Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > 67ની વયે પણ સેક્સની તીવ્ર ઇચ્છા થાય છે પણ ઇન્દ્રિયમાં કડકપણું આવતું નથી

67ની વયે પણ સેક્સની તીવ્ર ઇચ્છા થાય છે પણ ઇન્દ્રિયમાં કડકપણું આવતું નથી

Published : 28 May, 2019 04:02 PM | IST |
ડૉ.રવિ કોઠારી - સેક્સ-સંવાદ

67ની વયે પણ સેક્સની તીવ્ર ઇચ્છા થાય છે પણ ઇન્દ્રિયમાં કડકપણું આવતું નથી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સેક્સ સંવાદ

સવાલઃ ઉંમર છે ૬૭ વર્ષ. સંતાનો સેટલ થઈને હવે હું પરિવારથી પરવાર્યો છું એમ છતાં ફિઝિકલ સંબંધો માટેની ઇચ્છા રહ્યા કરે છે. સમસ્યા એ છે કે ઇન્દ્રિયમાં ઉત્થાનની સમસ્યા અપરંપાર છે, જરા પણ કડક થતી જ નથી. તંદુરસ્તી અને કામેચ્છા સારી છે, પણ જાતીય જીવન સુકાઈ ગયું છે. દેશી અને વિદેશી બન્ને વાયેગ્રા લઈ ચૂક્યો છું પણ કંઈ જ ફરક નથી. શું આયુર્વેદિક ઉકેલ કે દવાઓ ખરી? કૉલેસ્ટરોલની સમસ્યા માટે પાંચ વર્ષથી દવાઓ ચાલે છે. લોહી પાતળું થવા માટેની દવાઓ ચાલે છે. પાચન માટે રોજ રેચન લેવું જ પડે છે અને એ માટે સ્ટૂલ સૉફ્ટનર લઉં છું. એવી કોઈ ઍલોપૅથિક દવાઓ નથી લેતો જે સેક્સલાઇફ ખતમ કરી નાખે. તમારી કૉલમ નિયમિત વાંચું છું અને વીકમાં એકાદ વાર લસણ-હિંગથી વઘારેલી અડદની દાળ ખાઉં છું છતાં ખાસ કોઈ ફરક નથી. મારા કેસમાં શું કોઈ આશા છે કે નહીં એ સાચું જણાવજો.



જવાબઃ એક વાત સાચી છે કે મોટી ઉંમરે ટેસ્ટોસ્ટેરોન લેવલમાં ઘટાડો થવાને કારણે ઉત્તેજનામાં બહુ જ ફરક પડે છે. તમે દેશી અને વિદેશી વાયેગ્રાના પ્રયોગ કરો છો જે નિષ્ફળ જાય છે અને એનું કારણ એ છે કે એમાં રહેલું સિલ્ડેનાફિલ સાઇટ્રેટ નામનું કમ્પાઉન્ડ તો જ કામ કરે છે જો થોડી ઉત્તેજના આવતી હોય. આવેલી ઉત્તેજનાને વધારવાનું કામ વાયેગ્રા કરી શકે છે, પણ જરાય ઉત્તેજના ન હોય તો વાયેગ્રા બેઅસર નીવડી શકે છે.


આ પણ વાંચો : ફિઝિકલ સંબંધો દ્વારા ખરેખર ચરબી ઊતરે છે ખરી?

ઉંમર મુજબ અત્યારે ટેસ્ટોસ્ટેરોન હૉર્મોનનું પરીક્ષણ કરાવો. એ માટે pooled સૅમ્પલ આપવું જરૂરી છે. જો હૉર્મોનની અતિશય કમી હોય તો એ માટે દવા કે ઇન્જેક્શન્સ લેવાં પડી શકે. હૉર્મોન-લેવલ કેટલું છે એ જાણીને જરૂરી માત્રામાં જ અંતઃસ્રાવોનાં ઇન્જેક્શન્સ લેવામાં આવે તો ઉત્તેજનાની તકલીફમાં ઘણો ફાયદો જોવા મળ્યો છે. ધારો કે ટેસ્ટમાં અંતઃસ્રાવો નૉર્મલ જણાતા હોય તો પીનાઇલ કલર ડૉપ્લર ટેસ્ટ કરાવવી જોઈએ. આ ટેસ્ટ વખતે ડૉક્ટરને ખાસ કહેવું કે તમને વાયેગ્રાની અસર નથી થતી એટલે તેઓ એ માટે ઇન્જેક્શન આપશે.


Whatsapp-channel Whatsapp-channel

28 May, 2019 04:02 PM IST | | ડૉ.રવિ કોઠારી - સેક્સ-સંવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK