ગુજરાત ટ્રાવેલ્સ : વેકેશનમાં ફરવા ક્યાં જવું વિચારો છો? તો જઇ આવો સેલવાસ

Published: Apr 18, 2019, 11:30 IST | Shilpa Bhanushali
 • દૂધની : સેલવાસથી ૨૦થી ૨૫ કિલોમીટરના અંતરે દૂધની આવેલું છે. આ સ્થળ ખૂબ જ સુંદર તો છે જ, સાથે ટુરિસ્ટોનું પણ માનીતું છે, જેથી દર વર્ષે અહીં આવતા ટુરિસ્ટોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

  દૂધની : સેલવાસથી ૨૦થી ૨૫ કિલોમીટરના અંતરે દૂધની આવેલું છે. આ સ્થળ ખૂબ જ સુંદર તો છે જ, સાથે ટુરિસ્ટોનું પણ માનીતું છે, જેથી દર વર્ષે અહીં આવતા ટુરિસ્ટોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

  1/10
 • બોટિંગ : અદ્દલ કાશ્મીરના જેવો માહોલ ઊભો કરતી અહીંની શિકારા બોટ નાના-મોટા સૌ કોઈને ગમી જાય એવી છે. નયનરમ્ય ગ્રીનરીની વચ્ચે બોટિંગ કરવાની મજા આવશે. દરેક ટુરિસ્ટોની પસંદગીને ધ્યાનમાં રાખીને અહીં વિવિધ પ્રકારની બોટસેવા ઑફર કરવામાં આવે છે.

  બોટિંગ : અદ્દલ કાશ્મીરના જેવો માહોલ ઊભો કરતી અહીંની શિકારા બોટ નાના-મોટા સૌ કોઈને ગમી જાય એવી છે. નયનરમ્ય ગ્રીનરીની વચ્ચે બોટિંગ કરવાની મજા આવશે. દરેક ટુરિસ્ટોની પસંદગીને ધ્યાનમાં રાખીને અહીં વિવિધ પ્રકારની બોટસેવા ઑફર કરવામાં આવે છે.

  2/10
 • સ્વામિનારાયણ મંદિર : સેલવાસમાં વિશાળ સ્વામિનારાયણનું મંદિર બનાવવામાં આવેલું છે. દમણગંગા નદીના કિનારે આ ભવ્ય મંદિર આવેલું છે. સેલવાસ આવતા ટુરિસ્ટો આ સ્થળે સ્ટૉપ કરે જ છે.

  સ્વામિનારાયણ મંદિર : સેલવાસમાં વિશાળ સ્વામિનારાયણનું મંદિર બનાવવામાં આવેલું છે. દમણગંગા નદીના કિનારે આ ભવ્ય મંદિર આવેલું છે. સેલવાસ આવતા ટુરિસ્ટો આ સ્થળે સ્ટૉપ કરે જ છે.

  3/10
 • વાણગંગા લેક ગાર્ડન : સાત હેક્ટરના વિસ્તારમાં આવરી લેવામાં આવેલા વાણગંગા લેક ગાર્ડનની સુંદરતા ખરેખર અમાપ છે. આ ફોટામાં એનો એક હિસ્સો દૃશ્યમાન થઈ રહ્યો છે.

  વાણગંગા લેક ગાર્ડન : સાત હેક્ટરના વિસ્તારમાં આવરી લેવામાં આવેલા વાણગંગા લેક ગાર્ડનની સુંદરતા ખરેખર અમાપ છે. આ ફોટામાં એનો એક હિસ્સો દૃશ્યમાન થઈ રહ્યો છે.

  4/10
 • મ્યુઝિયમ : સેલવાસમાં આ ટ્રાઇબલ મ્યુઝિયમ આવેલું છે, જેમાં અહીંના આદિવાસીઓની રહેણીકરણી કેવી હતી તે દર્શાવતાં શિલ્પો, તસવીરો અને તેમના દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓને પ્રદર્શનમાં મૂકેલી છે.

  મ્યુઝિયમ : સેલવાસમાં આ ટ્રાઇબલ મ્યુઝિયમ આવેલું છે, જેમાં અહીંના આદિવાસીઓની રહેણીકરણી કેવી હતી તે દર્શાવતાં શિલ્પો, તસવીરો અને તેમના દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓને પ્રદર્શનમાં મૂકેલી છે.

  5/10
 • નક્ષત્ર ગાર્ડન : સેલવાસની શાન ગણાતી આ ગાર્ડન બૉલીવુડનું પણ એટલું જ પ્રિય છે. ગાર્ડનની અંદર આવેલું લૉટ્સ પૉન્ડ એની શાનમાં વધારો કરે છે. મુંબઈથી દૂર આવો સરસ મજાનો ગાર્ડન પણ બનાવેલો છે. આ ગાર્ડનને જોતાંવેંત જ એના પ્રેમમાં પડી જવાય એવું છે.

  નક્ષત્ર ગાર્ડન : સેલવાસની શાન ગણાતી આ ગાર્ડન બૉલીવુડનું પણ એટલું જ પ્રિય છે. ગાર્ડનની અંદર આવેલું લૉટ્સ પૉન્ડ એની શાનમાં વધારો કરે છે. મુંબઈથી દૂર આવો સરસ મજાનો ગાર્ડન પણ બનાવેલો છે. આ ગાર્ડનને જોતાંવેંત જ એના પ્રેમમાં પડી જવાય એવું છે.

  6/10
 • વાર્લી આર્ટ : મહારાષ્ટ્રની પ્રખ્યાત આર્ટ વાર્લી પેઇન્ટિંગનાં મૂળ દાદરા અને નગરહવેલીમાં નખાયેલાં હોવાનું કહેવાય છે. અહીં મ્યુઝિયમથી માંડીને ઘરોમાં પણ વાર્લી પેઇન્ટિંગ જોવા મળે છે.

  વાર્લી આર્ટ : મહારાષ્ટ્રની પ્રખ્યાત આર્ટ વાર્લી પેઇન્ટિંગનાં મૂળ દાદરા અને નગરહવેલીમાં નખાયેલાં હોવાનું કહેવાય છે. અહીં મ્યુઝિયમથી માંડીને ઘરોમાં પણ વાર્લી પેઇન્ટિંગ જોવા મળે છે.

  7/10
 • બટરફલાઈ પાર્ક : અહીંનું નવલું નજરાણું એટલે બટરફલાઈ પાર્ક. સુંદર રીતે તૈયાર કરવામાં આવેલા ગાર્ડનમાં વિવિધ રંગ અને કદનાં પતંગિયાં જોવાની બાળકોને તો શું, મોટેરાઓને પણ મજા પડી જાય એવો છે.

  બટરફલાઈ પાર્ક : અહીંનું નવલું નજરાણું એટલે બટરફલાઈ પાર્ક. સુંદર રીતે તૈયાર કરવામાં આવેલા ગાર્ડનમાં વિવિધ રંગ અને કદનાં પતંગિયાં જોવાની બાળકોને તો શું, મોટેરાઓને પણ મજા પડી જાય એવો છે.

  8/10
 • દાદરા ગેટ : વેલકમ ટુ દાદરા ઍન્ડ નગરહવેલી... એવું મોટા અક્ષરોમાં લખેલું લખાણ પ્રદેશના ગેટ પર લખેલું જોવા મળે છે. આ ગેટથી દાદરા અને નગરહવેલીની સીમા શરૂ થાય છે.

  દાદરા ગેટ : વેલકમ ટુ દાદરા ઍન્ડ નગરહવેલી... એવું મોટા અક્ષરોમાં લખેલું લખાણ પ્રદેશના ગેટ પર લખેલું જોવા મળે છે. આ ગેટથી દાદરા અને નગરહવેલીની સીમા શરૂ થાય છે.

  9/10
 • વાઇલ્ડ લાઇફ ટુર : સેલવાસમાં જંગલો ધરાવતી જમીનો ઘણી છે, જેને લીધે અહીં પ્રાકૃતિક સુંદરતા ખીલી ઊઠી છે, જેથી અહીં વન્ય જીવોની હાજરી પણ સારી એવી છે. આ વન્ય જીવોમાં એક છે હરણ. અહીં આવેલા ડિયર પાર્કમાં પુષ્કળ હરણ જોવા મળશે. પાર્કમાં જ નહીં, પરંતુ જંગલોમાંથી નીકળતા રસ્તા પર પણ દોડતાં હરણ જોવા મળી જાય છે.

  વાઇલ્ડ લાઇફ ટુર : સેલવાસમાં જંગલો ધરાવતી જમીનો ઘણી છે, જેને લીધે અહીં પ્રાકૃતિક સુંદરતા ખીલી ઊઠી છે, જેથી અહીં વન્ય જીવોની હાજરી પણ સારી એવી છે. આ વન્ય જીવોમાં એક છે હરણ. અહીં આવેલા ડિયર પાર્કમાં પુષ્કળ હરણ જોવા મળશે. પાર્કમાં જ નહીં, પરંતુ જંગલોમાંથી નીકળતા રસ્તા પર પણ દોડતાં હરણ જોવા મળી જાય છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

હેક્ટિક લાઇફ અને ભાગદોડવાળી ફાસ્ટ અને ટેન્શનવાળી જીંદગીમાં વાતાવરણની વચ્ચે થોડા રિલૅક્સ થવા માગો છો તો પોટલાં બાંધીને દેશના દેશનો કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી પહોંચી જાવ. દક્ષિણ ગુજરાતમાં આવેલું આ સ્થળ મુંબઈની નજીક તો છે જ, ઉપરાંત અહીં ઘણી શાંતિ પણ છે, જેથી વીકેન્ડમાં પણ અહીંનો પ્લાન કરી શકાય એમ છે. દાદરા અને નગરહવેલીની રાજધાની સેલવાસ છે. વન્ય જીવોનો વસવાટ હોવાથી પ્રકૃતિપ્રેમીઓને મજા પડી જાય એવી આ મસ્તમજાની જગ્યા છે. મેટ્રો શહેરની ભાગદોડથી દૂર અને મુંબઈથી બહુ દૂર નહીં એવા સેલવાસમાં મુંબઈમાં ઉપલબ્ધ થતી તમામ સવલતો તો મળી રહે છે, સાથે અહીં આવેલાં સ્થળોમાં ટુરિસ્ટો રિલૅક્સ પણ થઈ જાય છે. સેલવાસ એક પિકનિક સ્પોટથી માંડીને નૅચર પૉઇન્ટ, વૉટરરાઇડ સુધીની તમામ સવલત પૂરી પાડે છે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK