પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે ગુજરાતની આ જગ્યાઓ છે બેસ્ટ

Updated: 29th March, 2019 17:04 IST | Falguni Lakhani
 • પોળો ફોરેસ્ટ, હિંમતનગર ગુજરાત અને રાજસ્થાનની સીમાને જોડતું જંગલ એટલે પોળો ફોરેસ્ટ. પોળો ફોરેસ્ટનો પોતાનો જ એક જાદૂ છે. અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે બધુ જ છે. જંગલની એ ફીલિંગ, નાના-નાના ધોધ, તળાવ અને જૂના સ્મારકો પણ ખરા. તમારા ફોટોશૂટને એન્ટીક અથવા કલરફૂલ ટચ આપવા માટે આ ડેસ્ટિનેશન બેસ્ટ છે.  

  પોળો ફોરેસ્ટ, હિંમતનગર
  ગુજરાત અને રાજસ્થાનની સીમાને જોડતું જંગલ એટલે પોળો ફોરેસ્ટ. પોળો ફોરેસ્ટનો પોતાનો જ એક જાદૂ છે. અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે બધુ જ છે. જંગલની એ ફીલિંગ, નાના-નાના ધોધ, તળાવ અને જૂના સ્મારકો પણ ખરા. તમારા ફોટોશૂટને એન્ટીક અથવા કલરફૂલ ટચ આપવા માટે આ ડેસ્ટિનેશન બેસ્ટ છે.

   

  1/6
 • થોલ લેક, કાલોલ પિંક ફ્લેમિંગો, સોનેરી સૂર્યોદય અને ખળખળ વહેતું પાણી. બસ, આનાથી વધારે રોમેન્ટિક ડેસ્ટિનેશન ફોટો શૂટ માટે ક્યું હોઈ શકે? અહીંનું કુદરતી સૌંદર્ય અને લોકેશન્સ ખૂબ જ સરસ છે. (તસવીર સૌજન્યઃ ગુજરાત ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ)

  થોલ લેક, કાલોલ
  પિંક ફ્લેમિંગો, સોનેરી સૂર્યોદય અને ખળખળ વહેતું પાણી. બસ, આનાથી વધારે રોમેન્ટિક ડેસ્ટિનેશન ફોટો શૂટ માટે ક્યું હોઈ શકે? અહીંનું કુદરતી સૌંદર્ય અને લોકેશન્સ ખૂબ જ સરસ છે.

  (તસવીર સૌજન્યઃ ગુજરાત ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ)

  2/6
 • અડાલજની વાવ, અડાલજ જો તમારે તમારા ફોટોશૂટને વિન્ટેજ ટચ આપવો હોય તો તમે અડાલજની વાવ જઈ શકો છે. આ વાવ વાઘેલા વંશના રાજાએ બંધાવી હતી. તેનું બાંધકામ અને કોતરણી કારીગરીનો ઉત્તમ નમૂનો છે. અને આ વાવ ફોટોશૂટમાં એક ઐતિહાસિક એન્ગલ એડ કરશે. (તસવીર સૌજન્યઃ ગુજરાત ટુરિઝમ)

  અડાલજની વાવ, અડાલજ
  જો તમારે તમારા ફોટોશૂટને વિન્ટેજ ટચ આપવો હોય તો તમે અડાલજની વાવ જઈ શકો છે. આ વાવ વાઘેલા વંશના રાજાએ બંધાવી હતી. તેનું બાંધકામ અને કોતરણી કારીગરીનો ઉત્તમ નમૂનો છે. અને આ વાવ ફોટોશૂટમાં એક ઐતિહાસિક એન્ગલ એડ કરશે.

  (તસવીર સૌજન્યઃ ગુજરાત ટુરિઝમ)

  3/6
 • માંડવી બીચ, કચ્છ દરિયા કિનારો, આહ્લાદક દરિયાકિનારો અને વિદેશના દરિયા કિનારા જેવી શાંતિ. બસ જો તમને આવું કાંઈક લોકેશન જોઈતું હોય તો તમારા માટે બેસ્ટ છે કચ્છનો માંડવી બીચ. આ લોકેશન તમારી સ્ટોરી અને ફોટો શૂટમાં એક નવી વાઈબ અને એંગલ એડ કરશે. (તસવીર સૌજન્યઃ કચ્છ ટૂર ગાઈડ)

  માંડવી બીચ, કચ્છ
  દરિયા કિનારો, આહ્લાદક દરિયાકિનારો અને વિદેશના દરિયા કિનારા જેવી શાંતિ. બસ જો તમને આવું કાંઈક લોકેશન જોઈતું હોય તો તમારા માટે બેસ્ટ છે કચ્છનો માંડવી બીચ. આ લોકેશન તમારી સ્ટોરી અને ફોટો શૂટમાં એક નવી વાઈબ અને એંગલ એડ કરશે.

  (તસવીર સૌજન્યઃ કચ્છ ટૂર ગાઈડ)

  4/6
 • સફેદ રણ, કચ્છ પૂનમનો શીતળ ચંદ્રમાં અને સફેદ રણ. આનાથી વધારે ખૂબસૂરત લોકશન શું હોય શકે? કચ્છના સફેદ રણની વાત જ કાંઈક અલગ છે. આ લોકેશન પ્રી વેડિંગ માટે પર્ફેક્ટ છે.

  સફેદ રણ, કચ્છ
  પૂનમનો શીતળ ચંદ્રમાં અને સફેદ રણ. આનાથી વધારે ખૂબસૂરત લોકશન શું હોય શકે? કચ્છના સફેદ રણની વાત જ કાંઈક અલગ છે. આ લોકેશન પ્રી વેડિંગ માટે પર્ફેક્ટ છે.

  5/6
 • ચાંપાનેરનો કિલ્લો ઑસ્કરમાં નોમિનેટ થયેલી ફિલ્મ લગાનનું શૂટિંગ જ્યાં કરવામાં આવ્યું હતું તે ચાંપાનેરનો કિલ્લો પ્રી વેડિંગ ફોટોશૂટ આદર્શ છે. ચાંપાનેરમાં ઇતિહાસનો ખજાનો છે. અહીં આવેલી આમિર મંઝિલ, વડા તળાવ અને ચાંપાનેરનો કિલ્લો ક્લાસિકલ થીમ પર પ્રી-વેડિંગ ફોટોશૂટ કરવા માટે આદર્શ છે. (તસવીર સૌજન્યઃ ગુજરાત ટુરિઝમ)

  ચાંપાનેરનો કિલ્લો
  ઑસ્કરમાં નોમિનેટ થયેલી ફિલ્મ લગાનનું શૂટિંગ જ્યાં કરવામાં આવ્યું હતું તે ચાંપાનેરનો કિલ્લો પ્રી વેડિંગ ફોટોશૂટ આદર્શ છે. ચાંપાનેરમાં ઇતિહાસનો ખજાનો છે. અહીં આવેલી આમિર મંઝિલ, વડા તળાવ અને ચાંપાનેરનો કિલ્લો ક્લાસિકલ થીમ પર પ્રી-વેડિંગ ફોટોશૂટ કરવા માટે આદર્શ છે.

  (તસવીર સૌજન્યઃ ગુજરાત ટુરિઝમ)

  6/6
 • loading...

ફોટોઝ વિશે

લગ્નની મોસમ ચાલી રહી છે. અને આજકાલ તો પ્રી-વેડિંગ ફોટોશૂટ ટ્રેન્ડમાં છે. આવા ફોટોશૂટ માટે કપલ સારા લોકેશન્સની શોધમાં હોય છે. તો આજે અમે તમને બતાવીશું ગુજરાતના જ આવા કેટલાક લોકેશન્સ જે પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે છે એકદમ પરફેક્ટ.

First Published: 29th March, 2019 11:44 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK