાવન વર્ષોમાં કૉંગ્રેસ ગરીબી હટાવી ન શકી તો અને હવે જુઠા વાયદા કરી રહ્યા છે, માત્ર વોટ મેળવવા માટે જુઠા વચનો આપી રહ્યાં છે. ૭૨ હજારની વાત કરી એ જૂઠું જ બોલે છે નરેન્દ્ર મોદીએ અનેક યોજનાઓ ગરીબો માટે શરૂ કરી છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી ૨૦૧૯ને લઈને ગરીબો માટે મોટી જાહેરાત કરી હતી.
આ પણ વાંચો : અમદાવાદમાં અમિત શાહના પ્રચાર માટે યોગી આદિત્યનાથની જાહેરસભા
સાબરકાંઠાના હિંમતનર ખાતે વિજય સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.


