ગુજરાતની સોનાની મુરત એટલે કે સુરત જાઓ તો આ સ્થળોની મુલાકાત ચોક્કસ લેજો
Published: 20th July, 2019 10:37 IST | Falguni Lakhani
ડુમસ બીચ સુરતીલાલાઓનું ફેવરિટ ડેસ્ટિનેશન એટલે ડુમસ બીચ. સુરત શહેરથી આ બીચ 21 કિમી દૂર આવેલો છે. આ બીચ ખૂબ જ રળિયામણો છે. શનિ-રવિની રજામાં જાણે આખું સુરત અહીં ઉમટી પડે છે.
(તસવીર સૌજન્યઃ ગુજરાત ટુરિઝમ)
1/10
હજીરા બીચ સુરત શહેરથી 24 કિમી આવેલું આ સ્થળ ખૂબ જ શાંત છે. આ બીચ ખૂબ જ સ્વચ્છ અને રમણીય છે. વીકેન્ડ ગેટ વે તરીકે આ બીચ એકદમ બેસ્ટ છે.
2/10
વલસાડ સુરતથી 92 કિમી દૂર આવેલું વલસાડ હાફુસ કેરીનું હબ છે. વલસાડમાં ઘણા કોઝી અને કમ્ફર્ટેબલ બીચ આવેલા છે. તીથલ બીચ, તડકેશ્વર મહાદેવ અને સાંઈ બાબાનું મંદિર મુખ્ય છે.
3/10
ઉદવાડા પારસીઓની આસ્થાનું કેન્દ્ર એટલે ઉદવાડા. ટુરિસ્ટ અહીંના શાંત વાતાવરણને માણવા માટે આવે છે. સાથે પારસી ક્યુઝિનનો સ્વાદ તો ખરો જ. ક્વૉલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે ઉદવાડા બીચ બેસ્ટ છે. સુરતથી આ સ્થળ 111 કિમી દૂર આવેલું છે.
(તસવીર સૌજન્યઃ યુટ્યૂબ)
4/10
ઉંમરગામ વલસાડમાં આવેલું ઉંમરગામ ખૂબ જ સરસ જ્યા છે. મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું ઉંમરગામ અનેક ટુરિસ્ટોને આકર્ષે છે.ખાસ કરીને અહીંનો બીચ ખૂબ જ સરસ છે. જો તમારે વીકેન્ડમાં સુરતથી ક્યાંય જવું હોય તો ઉંમરગામ જઈ શકો છો.
5/10
ગોપી તળાવ સુરતનું આ તળાવને ઐતિહાસિક વારસા તરીકે સ્થાન મળ્યું છે. આ તળાવ ઈ.સ. 1510ની આસપાસ સુરતના ગવર્નર મલેક ગોપીએ બંધાવ્યું હતું. આ તળાવને સોળ બાજુએ સોળ ખુણા હતા. આ તળાવને ફરીથી ઐતિહાસિક રૂપ આપવામાં આવ્યું છે. સુરતવાસીઓની આ ફેવરિટ જગ્યા છે.
6/10
જગદીશચંદ્ર બોઝ એક્વેરિયમ સુરતમાં આવેલું જગદીશચંદ્ર બોઝ એક્વેરિયમ દેશનું પ્રથમ વિવિધ પ્રકારના પાણી ધરાવતું માછલીઘર છે. અહીં 100થી વધુ પ્રજાતિઓની માછલી મીઠા પાણી, ખારા પાણી અને દરિયાઈ પાણીની ટાંકીમાં રાખવામાં આવી છે.
7/10
ગલતેશ્વર ગળતેશ્વર મંદિર પ્રાચીન શિવમંદિર છે. જે તેમના વિશિષ્ટ શૈલી માટે જાણીતું છે. ગળતી ને મહી નદીના સંગમ સ્થાન પર આવેલું મંદિર ભુમિજા શૈલીનું છે. આ મંદિર પ્રવાસીઓને ખૂબ જ પસંદ આવે છે.
8/10
સરથાણા નેશનલ પાર્ક સુરતમાં આવેલું આ નેશનલ પાર્ક બાળકો અને પરિવાર સાથે જવા માટે એકદમ યોગ્ય જગ્યા છે. અહીં વાઈલ્ડ લાઈફની સાથે તમે અલગ-અલગ વૃક્ષો પણ જોઈ શકાય છે.
9/10
દાંડી સુરતથી માત્ર 31 કિમી દૂર આવેલું ઐતિહાસિક ગામ એટલે દાંડી. આ એ જ સ્થળ છે જ્યાં 6 એપ્રિલ 1960ના દિવસે ગાંધીજીએ અંગ્રેજો સામે મીઠાના કાયદાનો ભંગ કરીને બ્રિટિશ સલ્તનતના પાયા હચમચાવ્યા હતા. અહીં જ્યાંથી ગાંધીજીએ મીઠું ઉપાડ્યું હતું તે સ્થળ છે. તાજેતરમાં જ અહીં 110 કરોડના ખર્ચે તૈયાર થયેલા દાંડી સત્યાગ્રાહ સ્મારકનું લોકાર્પણ કર્યું છે. જે જોવાલાયક છે.
10/10
ફોટોઝ વિશે
ગુજરાતનું ડાયમંડ સિટી એટલે સુરત. રાજ્યના બીજા સૌથી મોટા શહેરની તમે જો મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો અમે તમને જણાવીશું કેટલીક એવી જગ્યાઓ વિશે જેની મુલાકાત તમારે લેવી જોઈએ.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK