પ્રખ્યાત કૅફેની કૉફીમાં ક્રશ થયેલો વંદા, કેકમાં મરેલા મચ્છર નીકળતાં હાહાકાર

Published: Aug 15, 2019, 08:40 IST | અમદાવાદ

અમદાવાદની પ્રખ્યાત બ્રૅન્ડ ધ ગ્રાન્ડ ભગવતીની બેકરી ઍન્ડ કૅફેમાં કૉફીમાંથી ક્રશ થયેલો વંદા નીકળ્યો છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

અમદાવાદની પ્રખ્યાત બ્રૅન્ડ ધ ગ્રાન્ડ ભગવતીની બેકરી ઍન્ડ કૅફેમાં કૉફીમાંથી ક્રશ થયેલો વંદા નીકળ્યો છે. ટીજીબીની વસ્ત્રાપુરમાં આવેલી સરદાર સેન્ટર બ્રાન્ચમાં મંગળવારે મોડી સાંજે પત્રકાર દંપતી કૉફી પીવા ગયું હતું ત્યારે આ ઘટના સામે આવી છે જે માટે કૅફેના મૅનેજરે આ ભૂલ સ્વીકારી માણસોથી ભૂલ થઈ ગઈ એવો બચાવ કર્યો હતો.

કૅફેમાં જનાર મહિલાએ કહ્યું કે ‘રસ્તા પર મળતી કૉફી ગંદી હશે એવું માની આપણે સારી બ્રૅન્ડના સ્ટોરમાં જતા હોઈએ છીએ, પણ મંગળવારે મારી સાથે એવી ઘટના બની કે અમે કૉફી અને કેક મંગાવી હતી. મેં થોડી કૉફી પીધા પછી મને લાગ્યું કંઈક ખરાબ છે તો તરત જ જોયું ત્યાં કૉફીમાંથી ક્રશ થયેલા વંદાના અવશેષો મળ્યા. જ્યારે એક કેકમાંથી મરેલા મચ્છરો પણ દેખાયા છે.’

આ પણ વાંચો : ગુજરાતનું એક ગામ જ્યાં દરેક ઘરના લોકો કરે છે દેશ સેવા

આ ઘટના બાદ ટીજીબી કૅફેના મૅનેજરે ગ્રાહકના હાથમાંથી કૉફી લઈ ફેંકવાનો પ્રયત્ન કર્યો હતો જેથી સમગ્ર મામલો દબાવી શકાય, પરંતુ એવું શક્ય બન્યું નહોતું. પાણીપૂરીવાળાઓને ઍપ્રન અને હાથમોજાં ન પહેર્યાં હોય તો તાત્કાલિક દંડ કરનારા એએમસીના અધિકારીઓ હાલ ક્યાં ખોવાઈ ગયા છે? મોટી બ્રૅન્ડ કોઈ પણ વસ્તુ ખરાબ ખવડાવી દે તો પણ ઍક્શન નહીં લેવાની એવું અધિકારીઓએ પ્રણ લીધું હોય એવું આ ઘટના બાદ દેખાઈ રહ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK