Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > 'પાંડે ચાલ્યો દુબઈ' પાર્ટ-2

'પાંડે ચાલ્યો દુબઈ' પાર્ટ-2

30 November, 2019 08:30 PM IST | Mumbai
Umesh Deshpande | umesh.deshpande@mid-day.com

'પાંડે ચાલ્યો દુબઈ' પાર્ટ-2

શારજાહ (PC : Bayut)

શારજાહ (PC : Bayut)


(વિવિધ સમસ્યાઓ પાર કરી આખરે પાંડે મુંબઈથી એકલો શારજાહ એરપોર્ટ પર ઉતરી ગયો. પરંતુ એરપોર્ટ પર કેવી-કેવી સમસ્યાઓ નડી  એ વિશે જાણીએ )

જ્યારે તમે નવા સ્થળે જતાં હોય અને એ પણ જ્યારે પહેલીવાર ભારતની બહાર જતાં હોવ ત્યારે એક અલગ પ્રકારની ઉત્સુકતા હોય, નવા સ્થળનો થોડો ડર પણ હોય. વળી ત્યાની ભાષા પણ તમે જાણતા ન હોવ. કોઈકને થોડી ઇંગ્લિશમાં ફાવટ હોય. પરંતુ વિદેશમાં તેઓ જે રીતે ઉચ્ચાર કરતા હોય તો કંઈ સમજ ન પડે એવી સ્થિતીમાં મુકાઈ જાવ તો શું. વાચક મિત્રો  કંઈક એવી જ પરિસ્થિતી મારી હતી. મુંબઈમાં તો એરપોર્ટ પરથી સીધા વિમાનમાં ગયા હતા. પરંતુ અહીં અમને રનવે પરથી એરપોર્ટ લઈ જવા માટે બસ આવી હતી. બસમાં બેસતા પહેલા મે શારજાહ એરપોર્ટના રનવેના ફોટાઓ પાડ્યા. મોબાઇલમાં જોયું તો બે અલગ-અલગ સમય બતાવતા હતા. એકમાં ઇન્ડિયન ટાઇમ મુજબ 8 વાગ્યા હતા. તો બીજામાં લોકલ ટાઇમ મુજબ 6.30 થયા હતા. વિમાન સવારે 6.30 વાગે શારજાહ પહોંચવાનું હતું એવી ખબર હતી. તેથી મને સમજવામાં વધુ મુંઝવણ ન થઈ. જો કે મારા સાત દિવસના ત્યા રોકાણ દરમ્યાન ઘણી વખત મોબાઇલમાં સમય જોવાની આદતને કારણે ગુંચવાડો થતો હતો. યુએઇનો સમય અને આપણા સમય વચ્ચે દોઢ કલાકનો ફરક છે. તેથી મારી જેમ તમે પણ ગડમથલમાં પડવાના જ. કોઈ જગ્યાએ ફરવા જવાનું હોય તો ધ્યાન રાખવું. અન્યથા મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

શારજાહ એરપોર્ટ પર હિન્દીમાં જાહેરાત
શારજાહ એરપોર્ટ પર પહોંચ્યા બાદ દ્રશ્ય જાણે જોયેલું હોય તેમ લાગ્યું. શારજાહ એરપોર્ટ પર રેલવે સ્ટેશન પર જોવા મળે એ પ્રકારની ભીડ હતી. અલગ-અલગ પ્રકારની લાઇનો લાગી હતી. હું પણ એક લાઇનમાં ઉભો રહી ગયો. આ લાઇન સાચી છે કે નહીં એ જાણવા માટે બહાર જાવ એ પહેલા જ હિંદીમાં સૂચના આપતો એક વ્યક્તિ આવ્યો અને બોલવા લાગ્યો ‘પહેલી બાર શારજાહ આયે યાત્રી ઔર ટુરીસ્ટ ઇસી લાઇનમાં ખડે રહે. સ્માર્ટ કાર્ડ વાલે યહાં આયે.’ આટલું બોલી લાઇનમાં ઉભેલા બાળકો અને પત્ની સાથે આવેલા સભ્યોને અલગથી બીજી લાઇનમાં લઈને જતો હતો કારણ કે તેની પાસે સ્માર્ટ કાર્ડ હતું. યુએઇમાં હિંદીમાં બોલાય છે. એવી માહિતી આપવામા આવી હતી. એ સાચી સાબિત થઈ. 

Sharjah Airport (PC : Gulf News)
 
શારજાહ એરપોર્ટ પર પહેલીવાર આવ્યા છો તો આ વાતનું ધ્યાન રાખો
દુબઇ કે અબુધાબીની સરખામણીમાં શારજાહનું એરપોર્ટ નાનું છે. અહીં સુવિધાઓ પણ  પ્રમાણમાં ઓછી છે. મને પણ એ વાત સમજતા વાર ન લાગી. કારણ કે અહીં ઇમિગ્રેશનની લાઇન ઘણી લાંબી હતી. વ્યવ્સથા ન હતી. લોકો ગમે તેમ ઘુસતા પણ હતા. જો તમે અગાઉ શારજાહ,  દુબઈ કે અબુ ધાબી આવી ગયા હોવ તો તમારા પાસપોર્ટ પર એક સ્માર્ટ કાર્ડનું સ્ટીકર ચોંટાડવામાં આવે તેથી જો બીજી વખત આવે તો તમારે  આટલું લાઇનમાં ન ઉભા રહેવું પડે. જો પહેલી વખત આવ્યા હોવ તો લાઇનમાં ઉભા રહીને રાહ જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નથી. એટલે ટુંકમાં શારજાહ એરપોર્ટ પર તમારે ઇમિગ્રેશન અને અન્ય પ્રક્રિયામાં ઓછામાં ઓછા 1 થી 2 કલાક સમય જશે. જેથી તમે જ્યારે પ્લાન કરો ત્યારે શારજાહ એરપોર્ટ પર 2 કલાકનો સમયગાળો રાખીને પ્લાન કરજો.


હોટેલ કે અબુ ધાબી જતી બસ
શારજાહ એરપોર્ટ પર એર અરેબિયાના કંપનીના કાઉન્ટરનો ફોટો મોકલવામાં આવ્યો હતો. ત્યાં જઈને મે અબુ ધાબી માટેની બસની ટિકિટ વિશે પૂછપરછ કરી. તેણે 40 દિરહામમાં મને ટિકિટ આપી અને કહ્યું કે 7.30ની બસ નીકળવાની તૈયારીમાં છે તમે પાર્કિગમાં તપાસ કરો. હું બહાર નીકળ્યો પણ મને કંઈ બસ દેખાય નહીં. હું પાછો એરપોર્ટ તરફ ગયો. મે બીજા એક યુનિફોર્મમાં ઉભેલી વ્યક્તિને પૂછ્યું તો એણે થોડેક દૂર જવાનું ઇશારો કરીને સમજાવ્યું. ત્યાં ખુણામાં એક બસ ઉભી હતી. ડ્રાઇવરને પૂછ્યું તો એણે હા પાડી. જો તમે શારજાહ જતા હોઉ તો તમને જે ફ્લાઇટ લઈ જતી હોય એની બસ સર્વિસ વિશે પણ જાણકારી મેળવી લેવી. ઘણી કંપનીઓ પોતાના ગ્રાહકો માટે આ પ્રકારની સુવિધા કરતી હોય. પરિણામે તમે સરળતાથી તમારા શહેર કે હોટેલની નજીક પહોચી શકો. વળી કારના મોંધા ખર્ચમાંથી પણ બચી શકો.   

UAE માં મોબાઇલ નેટવર્ક સૌથી મોટી સમસ્યા
બસમાં બેઠા બાદ મારી સમસ્યાની શરૂઆત થઈ. મને એમ હતું કે બસમાં વાઇ-ફાઇ હશે પણ ન હતું. મારો ફોન અહીં ચાલતો ન હતો. એરપોર્ટ પર વાઇ-ફાઇ હતું. પણ એને માટે તમારા પાસપોર્ટને અમુક જગ્યાએ સ્કેન કરો. એવી સુચના આપવામાં આવી હતી. પરંતુ આગળ કહ્યું એમ ઇમિગ્રેશન માટેની લાઇન એટલી મોટી હતી કે લાઇન છોડીને જવાનું મન જ ન થયું. તો વાચક મિત્રો તમે પણ આવી દુવિધામાં ફસાઇ જાય એવી શક્યતા નકારી શકાય નહીં. ભારતની સરખામણીમાં અહીં ફોન સર્વિસ ઘણી મોંધી છે. હું મારા જે સંબંધીના ઘરે રોકાયો હતો તેમણે મને કહ્યું કે ભારતીય રૂપિયા સાથે સરખાવીએ તો અહીં અમે ચાર સભ્યોનો પરિવાર કુલ રૂપિયા 15,000 મહિનાની માત્ર ટેલિફોન બિલ ભરીએ છીએ. 400 રૂપિયામાં ત્રણ મહિના સુધી અનલિમિટેડ વાતચિત કરનારા આપણા જેવા ભારતીયોને તો આ કંઈ રીતે પોસાય. 

Mobile Network in Sharjah

મોબાઇલ નેટવર્કની સમસ્યાથી બચવા માટે શું કરવું
દુબઈ ફરવા જતા તમામે ફોન કઈ રીતે ચાલુ રહે એની વ્યવસ્થા કરી લેવી અન્યથા મુશ્કેલીમાં મુકાઈ શકે. ફોન વગર તો આપણે આજકાલ ઘરની બહાર પણ પગ નથી મુકતા આ તો વિદેશ પ્રવાસ છે. મારા ભારતીય ઓપરેટરનો રૂ. 3000માં ઇન્ટરનેશનલ રોમિંગનો એક્ટીવેટ કરાવવાનો મેસેજ આવ્યો હતો. પણ એક સપ્તાહ માટે આ દર મને ઘણો વધારે લાગ્યો. પ્રિ-પેઇડની સુવિધા પણ હોય છે. મારે જો કે રિલેટીવના ઘરે જ જવાનું હોવાથી મે આવી કોઈ સુવિધા લીધી ન હતી. દુબઈના એરપોર્ટ પર મુસાફરોને લોકલ સિમ કાર્ડ આપવામાં આવે છે. જો કે શારજાહમાં એવી કોઈ વ્યવસ્થા ન હતી. તેથી અહીં તમારો ફોન ચાલું રહે એ માટેની વ્યવસ્થા પહેલા વિચારીને પ્રવાસનું આયોજન કરજો.

Whatsapp Calling

સૌથી મહત્વનું વ્હોટસપ કોલ નથી ચાલતા
યુએઇમાં ઘણી જગ્યાએ મફત વાઇ-ફાઇ છે. પરંતુ અહીં તમારા વોટ્સએપ કોલ ચાલતા નથી. તેથી વાઇફાઇની મદદથી વોટ્સએપ કોલ કરીશું એવું વિચારશો તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો. પરિવાર સાથે ફરવા જાવો અને મોબાઇલ ન ચાલે તો માત્ર વિચાર કરીને જ પસીનો છૂટી જાય. દુબઈમાં કોઈ રિલેટીવ રેહતા હોય તો એમનો સંપર્ક કઈ રીતે કરવો અથવા તો કોઈ હોટેલ બુક કરાવી હોય તો એમનો સંપર્ક કઈ રીતે કરવો જેવી સમસ્યા આવી શકે. અહીં ઘણી જગ્યાએ એસટીડી બુથ પણ છે. પરંતુ એની આદત હવે આપણને રહી નથી.

ક્યાં-ક્યાં ફરવા જશો ?
અબુ ધાબીમાં બસ જ્યાં ઉભી રહી ત્યાં મને રિસિવ કરવા માટે મારા રિલેટીવ આવેલા જ હતા. એમની સાથે હું એમના ઘરે પહોંચ્યો. ઘરના બધાએ ફરવા જવા માટેની તૈયારી કરી હતી. સામાન્ય રીતે દુબઈ જે લોકો ટુરમાં આવે છે એમને ચાર કે પાંચ દિવસની ટૂર હોય છે. મારા મતે પાંચ દિવસમાં દુબઈ અને અબુ ધાબીમાં આવેલા મહત્વના સ્થળોની મુલાકાત તમે લઈ શકો. એની યાદી આ મુજબ છે.



1 બુર્જ ખલિફા, દુબઈ મોલ અને એક્વેઅરિઅમ


2. ડેઝર્ટ સફારી

3. દુબઈ  ફ્રેમ


4.મિરેકલ ગાર્ડન

5 એટલાન્ટીસ હોટેલ

6 ફેરારી વલ્ડ, વોર્નર બ્રધર્સ (અબુ ધાબી)

7 શેખ ઝાયેદ મોસ્ક (અબુ ધાબી) 

આવતા સપ્તાહની વાત
અબુ ધાબીથી વેનમાં બેસી હું દુબઈના પ્રવાસે જવા નીકળી ચુક્યો છું. મારો પહેલું સ્થળ છે. દુબઈની લેન્ડમાર્ક સમાન બિલ્ડિંગ બુર્જ ખલિફા. જેના 124માં માળે પર જઈને હું દુબઈનો નજારો જોઈશ. ત્યાર બાદ શોપિંગ માટે સમગ્ર વિશ્વમાં જેનો ડંકો વાગે છે તે દુબઈ મોલ અને એમાં જ આવેલા એક્વેઅરિઅમ અને અન્ડરવોટર ઝુની પણ મુલાકાત લઈશ.

Whatsapp-channel Whatsapp-channel

30 November, 2019 08:30 PM IST | Mumbai | Umesh Deshpande

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK