Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > iPhone 11ની આ રીતે ઉડી મજાક, મીમ્સ જોઈને ખડખડાટ હસી પડશો

iPhone 11ની આ રીતે ઉડી મજાક, મીમ્સ જોઈને ખડખડાટ હસી પડશો

11 September, 2019 05:08 PM IST | મુંબઈ

iPhone 11ની આ રીતે ઉડી મજાક, મીમ્સ જોઈને ખડખડાટ હસી પડશો

Image Courtesy: Twitter

Image Courtesy: Twitter


દર વર્ષે લોન્ચ થતા આઈફોનના નવા વર્ઝન અંગે આખા વિશ્વમાં ચર્ચા થતી હોય છે. આ વખતે પણ એવું જ થયું. એપલે ત્રણ નવા આઈફોન 11 લોન્ચ કર્યા છે. લાંબા સમયથી જે ફોટા લીક થઈ રહ્યા હતા તે સાચા નીકળ્યા. કિડનીવાળા જોક તો હવે જૂના થઈ ગયા છે, પણ આઈફોન 11 અંગે નવા મીમ્સ વાઈરલ થઈ રહ્યા છે. ખાસ કરીને આઈફોન 11 પ્રોના કેમેરા મોડ્યુલના ખૂબ મીમ્સ બન્યા છે.





iPhone 11 Proમાં ત્રણ રિયર કેમેરા અપાયા છે, જ્યારે આઈફોન 11માં ડ્યુઅલ રિયર કેમેરા છે. આઈફોન 11 પ્રોના કેમેરાનું પ્લેસમેન્ટ મજાકનું કારણ બન્યુ છે. ત્રણ કેમેરા છે અને કેમેરા મોડ્યુલ સ્ક્વેર છે. માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ટ્વિટર અને સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક પર લોકો આઈફોન 11 પ્રોના કેમેરા પર મીમ્સ શૅર કરી રહ્યા છે.

કોઈ નારિયેળ શૅર કરીને આઈફોન 11 પ્રો ગણાવી રહ્યું છે, તો કોઈ ફિજેટ સ્પિનર શૅર કરીને આઈફોનને ઈન્સ્પાયર્ડ ગણાવી રહ્યું છે. ફોટો એડિટ કરીને કોઈ આઈફોનની ડિઝાઈનને ત્રણ ચૂલાવાળો ગેસ સ્ટવ બનાવી દીધો.

તો નોબલ પ્રાઈઝ વિનર મલાલા યુસુફઝાઈએ પણ એક ટ્વિટ કર્યું છે. તેમણે પોતાન કપડાના ફોટો શૅર કર્યા છે, જેના પર આઈફોન 11 પ્રોના કેમેરા જેવી જડિઝાઈન છે. તેમણે ટ્વિટમાં લખ્યું છે,'શું આ માત્ર સંયોગ છે કે મેં એ જ દિવસે આ ડ્રેસ પહેર્યો છે જ્યારે આઈફોન 11 લોન્ચ થઈ રહ્યો છે'

Whatsapp-channel Whatsapp-channel

11 September, 2019 05:08 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK