Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > શું ખરેખર માથાનો દુઃખાવો મટાડવામાં કૉફી બને છે મદદરૂપ?

શું ખરેખર માથાનો દુઃખાવો મટાડવામાં કૉફી બને છે મદદરૂપ?

28 May, 2019 06:56 PM IST |

શું ખરેખર માથાનો દુઃખાવો મટાડવામાં કૉફી બને છે મદદરૂપ?

કૉફી અને માથાનો દુઃખાવો

કૉફી અને માથાનો દુઃખાવો


માથાનો દુઃખાવો અને માઇગ્રેન થયું હોય ત્યાર કશું સમજાતું નથી. દુઃખાવો એટલો બધો હોય છે કે આખો દિવસ વેડફાઇ જાય છે એ તો ઠીક પણ માઇગ્રેનનો દુઃખાવો તો એટલો વધારે હોય છે કે તમારા સંપૂર્ણ માથા પર જાણે કોઇ બીજાએ કબજો જમાવી લીધો છે. આનાથી દૂર થવાનો એકમાત્ર ઉપાય છે તેના લક્ષણો મેનેજ કરવા અને તેને મેનેજ કરવા માટે મોટા ભાગના લોકો કૉફીની મદદ લે છે. જે લોકો દવાનું સેવન કરવા માગતા નથી તે કૉફીનો સહારો લે છે. શું કૉફી ખરેખર આ દુઃખાવાથી છૂટકારા માટે કૉફી મદદ કરે છે.

ડોક્ટર શું કહે છે...
ડૉક્ટરના કહેવા પ્રમાણે જ્યારે કૉફી માઇગ્રેનના દુઃખાવાને દૂર કરવા માટે અસર કરે છે, તો કૉફીની ટેવ માથાનો દુઃખાવો વધારી પણ શકે છે. દુઃખાવાની તીવ્રતા અને કેફીન પ્રત્યે તમારી સંવેદનશીલતાના આધારે, કૉફી તમારી સમસ્યાનું સમાધાન કરે પણ અને કદાચ ન પણ કરે. તેથી સૌપ્રથમ એ જાણી લેવું જોઇએ કે માથાનો દુઃખાવો કેમ થાય છે અને કૉફી તેને મટાડવા માટે કેવી રીતે કામ કરે છે.



Headache


માથું કેમ દુઃખે છે?
માથું ત્યારે દુઃખે છે જ્યારે મગજમાં કેટલાક બ્લડ વેસલ્સમાં સોજો થાય છે. કૉફીમાં રહેલું કૅફેન બ્લડ વેસલ્સને સંકુચિત કરવામાં અને સોજો ઘટાડવામાં માટે મજબૂર કરે છે અને સાથે જ તણાવગ્રસ્ત ભાગની આસપાસના મસલ્સને આરામ આપે છે. જો કે કૉફી દુઃખાવાને અટકાવવા માટે એક અદ્ભુત દવાની જેમ કામ કરી શકે છે પણ તમે કૅફીનનો હાય ડૉઝ લેતા હોવ, તો આ મસલ્સમાં ખરેખર કામ કરીને દુઃખાવાને વધારી શકે છે.

દરેકના માથાના દુઃખાવાની દવા નથી કૉફી
શું આ વાત તમને તામારા કૉફી પીવાના નિર્ણયને ફરી વિચારવા પર મજબૂર કરી રહી છે? તો અમે તમને કારણ જણાવીએ છીએ. એ પણ યાદ રાખવું જોઇએ કે કૉફીમાં કૅફેન હોય છે જે બધાને જુદી જુદી અસર કરે છે. તેથી દુઃખાવો અને માઇગ્રેન ને દૂર રાખવા માટે બધા માટે સારું થઇ શકે એમ નથી. જે રીતે કૉફી બધાને તણાવ, માથાનો દુઃખાવો અને માઇગ્રેનથી છૂટકારો મેળવવા માટે મદદરૂપ નથી. તેની માટે માત્ર કૅફિન પર નિર્ભર રહેવું તમને મદદ કરી શકશે નહીં.


Coffee

સામાન્ય દિવસોમાં 1-2 કપ કોફી પીવી હિતાવહ
આ તમારી રોજિંદી કૉફીની આદત પર આધારિત છે. સામાન્ય દિવસોમાં, 1-2 કપ કૉફી આઇડિયલ માનવામાં આવે છે, પણ જો તમે તેનાથી વધારે લો છો, તો કૉફી તમને હેલ્પ નહીં કરી શકે. ઊલટું આ તમારી માઇગ્રેનની સમસ્યાને વધારીને તમને વધુ રિહાઇડ્રેટ અને ચિંતાકારક અનુભવ આપી શકે છે.

આ સિવાય જ્યારે તમને માઇગ્રેન થાય છે અને તમારી પાસે દવા ન હોય, તો કૅફિનયુક્ત ડ્રિન્ક ન લેવી. તે કૉફી કરતાં પણ વધુ નુકશાનકારક બની શકે છે. આ બધાંમાંથી ઘણાં ડ્રિન્ક્સમાં ન્યૂરો ઉત્તેજક પદાર્થો હોય છે જે તમારી નર્વ્સને ટ્રીગર કરી શકે છે, અને ચક્કર આવવા કે એટેકનું કારણ બની શકે છે. આ સિવાય, તેમાં સાકર અને ખાલી કૅલરીની વધુ માત્રા પણ હોય છે, તેથી આ તમારી માટે સૌથી સારો વિકલ્પ નથી.

આ પણ વાંચો : ભરઉનાળે તાવ, શરદી, ખાંસી થાય છે તમને?

નેચરલ વસ્તુઓ લો
જો કૉફી તમારી લિસ્ટમાં નથી કે તમારી તકલીફો દૂર નથી કરતી, તો તમે ચિકિત્સા અને પ્રાકૃતિક દવાઓે અપનાવો. કાળી મરી, પુદીનો અને મધ જેવી વસ્તુઓ કિચનમાં હાજર જ હોય જે દુઃખાવાને દૂર કરવામાં તમારી મદદ કરી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

28 May, 2019 06:56 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK