Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


તો ચાલો જોઈએ કે આ વર્ષે આ સેલેબ્સ કેવી રીતે કરી રહ્યા છે નાતાલની ઉજવણી. (તસવીર: મિડ-ડે)

બૉલિવૂડના આ સેલેબ્સ દ્વારા શાનદાર હાઉસ પાર્ટી સાથે ક્રિસમસની ઉજવણી, જુઓ તસવીરો

નાતાલ 2025 ની ઉજવણી શરૂ થઈ ગઈ છે, જેમાં બૉલિવૂડ સેલેબ્સ આ તહેવારને સંપૂર્ણ ઉત્સાહથી ઉજવતા જોવા મળ્યા હતા. પરિવાર સાથે સેલિબ્રેશન અને પાર્ટીઓથી લઈને ભવ્ય સજાવટ અને સ્ટાઇલિશ ફેસ્ટિવલ આઉટફિટ સુધી, સ્ટાર્સ રજાના મૂડમાં જોવા મળ્યા છે. તો ચાલો જોઈએ કે આ વર્ષે આ સેલેબ્સ કેવી રીતે કરી રહ્યા છે નાતાલની ઉજવણી. (તસવીર: મિડ-ડે)

25 December, 2025 08:30 IST |

Read More

પીએમ નરેન્દ્ર મોદીનું ક્રિસમસ સેલિબ્રેશન, દિલ્હીના ચર્ચમાં કરી પ્રેયર (તસવીર સૌજન્યઃ એક્સ)

નાતાલની ભાવના આપણા સમાજમાં સંવાદિતા અને સદ્ભાવનાને પ્રેરણા આપેઃ પીએમ મોદી

આજે દેશભરમાં નાતાલ (Christmas 2025) ની ઉજવણી થઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ ગુરુવારે દિલ્હી (Delhi) અને ઉત્તર ભારતના ખ્રિસ્તીઓના વિશાળ મંડળ સાથે અહીંના કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશન (Cathedral Church of the Redemption) ખાતે નાતાલની સવારની સેવામાં હાજરી આપી હતી. (તસવીરોઃ એક્સ)

25 December, 2025 02:15 IST |

Read More

ન્યુટ્રિશનિસ્ટ કેજલ શેઠ પાસેથી જાણીએ આ હેલ્ધી ક્રિસમસ ટ્રીટ્સની રેસિપીઝ

આજે ઘરે આ હેલ્ધી ક્રિસમસ ટ્રીટ્સ ટ્રાય કરો

ક્રિસમસ આપણે ઊજવીએ કે નહીં પણ એ દિવસે કેક, કુકીઝ, સૅન્ડવિચ જેવી બેકરી પ્રોડક્ટ ખાવાની ઇચ્છા થઈ જ આવે. ઘણાં ઘરોમાં બાળકોની મજા માટે પણ ક્રિસમસ-પાર્ટી થતી હોય છે. ત્યારે ઘરે આ અતિ સુંદર દેખાતી, ખૂબ સરળતાથી બનતી અને એકદમ હેલ્ધી એવી ક્રિસમસ ટ્રીટ્સ બનાવી શકાય છે. એ એટલી જ ટેસ્ટી પણ બને છે અને પ્રેઝન્ટેબલ હોવાને કારણે લોકો ખુશી-ખુશી એ ખાશે. ન્યુટ્રિશનિસ્ટ કેજલ શેઠ પાસેથી જાણીએ આ હેલ્ધી ક્રિસમસ ટ્રીટ્સની રેસિપીઝ. (શબ્દાંકનઃ જિગીષા જૈન)

25 December, 2025 11:15 IST |

Read More

ગ્લોરિયા ચર્ચ, ભાયખલા (તસવીર- આશિષ રાજે)

ક્રિસમસ નિમિત્તે મુંબઈનાં ચર્ચ ઝળાહળા...જોઈ લો તસવીરો

ક્રિસમસ આવતાં જ મુંબઈનાં ચર્ચો અને ખ્રિસ્તીવસ્તી ધરાવતી શેરીઓ ઝળાહળા થવા માંડી છે. ઠેરઠેર લાઇટ્સનો શણગાર જોવા મળી રહ્યો છે. (તસવીરો- મિડ-ડેના ફોટોગ્રાફર્સ)

24 December, 2025 12:39 IST |

Read More

બૉલીવુડ સ્ટાર્સને ક્રિસમસ ફીવર

ફિલ્મી સિતારાઓએ ઘરને ક્રિસમસ ડેકોરેશનથી સજાવ્યાં, ફેસ્ટિવ લુક પર કરો નજર

બૉલીવુડ સિતારાઓએ ક્રિસમસની ઉજવણી કરી છે. કેટલાંકે તો આ તહેવારોની મોસમ માટે તેમના ઘરને પણ સજાવ્યું છે. ભૂમિ પેડનેકર, ડાયના પેન્ટીથી લઈને અલાયા એફ સુધી સૌ પોતપોતાની રીતે ક્રિસમસ સેલિબ્રેટ કરતાં જોવા મળ્યા.

25 December, 2024 02:27 IST |

Read More

મુંબઈનાં ચર્ચમાં નાતાલની પૂર્વસંધ્યાએ ઉજવણી કરાઇ (તમામ તસવીરો- શાદાબ ખાન)

નાતાલની પૂર્વસંધ્યાએ મુંબઈ ઝળહળી ઊઠ્યું- જુઓ તસવીરો

મુંબઈના ખ્રિસ્તી સમુદાય દ્વારા નાતાલની પૂર્વસંધ્યાએ ભેગા થઈને ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, નાતાલના પર્વનો પ્રારંભ શાનદાર ઉજવવા કોઈ કસર બાકી રખાઇ નહોતી. (તમામ તસવીરો- શાદાબ ખાન)

25 December, 2024 07:53 IST |

Read More

વડા પ્રધાન મોદી અને તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ કે સ્ટાલિને કરી નાતાલની ઉજવણી (તસવીરો: મિડ-ડે)

ક્રિસમસ 2024: PM નરેન્દ્ર મોદી સહિત બીજા નેતાઓએ કરી નાતાલની ઉજવણી, જુઓ તસવીરો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને અનેક રાજકીય નેતાઓએ દેશમાં આયોજિત પ્રી-ક્રિસમસ કાર્યક્રમોમાં હાજરી આપીને નાતાલની ઉજવણીમાં સામેલ થયા હતા. આ ઉજવણીમાં સામેલ થઈને આ નેતાઓ લોકો સાથે વાતચીત કરતા, તહેવારોની પરંપરાઓમાં જોડાતા અને સદ્ભાવનાના સંદેશાઓ આપતા જોવા મળ્યા હતા. (તસવીરો: મિડ-ડે)

24 December, 2024 08:20 IST |

Read More

કાંદિવલી બાળાશ્રમમાં હેલોવીન પાર્ટી

કાંદિવલી બાળાશ્રમમાં ઉજવાઈ ક્રિસમસ હેલોવીન પાર્ટી, બાળકોના ક્યૂટ ડ્રેસ જોવા જેવા

ક્રિસમસનો તહેવાર નજીક હોઈ ઠેરઠેર તેની ઉજવણીઓ શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં જ કાંદિવલીનાં બાળાશ્રમમાં શ્રી હાલાઈ લોહાણા મહાજન મુંબઈની ચિલ્ડ્રન સમિતિએ ક્રિસમસ હેલોવીન પાર્ટીનું જબરદસ્ત આયોજન કર્યું હતું. આવો, આ ઉજવણીની મજા માણીએ તસવીરોમાં

23 December, 2024 12:26 IST |

Read More

આલિયા ભટ્ટે શૅર કરેલી તસવીરોનો કૉલાજ

Alia Bhatt Christmas Celebration: પતિ રણબીર સાથે થઈ રોમેન્ટિક, જુઓ તસવીરો

Alia Bhatt Christmas Celebration: આલિયા ભટ્ટે ક્રિસમસ સેલિબ્રેશનની કેટલીક તસવીરો શૅર કરી છે, જેમાં તે પોતાના પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી કરતી જોવા મળે છે.

25 December, 2023 05:33 IST |

Read More

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે દીકરી રાહાની પહેલી ઝલક (તસવીર સૌજન્ય પલ્લવ પાલિવાલ)

ક્રિસમસ પર આલિયાની ચાહકોને મોટી ભેટ, બતાવ્યો દીકરી રાહાનો ચહેરો

બૉલિવૂડ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સતત કોઈક ને કોઇક કારણસર ચર્ચામાં રહે છે. પણ આ વખતે તેઓ ચર્ચામાં છે તેનું કારણ રણબીર કપૂર કે આલિયા ભટ્ટ નહીં પણ તેમની દીકરી રાહા છે. રાહાના જન્મ પછી કપૂર પરિવારે મીડિયાને રિક્વેસ્ટ કરી હતી કે દીકરી રાહાનો ચહેરો પબ્લિકલી જાહેર ન કરે. પરંતુ આ ક્રિસમસ પર તેઓ પહેલી વાર દીકરી રાહા સાથે મીડિયા સામે આવ્યા. તસવીરોમાં જુઓ તેમની ઝલક...

25 December, 2023 03:15 IST |

Read More

ક્રિસમસની ઉજવણીમાં વ્યસ્ત બોલિવૂડ સેલેબ્સ

Christmas 2023: અનન્યા પાંડેથી લઈને ડાયના પેન્ટીનો ક્રિસમસ સેલિબ્રેશન મૂડ!

Christmas 2023: બોલિવૂડ સ્ટાર્સ હાલ ક્રિસમસના મૂડમાં જોવા મળી રહ્યા છે. બી-ટાઉનની કેટલીક હસ્તીઓએ ક્રિસમસની ઉજવણી કરી હતી. આ ઉજવણીની ઝલક તેઓએ સોશિયલ મીડિયા પર શૅર કરી હતી.

25 December, 2023 11:20 IST |

Read More

લોકો બાંદરાની મુલાકાત લેતા જોવા મળ્યા હતા, જ્યાં ક્રિસમસ માટે સુંદર સજાવટ કરવામાં આવી છે. તસવીરો: શાદાબ ખાન અને અતુલ કાંબલે

Photos: ક્રિસમસની પૂર્વ સંધ્યાએ બાંદરા અને ગેટવે ઑફ ઈન્ડિયા પર લોકોની મોટી ભીડ

ક્રિસમસની પૂર્વસંધ્યાએ બાંદરા સહિત મુંબઈના કોલાબામાં આઇકોનિક ગેટવે ઑફ ઇન્ડિયા પર વાઇબ્રન્ટ દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં મુંબઈગરા અને મુલાકાતીઓની ભીડ એકત્ર થતી જોવા મળી હતી. તસવીરો: અતુલ કાંબલે અને શાદાબ ખાન

24 December, 2023 08:53 IST |

Read More

ક્રિસમસ થીમ કિટી પાર્ટીમાં જલસા કરી રહેલું STMBPS કિટી ગ્રુપ

Kitty Vibes : ક્રિસમસમાં બાળક બની બાળકોની જેમ જલસા કર્યા આ કિટી ગ્રુપે

ઘરના કામમાં અને પરિવારની જવાબદારીઓમાં વ્યસ્ત રહેતી ગૃહિણીઓ ભાગ્યે જ પોતાના માટે સમય કાઢતી હોય છે. આ ગૃહિણીઓ પોતાના વ્યસ્ત જીવનમાંથી પોતાની સહેલીઓ માટે થોડોક સમય કાઢીને જલસો કરે તેનું નામ ‘કિટી પાર્ટી’. ખાણી-પીણી અને ગેમ્સની મોજ-મજા એટલે મહિલાઓની ‘કિટી પાર્ટી’. દર મહિને કે પખવાડિયે થતી ‘કિટી પાર્ટી’ મહિલાઓનાં જીવનમાં એક નવી તાજગી ઉમેરે છે. હવે તો દરેક સોસાયટીનું, સમાજનું, ફૅમેલીનું ગ્રુપ બનાવીને કિટી પાર્ટી થતી હોય છે. અવનવી થીમ અને રંગબેરંગી કૉસ્ચ્યુમ્સ સાથેની કિટી તો મહિલઓમાં બહુ લોકપ્રિય છે. મહિલાઓની કિટી પાર્ટીમાં મોજ-મજાને મસ્તીની સાથે ઘણું બધું નવું હોય છે. એમાંય તેમનું માનવું તો એવું છે કે, ‘What happens in Kitty stays in Kitty’. ભલે કિટીમાં શું વાતો થાય છે એ ન જાણી શકીએ પણ ખરેખર મહિલાઓની કિટીમાં શું થાય છે એની ઝાંખી આપવા માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે ‘Kitty Vibes’. મહિનાના દર શનિવારે અમે તમને જણાવીશું ‘કિટી પાર્ટી’ની અનોખી કહાનીઓ. આજે જોઈએ ‘શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ’ (STMBPS)ની મહિલાઓની કિટી પાર્ટીનો જલસો. (ખાસ નોંધ જો તમે પણ કિટી પાર્ટી કરતાં હો કે કોઈ કિટી ગ્રુપનો ભાગ હો તો અમારા સુધી પહોંચાડો તમારી માહિતી. તમારા કૉન્ટેક્ટ નંબર સાથે વિગતો મોકલી આપો gmddigital@mid-day.com અમે પ્રકાશિત કરીશું તમારી કિટીની કહાની.)

23 December, 2023 03:30 IST |

Read More

સૅન્ટા ક્લૉઝના અવતારમાં અલ્પા વસા (વચ્ચે) અને તેમના ઘરે ઉજવાયેલ ક્રિસમસ પાર્ટીની તસવીરોનો કૉલાજ

Christmas 2023: ચોસઠ વર્ષનાં ગુજ્જુ દાદી બન્યાં સૅન્ટા ક્લૉઝ, ઘરમાં ઊજવી ક્રિસમસ

Christmas 2023: કિસમસનું પર્વ તો હવે ઠેર ઠેર ઉજવાય છે. એમાં પણ મુંબઈમાં તો ન માત્ર ખ્રિસ્તી પણ સૌ કોઈ સર્વ ધર્મ એકય હોય એ રીતે ક્રિસમસ ઉજવે છે. ખાસ કરીને બાળકો માટે આ પર્વનું વિશેષ મહત્વ હોય છે. સૅન્ટા ક્લૉઝથી લઈને અવનવી ભેટ, ચૉકલેટ, કૅક માટે બાળકો આ પર્વનો વધુ ઇંતજાર કરતાં હોય છે. વરલીમાં લોઢા ધ પાર્કમાં રહેતા અલ્પા વસાના ઘરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિસમસ પાર્ટીનું આયોજન થયું હતું. જેમાં સૌ કોઈ બાળકો નાત-જાતનો ભેદ ભૂલીને જોડાયા હતા.

23 December, 2023 02:10 IST |

Read More

કેક મિક્સિંગ - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ ડિસેમ્બરમાં કેક મિક્સિંગ એટલે ક્રિસમસ મૂડની જમાવટ અને આનંદની સિમ્ફની

હિન્દુ કેલેન્ડર મુજબ જૂનું વર્ષ સમાપ્ત થતા અને ઈસુના નવા વર્ષનો પ્રારંભ થતાં પહેલાં નવેમ્બર થી-જાન્યુઆરીના સમયગાળા દરમિયાન પડી રહેલી કડકડતી અને ફૂલગુલાબી ઠંડી શરૂ થતાની સાથે જ ગુજરાતભરમાં અનેક તહેવારોની મોસમ શરૂ થાય છે. આ દિવસો ગતિશીલ પ્રવૃતિઓની ઉજવણી લઈ ને આવે છે જેમાં મોટા ભાગે સ્થાનિક લોકો કેક-મિક્સિંગ, ડાન્સ નાઇટ, હેરિટેજ ફેશન શો, હેરિટેજ વોક, ફૂડ ફેસ્ટિવલ જેવા કાર્યક્રમોની શ્રેણીમાં વ્યસ્ત રહેવાનું પસંદ કરે છે. દિવાળીના સ્વાદિષ્ટ નાસ્તા અને મીઠાઈની સીઝનનો અંત આવતા નાતાલમાં બનતી પ્લમ કેકની સોડમ ચારે બાજુ હવામાં પ્રસારવા લાગે છે. તાજેતરમાં મને અમદાવાદના એક પ્રખ્યાત લેડીઝ કોમ્યુનિટી ગ્રુપ `આયના કૂકરી ક્લબ બાય બેલા મણિયાર` દ્વારા પંચવટી વિસ્તાર ખાતે આવેલી ફાઈવ સ્ટાર હોટેલ રેડિસન બ્લુના ટેરેસ પર સ્થિત સ્કાય બિસ્ત્રો રેસ્ટોરન્ટમાં યોજાયેલ કેક મિક્સિંગ સમારોહમાં આમંત્રિત કરવામાં આવી હતી. ચાલો આ લેખ દ્વારા હું તમને કેક મિકસીંગ સમારોહમાં શું થાય છે તેની વાતો કરતા મારા અનુભવો શેર કરુ સાથે તમને શૅફ સ્પેશ્યલ રેસીપીસ જણાવું. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મિડીયા સ્ટ્રેટેજીસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)

08 December, 2023 02:17 IST |

Read More

ઝરીન ખાન અને અક્ષય કુમાર

ટોટલ ટાઇમપાસ: અક્ષયની ‘વેલકમ ટુ ધ જંગલ’ આવશે ક્રિસમસમાં અને અન્ય બૉલિવૂડ ન્યૂઝ

અક્ષયકુમારની ‘વેલકમ ટુ ધ જંગલ’૨૦૨૪ની ક્રિસમસમાં રિલીઝ થવાની છે તેમ જ ઝરીન હવે ડેન્ગીને કારણે હૉસ્પિટલમાં ઍડ્‌મિટ થઈ છે. આ ઉપરાંત બૉલિવૂડ જગતના અન્ય સમાચાર વાંચો એક ક્લિકમાં

17 August, 2023 05:18 IST |

Read More

તસવીર સૌજન્ય: ટીમ ક્ષિતિજ પીઆર

મીઠીબાઈ કૉલેજની ટીમ ક્ષિતિજે સ્વલીન બાળકો સાથે ઊજવી ક્રિસમસ, જુઓ તસવીરો

વિલેપાર્લે સ્થિત મીઠીબાઈ કૉલેજ (Mithibai College)ની ટીમ ક્ષિતિજ (Team Kshitij) હંમેશા કંઈક નવી પહેલ કરતી રહે છે. હવે આ જ ક્રમમાં તેમણે ક્રિસમસ (Christmas 2022)ની ઉજવણી સ્વલીન બાળકો (Autistic Children) સાથે કરી. ક્રિસમસ નિમિત્તે બાળકોને ભેટ આપી ટીમે તેમની સાથે સમય વિતાવ્યો હતો.

26 December, 2022 02:00 IST |

Read More

તસવીર સૌજન્ય: આલિયા ભટ્ટનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

ક્રિસમસ પર રોમેન્ટિક થયા રણબીર-આલિયા, શૅર કરી ક્યૂટ તસવીરો

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) આ દિવસોમાં પોતાની વજન ઘટાડવાની જર્ની માટે ચર્ચામાં છે. આલિયા ભટ્ટે જે ઝડપે પ્રેગ્નેન્સી બાદ વજન ઘટાડ્યું છે, તેનાથી તમામ ચાહકો ચોંકી ગયા છે. હવે આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શૅર કરી છે. આ ફોટા આલિયા ભટ્ટના ક્રિસમસ સેલિબ્રેશનના છે, જેમાં તે રણબીર કપૂર (Ranbir Kapoor) અને પરિવારના બાકીના સભ્યો સાથે જોવા મળી રહી છે.

26 December, 2022 09:54 IST |

Read More

દ્વિ પાઠક અને તેમણે બનાવેલી પ્લમ કેક

Christmas 2022 : ગુજરાતીઓને દાઢે વળગ્યો પ્લમ કેકનો સ્વાદ, શું છે તેમા ખાસ?

નાતાલ (Christmas) શબ્દ સાંભળો એટલે મનમાં સૌથી પહેલો શબ્દ આવે ‘રમ કેક’ (Rum Cake). ક્રિસમસની ઉજવણી એટલે મન અને પેટ ભરીને રમ કેકની મિજબાની. જોકે, રમ કેકનું સ્થાન હવે પ્લમ કેક (Plum Cake)એ લીધું છે અને આ પ્લમ કેકનો સ્વાદ દાઢે વળગ્યો છે. ગુજરાતીઓને પ્લમ કેકનું ઘેલું શા માટે લાગ્યું છે? તેનો જવાબ આપે છે હૉમ બેકર અને ‘ETA - ધ ગિફ્ટ બુટિક’ના ફાઉન્ડર દ્વિ પાઠક.

23 December, 2022 06:31 IST |

Read More

સેલિબ્રેશનની તસવીરોનું કોલાજ

Christmas 2022 : જુઓ એસી ટ્રેનમાં સાથે જનારા મિત્રોની ટ્રેનમાં નાતાલની ઉજવણી

નાતાલને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે મુંબઈગરાંઓએ ક્રિસમસ સેલિબ્રેશનની શરુઆત કરી દીધી છે. ઓફિસ, સ્કુલ, કોલેજ, મૉલ્સ, દરેક સ્થળે ક્રિસમસ વાઇબ્સ જોવા મળી રહ્યાં છે. મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેનમાં પણ લોકો નાતાલની ઉજવણી કરી રહ્યાં છે. એસી ટ્રેનમાં સાથે જતા મિત્રોએ ટ્રેનમાં જ નાતાલની ઉજવણી કરી હતી. આવો જોઈએ સેલિબ્રેશનની તસવીરો…

22 December, 2022 04:01 IST |

Read More

તેમની મુલાકાત દરમિયાન સચિન તેંડુલકરે બાળકો સાથે કેરમ અને ક્રિકેટ રમ્યા હતા. તસવીરો/ પ્રદીપ ધિવાર

સચિન તેન્ડુલકર બની ગયો કૅરમમૅન

સચિન તેન્ડુલકરે (Sachin Tendulkar) ગઈકાલે સાયનમાં હૅપી ફીટ હોમ નામના બાળકો તથા યુવા વર્ગ માટેના પૅલિએટિવ કૅર સેન્ટરમાં ક્રિસમસ નિમિત્તે મુલાકાત લીધી હતી. તે પત્ની અંજલિ (Anjali Tendulkar) સાથે ત્યાં ગયો હતો. ભારતનો ક્રિકેટ-લેજન્ડ આ સેન્ટરનાં બાળકો સાથે ક્રિકેટ ઉપરાંત કૅરમ પણ રમ્યો હતો અને તેમની સાથે ખૂબ વાતો પણ કરી હતી. તસવીર સૌજન્ય: પ્રદીપ ધિવાર  

22 December, 2022 12:22 IST |

Read More


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK