શ્રાવણમાં સોમનાથ મહાદેવનાં ચાર કરોડ શ્રદ્ધાળુઓએ ડિજિટલ દર્શન કર્યાં
સોમનાથ
શ્રાવણ પર્યંત સોમનાથ મહાદેવ સોશ્યલ મીડિયા પર પણ છવાયા હતા. શ્રાવણ દરમ્યાન વિશેષ શૃંગારના ફોટોગ્રાફ્સ, આરતીના ક્લિપિંગ્સ ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, હેગલ્લો ઍપ વગેરે પર નિયમિત રીતે શ્રી સોમનાથ ટ્રસ્ટની સોશ્યલ ટીમ દ્વારા મૂકવામાં આવતા હતા. આ વર્ષે ફેસબુકની વાત કરીએ તો ૨૦૧૮માં ૧.૪૦ (એક કરોડ ચાલીસ લાખ) દેશ-વિદેશના ભક્તોએ ડિજિટલ દર્શનનો લહાવો લીધો હતો. આ વર્ષે ૨૦૧૯માં ૪.૦૭ કરોડ રેકૉર્ડબ્રેક શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં છે. ભક્તોના માનવ સમુદાયની વાત કરીએ તો યુનાઇટેડ સ્ટેટ્સમાં ૮૬,૦૦૨, નેપાલમાં ૭૭,૨૫૦, આરબ અમીરાતમાં ૫૪,૭૭૨, કૅનેડામાં ૨૫,૭૯૪, સાઉદી અરેબિયામાં ૪૦,૮૪૦, ઑસ્ટ્રેલિયામાં ૧૯,૮૨૩, પાકિસ્તાનમાં ૧૩,૩૪૦. કૅપિટલ શહેરોમાંના ભક્તોની સંખ્યા જોઈએ તો દિલ્હીમાં ૧૦.૭૨ લાખ, અમદાવાદમાંથી ૬.૯૭ લાખ, મુંબઈના ૬.૫૩ લાખ, સુરતમાં ૬.૧૨ લાખ, ક્રમશઃ ભક્તોએ જોડાઈ સોશ્યલ મીડિયા પર અવ્વલ ક્રમાંક પ્રાપ્ત કરાવ્યો હતો.
આ પણ વાંચો : આજથી ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ADVERTISEMENT
ડિજિટલ સેવાના માધ્યમથી ટ્રસ્ટના સોશ્યલ મીડિયાનાં માધ્યમો દ્વારા શ્રાવણ માસ દરમ્યાન ૪૬ દેશોમાં ૪.૦૭ કરોડ ભક્તોએ ભગવાન સોમનાથનાં દર્શન કર્યાં તેમ જ શ્રાવણના વિશેષ શૃંગારનાં અભિનંદન પાઠવ્યાં હતાં. ટ્વિટરની વાત કરીએ તો ૨૦૧૮માં ૪.૮૭ લાખ પ્રભાવિત (ઇમ્પ્રેસ) થયા હતા, જે ૨૦૧૯માં ૨૨.૬૨ લાખ થયા છે. ઇન્સ્ટાગ્રામમાં ૨૦૧૮માં ૩૦,૦૦૦ ભક્તોએ શ્રાવણ દરમ્યાન દર્શન કર્યાં જે ૨૦૧૯માં ૩૬.૬૬ લાખ થયા છે.


