ધોમધખતા ઉનાળામાં ઠંડક મેળવવા જાઓ ગુજરાતની આ જગ્યાઓએ

Published: Apr 08, 2019, 13:44 IST | Falguni Lakhani
 • ગુજરાતનું સૌથી ફેમસ હિલ સ્ટેશન એટલે સાપુતારા.ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર સહ્યાદ્રિની પર્વતમાળાની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન ખૂબ જ રમણીય છે. સાપુતારાની સુંદરત અપ્રતિમ છે. અને અહીં વાતાવરણ હંંમેશા ઠંડુ જ રહે છે.

  ગુજરાતનું સૌથી ફેમસ હિલ સ્ટેશન એટલે સાપુતારા.ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર સહ્યાદ્રિની પર્વતમાળાની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન ખૂબ જ રમણીય છે. સાપુતારાની સુંદરત અપ્રતિમ છે. અને અહીં વાતાવરણ હંંમેશા ઠંડુ જ રહે છે.

  1/8
 • સાપુતારામાં લેકમાં બોટિંગ કરી શકાય છે. એડવેન્ચર સ્પોર્ટ્સ પણ છે. સાથે સ્થાનિક સંસ્કૃતિના દર્શન કરાવતું મ્યુઝિયમ પણ છે. સાપુતારામાં તમે વાદળો સાથે વાતો કરી શકો છો અને કુદરતના ખોળે હોવાની અનુભૂતિ કરી શકો છો.

  સાપુતારામાં લેકમાં બોટિંગ કરી શકાય છે. એડવેન્ચર સ્પોર્ટ્સ પણ છે. સાથે સ્થાનિક સંસ્કૃતિના દર્શન કરાવતું મ્યુઝિયમ પણ છે. સાપુતારામાં તમે વાદળો સાથે વાતો કરી શકો છો અને કુદરતના ખોળે હોવાની અનુભૂતિ કરી શકો છો.

  2/8
 • દક્ષિણ ગુજરાતમાં આવેલું એક ઓછું જાણીતું સ્ટેશને એટલે ડોન હિલ સ્ટેશન. આહવાથી માત્ર 30 કિલોમીટરના અંતરે આવેલું આ હિલ સ્ટેશન ગજબનું કુદરતી સૌંદર્ય ધરાવે છે. સાપુતારા કરતા આ હિલ સ્ટેશન 100 મીટર વધારે ઉંચાઈ પર છે.

  દક્ષિણ ગુજરાતમાં આવેલું એક ઓછું જાણીતું સ્ટેશને એટલે ડોન હિલ સ્ટેશન. આહવાથી માત્ર 30 કિલોમીટરના અંતરે આવેલું આ હિલ સ્ટેશન ગજબનું કુદરતી સૌંદર્ય ધરાવે છે. સાપુતારા કરતા આ હિલ સ્ટેશન 100 મીટર વધારે ઉંચાઈ પર છે.

  3/8
 • ડોન હિલ સ્ટેશન ટ્રેકિંગ માટે  બેસ્ટ છે. અહીં સાપુતારા જેવી ભૌતિક સુવિધા તો નથી પરંતુ કુદરતી સૌંદર્ય ખોબલે ખોબલે વેરાયેલ છે. અહીં આસપાસ ઝરણાંઓ પણ આવેલા છે. જે તેની સુંદરતામાં વધારો કરે છે.

  ડોન હિલ સ્ટેશન ટ્રેકિંગ માટે  બેસ્ટ છે. અહીં સાપુતારા જેવી ભૌતિક સુવિધા તો નથી પરંતુ કુદરતી સૌંદર્ય ખોબલે ખોબલે વેરાયેલ છે. અહીં આસપાસ ઝરણાંઓ પણ આવેલા છે. જે તેની સુંદરતામાં વધારો કરે છે.

  4/8
 • વલસાડ જિલ્લાના ધરમપુર ગામમાં વિલ્સન હિલ્સ આવેલી છે. જે સહ્યાદ્રિ પર્વતમાળાનો જ એક ભાગ છે. દરિયાની સપાટીથી 2300 ફૂટ ઉંચે આવેલું આ સ્થળ તેના નયન રમ્ય દ્રશ્યોના કારણે હંમેશા પ્રકૃતિ પ્રેમીઓનું પ્રિય રહ્યું છે.

  વલસાડ જિલ્લાના ધરમપુર ગામમાં વિલ્સન હિલ્સ આવેલી છે. જે સહ્યાદ્રિ પર્વતમાળાનો જ એક ભાગ છે. દરિયાની સપાટીથી 2300 ફૂટ ઉંચે આવેલું આ સ્થળ તેના નયન રમ્ય દ્રશ્યોના કારણે હંમેશા પ્રકૃતિ પ્રેમીઓનું પ્રિય રહ્યું છે.

  5/8
 • ડુંગરની ટોચ સાથે અથડાતા વાદળો, ગાઢ ધુમ્મસ, ખળખળ વહેતા ઝરણાં..બસ આનાથી વધારે શું જોઈએ? અહીં વાતાવરણ હંમેશા શીતળ અને આહ્લાદક હોય છે. એકવાર આ સ્થળની મુલાકાત લેવી જરૂરી છે.

  ડુંગરની ટોચ સાથે અથડાતા વાદળો, ગાઢ ધુમ્મસ, ખળખળ વહેતા ઝરણાં..બસ આનાથી વધારે શું જોઈએ? અહીં વાતાવરણ હંમેશા શીતળ અને આહ્લાદક હોય છે. એકવાર આ સ્થળની મુલાકાત લેવી જરૂરી છે.

  6/8
 • એશિયાટિક લાયનનું એકમાત્ર રહેઠાણ એટલે ગીર જંગલ. અહીં કુદરતી સૌંદર્ય છે સાથે સિંહોને નિહાળવા માટે આ જંગલ આદર્શ છે. આસપાસ વનરાજી અને હરિયાળી હોવાના કારણે અહીં એટલો તડકો પણ નથી લાગતો.

  એશિયાટિક લાયનનું એકમાત્ર રહેઠાણ એટલે ગીર જંગલ. અહીં કુદરતી સૌંદર્ય છે સાથે સિંહોને નિહાળવા માટે આ જંગલ આદર્શ છે. આસપાસ વનરાજી અને હરિયાળી હોવાના કારણે અહીં એટલો તડકો પણ નથી લાગતો.

  7/8
 • ગીરના જંગલમાં આસપાસ ભરપૂર કુદરતી સૌંદર્ય છે. અહીં નૈસર્ગિક રીતે વહેતા ઝરણાં, નદીઓ, નાના-નાના ધોધ પણ આવેલા છે. જે તેની મુલાકાત લેનારના મનને પ્રસન્ન કરી દે છે.  

  ગીરના જંગલમાં આસપાસ ભરપૂર કુદરતી સૌંદર્ય છે. અહીં નૈસર્ગિક રીતે વહેતા ઝરણાં, નદીઓ, નાના-નાના ધોધ પણ આવેલા છે. જે તેની મુલાકાત લેનારના મનને પ્રસન્ન કરી દે છે.

   

  8/8
 • loading...

ફોટોઝ વિશે

ઉનાળો ચાલી રહ્યો છે અને સાથે છે વેકેશન એટલે હરવા ફરવાનું તો ખરું જ. ઉનાળામાં આપણે એવી જગ્યાઓ પ્રીફર કરતા હોઈએ જ્યાં ઠંડક મળે. આજે અમે તમને પણ એવી જગ્યાઓનું લિસ્ટ આપીશું જ્યાં જઈને તમને આ ઉનાળામાં શીતળતાનો અહેસાસ થશે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK