કચ્છ : ચૈત્રી નવરાત્રીમાં અહીં કરો એકસાથે 33 કરોડ દેવી દેવતાઓના દર્શન

Updated: Apr 17, 2019, 17:50 IST | Shilpa Bhanushali
 • રાતે આ મંદિરનું દ્રશ્ય નિહાળતા માતા હાજરાહજુર પ્રતીત થાય છે. 

  રાતે આ મંદિરનું દ્રશ્ય નિહાળતા માતા હાજરાહજુર પ્રતીત થાય છે. 

  1/15
 • દિવસે આવું દેખાય છે માતાજીનું મંદિર. મંદિર સફેદ આરસપહાણથી બનાવેલું છે. મંદિરની સ્થાપના વિક્રમ સંવત 2048 ચૈત્ર વદ 13 ગુરૂવાર 30 એપ્રિલ 1992માં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. 

  દિવસે આવું દેખાય છે માતાજીનું મંદિર. મંદિર સફેદ આરસપહાણથી બનાવેલું છે. મંદિરની સ્થાપના વિક્રમ સંવત 2048 ચૈત્ર વદ 13 ગુરૂવાર 30 એપ્રિલ 1992માં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. 

  2/15
 • અંબેધામનું મુખ્યદ્વાર જ્યાં શ્રી અંબેધામ, કચ્છ ગોધરા તેમજ પ્રાણપ્રતિષ્ઠા દિન જેવી વિગતો આપેલ છે. 

  અંબેધામનું મુખ્યદ્વાર જ્યાં શ્રી અંબેધામ, કચ્છ ગોધરા તેમજ પ્રાણપ્રતિષ્ઠા દિન જેવી વિગતો આપેલ છે. 

  3/15
 • બપોરના સમયે જાણે સોનાનું હોય આખું મંદિર તેવા દર્શન થાય છે. આ મંદિરને જોવા માટે આખો દિવસ તમે અહીં પસાર કરો તો દરેક વખતે તમને આ મંદિરનું દ્રશ્ય કંઈક અનેરું જોવા મળે છે.

  બપોરના સમયે જાણે સોનાનું હોય આખું મંદિર તેવા દર્શન થાય છે. આ મંદિરને જોવા માટે આખો દિવસ તમે અહીં પસાર કરો તો દરેક વખતે તમને આ મંદિરનું દ્રશ્ય કંઈક અનેરું જોવા મળે છે.

  4/15
 • મંદિરની અંદર પણ આ પ્રકારનું કોતર કામ તેમજ રંગકળા કરેલી છે જેના કારણે મંદિરનો બાહ્ય તેમજ અંદરનો ભાગ ખૂબ જ આકર્ષક લાગે છે.

  મંદિરની અંદર પણ આ પ્રકારનું કોતર કામ તેમજ રંગકળા કરેલી છે જેના કારણે મંદિરનો બાહ્ય તેમજ અંદરનો ભાગ ખૂબ જ આકર્ષક લાગે છે.

  5/15
 • મંદિરના પરિસરમાં પ્રેરણાધામ બનાવેલ છે જેમાં ભારતમાતાની મૂર્તિને બધી જ જાતિના લોકો પ્રણામ કરે છે અને તેની સાથે હિંદ દેવ ભૂમિના સંતાન છીએ તેવી ભાવના જોવા મળે છે.

  મંદિરના પરિસરમાં પ્રેરણાધામ બનાવેલ છે જેમાં ભારતમાતાની મૂર્તિને બધી જ જાતિના લોકો પ્રણામ કરે છે અને તેની સાથે હિંદ દેવ ભૂમિના સંતાન છીએ તેવી ભાવના જોવા મળે છે.

  6/15
 • મંદિરમાં દ્વારપાલ છે તેની સાથે સિંહોને પણ સ્થાન આપવામાં આવ્યું છે કારણકે સિંહ એ માઁ અંબાનું વાહન છે તે સાથે જ દરેક દેવી પાસે ગજ એટલે કે હાથી હોય છે અને તેથી જ માઁ અંબેના ધામમાં હાથીનું એક અનોખું સ્થાન છે અને તે અહીં મૂકવામાં આવેલ હાથીની મૂર્તિથી જ પામી જવાય છે. અહીં જે પ્રકારે હાથી બનાવવામાં આવ્યા છે તેને જોતાં તે મૂર્તિ નહીં પણ જીવંત હાથી જણાય છે. 

  મંદિરમાં દ્વારપાલ છે તેની સાથે સિંહોને પણ સ્થાન આપવામાં આવ્યું છે કારણકે સિંહ એ માઁ અંબાનું વાહન છે તે સાથે જ દરેક દેવી પાસે ગજ એટલે કે હાથી હોય છે અને તેથી જ માઁ અંબેના ધામમાં હાથીનું એક અનોખું સ્થાન છે અને તે અહીં મૂકવામાં આવેલ હાથીની મૂર્તિથી જ પામી જવાય છે. અહીં જે પ્રકારે હાથી બનાવવામાં આવ્યા છે તેને જોતાં તે મૂર્તિ નહીં પણ જીવંત હાથી જણાય છે. 

  7/15
 • અહીં ગિરનાર પર્વત બનાવેલું છે જ્યાં નવદુર્ગાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે અને તેની સાથે નવદુર્ગાની વચ્ચે માઁ અંબે સંપૂર્ણ અવતારમાં બિરાજીત છે.

  અહીં ગિરનાર પર્વત બનાવેલું છે જ્યાં નવદુર્ગાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે અને તેની સાથે નવદુર્ગાની વચ્ચે માઁ અંબે સંપૂર્ણ અવતારમાં બિરાજીત છે.

  8/15
 • અહીં આવેલ પ્રેરણાધામમાં દરેક જ્ઞાતિના લોકો જે દેવસ્થાનને પૂજતા હોય જેમ કે મુસ્લિમો મસ્જિદમાં જાય, હિંદુઓ મંદિરમાં જાય. તો અહીં મંદિર, મસ્જિદ, અગિયારી, ગુરુદ્વારા એમ દરેક દેવાલયો બનાવેલા છે તેમાંનું એક તમને આ તસવીરમાં જોવા મળશે. 

  અહીં આવેલ પ્રેરણાધામમાં દરેક જ્ઞાતિના લોકો જે દેવસ્થાનને પૂજતા હોય જેમ કે મુસ્લિમો મસ્જિદમાં જાય, હિંદુઓ મંદિરમાં જાય. તો અહીં મંદિર, મસ્જિદ, અગિયારી, ગુરુદ્વારા એમ દરેક દેવાલયો બનાવેલા છે તેમાંનું એક તમને આ તસવીરમાં જોવા મળશે. 

  9/15
 • અંબેધામ મંદિરું ગુંબજ જોતાંની સાથે મોઢામાંથી વાહ, સરસ, સુંદર આવા ઉદ્ગારો નીકળી જાય એટલું સુંદર ગુંબજ તૈયાર કરાયેલું છે.

  અંબેધામ મંદિરું ગુંબજ જોતાંની સાથે મોઢામાંથી વાહ, સરસ, સુંદર આવા ઉદ્ગારો નીકળી જાય એટલું સુંદર ગુંબજ તૈયાર કરાયેલું છે.

  10/15
 • મંદિરના પરિસરમાં બનાવેલ મ્યુઝિયમના કેટલાક દ્રશ્યો.

  મંદિરના પરિસરમાં બનાવેલ મ્યુઝિયમના કેટલાક દ્રશ્યો.

  11/15
 • આગળ વાત કરી તે પ્રમાણે મંદિરના પરિસરમાં  બનેલ પ્રેરણાધામ જે સર્વધર્મ સમભાવનો આપે છે સંદેશો તે બહારથી પણ છે એટલું જ સાદું અને મનમોહક.

  આગળ વાત કરી તે પ્રમાણે મંદિરના પરિસરમાં  બનેલ પ્રેરણાધામ જે સર્વધર્મ સમભાવનો આપે છે સંદેશો તે બહારથી પણ છે એટલું જ સાદું અને મનમોહક.

  12/15
 • અહીં વૈષ્ણવદેવી તીર્થ બનાવેલું છે જેમાં શરૂઆતમાં પાણીના કુંડ જેમ હોય તેમ પાણીનું નાનકડું કુડ બનાવેલું છે તે કુંડમાં તમારા પગ ધોયા બાદ તમે વૈષ્ણવદેવી તીર્થમાં પ્રવેશ મેળવી શકો છો ત્યાર બાદ વૈષ્ણવદેવી તીર્થ પર્વતની અંદર ગુફારૂપે બનાવાયેલ છે જેમાં તમને એક પછી એક અનેક દેવોના દર્શન થશે અને પર્વતીય ગુફાની અંદરનો માર્ગ તમને ગુપાની બહાર લઈ આવે છે. 

  અહીં વૈષ્ણવદેવી તીર્થ બનાવેલું છે જેમાં શરૂઆતમાં પાણીના કુંડ જેમ હોય તેમ પાણીનું નાનકડું કુડ બનાવેલું છે તે કુંડમાં તમારા પગ ધોયા બાદ તમે વૈષ્ણવદેવી તીર્થમાં પ્રવેશ મેળવી શકો છો ત્યાર બાદ વૈષ્ણવદેવી તીર્થ પર્વતની અંદર ગુફારૂપે બનાવાયેલ છે જેમાં તમને એક પછી એક અનેક દેવોના દર્શન થશે અને પર્વતીય ગુફાની અંદરનો માર્ગ તમને ગુપાની બહાર લઈ આવે છે. 

  13/15
 • આ પર્વતની અંદર પ્રવેશતાં પર્વતની બહારના પરિસરમાં શું થઈ રહ્યું છે તેની જાણ થતી નથી અને બહાર આવ્યા બાદ અંદરના માત્ર અનુભવો સાથે રહે છે. તેમજ આ પર્વત પર અનેક પ્રાણીઓ મૂકવામાં આવ્યા છે. 

  આ પર્વતની અંદર પ્રવેશતાં પર્વતની બહારના પરિસરમાં શું થઈ રહ્યું છે તેની જાણ થતી નથી અને બહાર આવ્યા બાદ અંદરના માત્ર અનુભવો સાથે રહે છે. તેમજ આ પર્વત પર અનેક પ્રાણીઓ મૂકવામાં આવ્યા છે. 

  14/15
 • અહીં રામશીલા પણ પાણીમાં તરતી રાખવામાં આવેલ છે જેનું વજન 7 કિલોગ્રામ છે તે ત્યાં નોંધ કરેલ છે જે તમે તસવીરમાં જોઈ શકો છો તેની સાથે હનુમાનજી તે પત્થર પર રામનામ લખતાં બતાવાયા છે જે ભક્તોને લંકા જતી વખતે બનાવાયેલ રામસેતુની યાદ અપાવે છે.

  અહીં રામશીલા પણ પાણીમાં તરતી રાખવામાં આવેલ છે જેનું વજન 7 કિલોગ્રામ છે તે ત્યાં નોંધ કરેલ છે જે તમે તસવીરમાં જોઈ શકો છો તેની સાથે હનુમાનજી તે પત્થર પર રામનામ લખતાં બતાવાયા છે જે ભક્તોને લંકા જતી વખતે બનાવાયેલ રામસેતુની યાદ અપાવે છે.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

કચ્છ ગોધરામાં આવેલ અંબેમાતાનું મંદિર માત્ર મંદિર જ નહીં પણ આ છે તીર્થસ્થાન. અહીં તમને એક સાથે અનેક દેવીઓના દર્શન કરી શકાય છે. તેની સાથે જ અહીં  નાનકડુ ગિરનાર પર્વત બનાવવામાં આવેલ છે જેની સ્થાપના વિક્રમ સંવત 2073 અને ચૈત્ર વદ આઠમના રોજ કરવામાં આવી હતી. અહીં તમને આ સાથે જ વૈષ્ણવ તીર્થ તેમજ સર્વધર્મ સમભાવ દર્શાવતું પ્રેરણાધામ પણ જોવા મળશે. તો આ ચૈત્રી નવરાત્રીમાં જો તમે દેવીમાઁના દર્શનની ઇચ્છા ધરાવતા હો તો એકવાર અવશ્ય દર્શન કરો આ અંબેધામના...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK