Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બૉયફ્રેન્ડે ગિફ્ટમાં ગર્લફ્રેન્ડને આપ્યો 68 લાખનો કિંમતનો દરિયો

બૉયફ્રેન્ડે ગિફ્ટમાં ગર્લફ્રેન્ડને આપ્યો 68 લાખનો કિંમતનો દરિયો

04 June, 2019 09:05 AM IST | ચીન

બૉયફ્રેન્ડે ગિફ્ટમાં ગર્લફ્રેન્ડને આપ્યો 68 લાખનો કિંમતનો દરિયો

બૉયફ્રેન્ડે  ગિફ્ટમાં ગર્લફ્રેન્ડને આપ્યો 68 લાખનો કિંમતનો દરિયો


થોડા દિવસ પહેલાં એક ચાઇનીઝ મહિલાએ સોશ્યલ મીડિયા પર પોતાને મળેલી અનોખી ગિફ્ટની વાત સોશ્યલ મીડિયામાં શૅર કરતાં‌ તેની ગિફ્ટ જોઈને લોકોમાં જબરું આશ્ચર્ય જાગ્યું છે. વાત એમ છે કે ચીનમાં ૨૦ મેએ વાર્ષિક રોમૅન્ટિક ડે મનાવાય છે જેને સ્થાનિકો ચાઇનીઝ વૅલેન્ટાઇન્સ ડે પણ કહે છે.

ocean piece



પ્રેમના આ દિવસે સ્વાભાવિકપણે છોકરીઓને બૉયફ્રેન્ડ તરફથી કોઈક રોમૅન્ટિક ગિફ્ટ મળશે એવી આશા હોય છે. આ બહેનને બૉયફ્રેન્ડ તરફથી શૅનડૉન્ગ પ્રાંતમાં આવેલા ચેન્યુશાન ટાપુ પાસેનો ૨૧૦ હેક્ટરનો ખુલ્લો દરિયાનો ટુકડો ભેટ મળ્યો હતો. તેના બૉયફ્રેન્ડે આ દરિયો એક ફિશ ફાર્મિંગ કંપની પાસેથી ઑનલાઇન ઑક્શનમાં ખરીદ્યો હતો. ઝેન્ગ નામના ભાઈએ તેની ગર્લફ્રેન્ડને આ દરિયાનો ટુકડો ભેટ આપવા માટે ૬,૮૨,૬૬૨ યુઆન એટલે કે લગભગ ૬૮ લાખ રૂપિયાથી વધુ રકમ ચૂકવી હતી.


આ પણ વાંચોઃ આ બહેન છીંક ખાય, નાક સાફ કરતાં હોય એવો એક વિડિયો વેચાય છે 8750 રૂપિયામાં

ઑક્શનમાં જે બોલી લગાવવામાં આવી એનો સ્ક્રીનશૉટ લઈને ગર્લફ્રેન્ડે સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. સોશ્યલ મીડિયામાં કેટલાક લોકોએ વાત ઉડાડી હતી કે આ તો બૉયફ્રેન્ડે તેની ભોળી ગર્લફ્રેન્ડને ભોટ બનાવવા માટે ઊભું કરેલું કારનામું જ હશે. જોકે બીજિંગના ઝૅન્ગ શિનિન નામના એક વકીલસાહેબનું કહેવું છે કે બૉયફ્રેન્ડે જે દસ્તાવેજ રજૂ કર્યા છે એ સાચા અને ચાઇનીઝ કાયદા મુજબ એટલો દરિયાનો ટુકડો ખરેખર તેની માલિકીનો ગણાશે.


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2019 09:05 AM IST | ચીન

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK