નર્મદા નદી કિનારે કુદરત-આધ્યાત્મનો અનુભવ કરાવે છે પોઈચાનું નીલકંઠ ધામ,જુઓ ફોટોઝ

Updated: Dec 30, 2019, 21:54 IST | Adhirajsinh Jadeja
 • પોઈચામાં આવેલું નીલકંઠ ધામ 105 એકરમાં ફેલાયેલું છે. કરોડોના ખર્ચે બનેલા આ ધામમાં જાતભાતના આકર્ષણો છે. ભગવાન સ્વામિનારાયણના દર્શન કરતા કરતા અલૌકિક અનુભૂતિ થશે. 

  પોઈચામાં આવેલું નીલકંઠ ધામ 105 એકરમાં ફેલાયેલું છે. કરોડોના ખર્ચે બનેલા આ ધામમાં જાતભાતના આકર્ષણો છે. ભગવાન સ્વામિનારાયણના દર્શન કરતા કરતા અલૌકિક અનુભૂતિ થશે. 

  1/12
 • 2013માં આ નીલકંઠ ધામનું નિર્માણ થયું હતું. અહીં મુખ્ય મંદિરમાં શેષનાગ સાથે ભગવાન વિષ્ણુ બિરાજમાન છે. તો ભગવાન ગણેશ, હનુમાનજી, સપ્તર્ષિ અને વિષ્ણુના અન્ય અવતારના પણ અહીં દર્શન થશે. 

  2013માં આ નીલકંઠ ધામનું નિર્માણ થયું હતું. અહીં મુખ્ય મંદિરમાં શેષનાગ સાથે ભગવાન વિષ્ણુ બિરાજમાન છે. તો ભગવાન ગણેશ, હનુમાનજી, સપ્તર્ષિ અને વિષ્ણુના અન્ય અવતારના પણ અહીં દર્શન થશે. 

  2/12
 • આ મંદિર પરિસરમાં કુલ 108 ગૌમુખ છે, જેમાં શ્રદ્ધાળુઓ સ્નાન કરી શકે છે. મંદિરની ખાસિયત અહીંની સાંજની આરતી છે. જ્યારે આખા મંદિર પરિસરને શણગારવામાં આવે છે. 

  આ મંદિર પરિસરમાં કુલ 108 ગૌમુખ છે, જેમાં શ્રદ્ધાળુઓ સ્નાન કરી શકે છે. મંદિરની ખાસિયત અહીંની સાંજની આરતી છે. જ્યારે આખા મંદિર પરિસરને શણગારવામાં આવે છે. 

  3/12
 • આ ઉપરાંત સાંજની આરતી સમયે રોજ હાથી સાથે સવારી નીકળે છે. આ શોભાયાત્રા જોવાનો લહાવો એકવાર લેવા જેવો છે. 

  આ ઉપરાંત સાંજની આરતી સમયે રોજ હાથી સાથે સવારી નીકળે છે. આ શોભાયાત્રા જોવાનો લહાવો એકવાર લેવા જેવો છે. 

  4/12
 • નીલકંઠ ધામની બાજુમાં જ સહજાનંદ યુનિવર્સ નામે નવું સંકુલ બન્યું છે. જેમાં ભગવાન સ્વામીનારાયણની 152 ફૂટ ઉંચી મૂર્તિ બનાવાઈ છે. આ ઉપરાંત રામાયણ, મહાભારતના પ્રસંગો પણ કંડારવામાં આવ્યા છે. 

  નીલકંઠ ધામની બાજુમાં જ સહજાનંદ યુનિવર્સ નામે નવું સંકુલ બન્યું છે. જેમાં ભગવાન સ્વામીનારાયણની 152 ફૂટ ઉંચી મૂર્તિ બનાવાઈ છે. આ ઉપરાંત રામાયણ, મહાભારતના પ્રસંગો પણ કંડારવામાં આવ્યા છે. 

  5/12
 • આ સંકુલમાં ભૂલભૂલૈયા, હૉરર હાઉસ, લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવે છે. જે સવારે 11થી રાત્રે 8 સુધી ખુલ્લુ હોય છે. 

  આ સંકુલમાં ભૂલભૂલૈયા, હૉરર હાઉસ, લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવે છે. જે સવારે 11થી રાત્રે 8 સુધી ખુલ્લુ હોય છે. 

  5/12
 • આ મંદિરની ખાસિયત તેના બાંધકામની કલા કારીગરી અને અદભૂત કૌશલ્ય છે. જેને જોતા જોતા શ્રદ્ધાળુઓ દંગ રહી જાય છે. 

  આ મંદિરની ખાસિયત તેના બાંધકામની કલા કારીગરી અને અદભૂત કૌશલ્ય છે. જેને જોતા જોતા શ્રદ્ધાળુઓ દંગ રહી જાય છે. 

  6/12
 • મંદિરમાં 1100થી વધુ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. 

  મંદિરમાં 1100થી વધુ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. 

  7/12
 • આ મંદિરની સ્સ્વાથાપના મીનારાયણ સંપ્રદાયના શાસ્ત્રીજી મહારાજ અને ધર્મજીવનદાસજી સ્વામીના પ્રયાસોથી આચાર્યશ્રી આનંદપ્રસાદજી મહારાજની વિશેષ ઉપસ્થિતીમાં સાડા ત્રણ કરોડ સ્વામીનારાયણ મંત્રજાપ તેમજ 21 દિવસનો મહોત્સવ અને મહાયજ્ઞ કર્યા બાદ થઈ છે. 

  આ મંદિરની સ્સ્વાથાપના મીનારાયણ સંપ્રદાયના શાસ્ત્રીજી મહારાજ અને ધર્મજીવનદાસજી સ્વામીના પ્રયાસોથી આચાર્યશ્રી આનંદપ્રસાદજી મહારાજની વિશેષ ઉપસ્થિતીમાં સાડા ત્રણ કરોડ સ્વામીનારાયણ મંત્રજાપ તેમજ 21 દિવસનો મહોત્સવ અને મહાયજ્ઞ કર્યા બાદ થઈ છે. 

  9/12
 • આરતીનો સમય ખાસ જાણી લો   સવારે 05:00 વાગ્યે. સાંજે : 06:00 વાગ્યે.  
  આરતીનો સમય ખાસ જાણી લો
   
  સવારે 05:00 વાગ્યે.
  સાંજે : 06:00 વાગ્યે.
   
  10/12
 • આ છે મંદિરમાં દર્શનનો કરવાનો સમય   મંદિર દર્શન - સવારે 9:30 થી 8.00,  અભિષેક દર્શન  સવારે- 5:30 થી 06:00, લાઇટ શૉ દર્શન -  7:00 થી 10:00

  આ છે મંદિરમાં દર્શનનો કરવાનો સમય

   
  મંદિર દર્શન - સવારે 9:30 થી 8.00, 
  અભિષેક દર્શન  સવારે- 5:30 થી 06:00,
  લાઇટ શૉ દર્શન -  7:00 થી 10:00
  11/12
 • ગુજરાતના મુખ્ય શહેરોથી પોઈચા સહેલાઈથી પહોંચી શકાય છે. વડોદરાથી રાજપીપળા રોડ માર્ગે 65 કિલોમીટર દૂર છે. વડોદરાથી અહીં પહોંચતા દોઢ કલાકનો સમય લાગે છે. 

  ગુજરાતના મુખ્ય શહેરોથી પોઈચા સહેલાઈથી પહોંચી શકાય છે. વડોદરાથી રાજપીપળા રોડ માર્ગે 65 કિલોમીટર દૂર છે. વડોદરાથી અહીં પહોંચતા દોઢ કલાકનો સમય લાગે છે. 

  12/12
 • loading...

ફોટોઝ વિશે

સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો જોવા એ એક લહાવો છે. વિશ્વભરમાં આ સંપ્રદાયના સુંદર મંદિરો બન્યા છે. આવું જ એક મંદિર આવેલું છે રાજપીપળાના પોઈચામાં. નર્મદા કિનારે બનેલા આ નીલકંઠ ધામની મુલાકાત લેવી એ અદભૂત લહાવો છે. અહીંની બાંધકામની શૈલી તમને મોહિત કરી દેશે , જુઓ ફોટોઝ

(Image Courtesy:nilkanthdham.org)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK