ક્યારેક હૉર્મોન્સની કમીને કારણે સેક્સ દરમ્યાન યોનિમાર્ગમાં શુષ્કતા આવતી હોવાથી પીડા અને ઘર્ષણ થઈ શકે છે
કામવેદ
પ્રતીકાત્મક તસવીર
મારી વાઇફની ઉંમર ૪૮ વર્ષ છે. છેલ્લા એક વરસથી તેનું માસિક અનિયમિત હતું અને હવે તો સાવ જ બંધ થઈ ગયું છે. હૉર્મોન્સની ઊથલપાથલને કારણે તેની સેક્સની ઇચ્છા સાવ જ ઓછી થઈ ગઈ છે. ક્યારેક હું તેને રોમૅન્ટિક મૂડમાં આવીને પજવું તો તે સેક્સ માટે તૈયાર થાય, પણ એ પછી તેને દુખાવો થતો રહે. ધર્મ-ધ્યાન તરફ અમારા બન્નેનો ઝુકાવ છે, પણ સેક્સ-લાઇફનો સાવ જ અંત આણી દેવો નથી. માત્ર સેક્સની વાતે જ નહીં, ઘરની બીજી બાબતોમાંથી પણ તેનો રસ ખતમ થતો જાય છે. તે વારંવાર ગુસ્સે થઈ જાય છે અને પછી કોઈ તેની સામું બોલે તો તરત જ રડવા લાગે છે. તેને લાગ્યા કરે છે કે પોતે હવે સાથ આપી શકે એમ નથી એટલે હું બીજી મહિલા તરફ સેક્સ માટે વળી જઈશ. મેં ક્યારેય તેને એવું કહ્યું નથી, છતાં તે એવું કેમ વિચારે છે? તે પરાણે સાથ આપતી હોય એવું લાગે છે. આ બધાનું શું કરવું એ કંઈ સમજાતું નથી.
કાંદિવલી
તમે બરાબર અનુમાન બાંધ્યું છે કે મેનોપૉઝને કારણે થઈ રહેલા હૉર્મોન્સના બદલાવને લીધે આવું પરિવર્તન આવ્યું છે. તેમને સેક્સની ઇચ્છા નથી થતી અને જ્યારે પણ કરે છે ત્યારે દુખાવો થાય છે એને કારણે તમે માની લીધું તો નથીને કે હવે તેમની સેક્સ-લાઇફનો અંત આવી ગયો? તમારે એક વાત સમજવાની જરૂર છે કે મેનોપૉઝની કામેચ્છા પર માઠી અસર થાય છે, પણ એ સદા માટે નથી હોતી. માત્ર આ સમયગાળા દરમ્યાન ફીમેલના શરીરમાં હૉર્મોન્સની મોટા પાયે ઊથલપાથલ થતી હોવાથી સ્વભાવ અને ગમા-અણગમામાં ટેમ્પરરી પરિવર્તન આવે છે.
ADVERTISEMENT
માસિક બંધ થવાથી પ્રજનન ક્ષમતાનો અંત આવી જાય છે, સેક્સ-લાઇફનો નહીં. ફીમેલને સેક્સ્યુઅલ સુખ આપવાનું અને અનુભવવાનું બન્ને ચાહે ત્યાં સુધી કરી શકે છે. હા, ક્યારેક હૉર્મોન્સની કમીને કારણે સેક્સ દરમ્યાન યોનિમાર્ગમાં શુષ્કતા આવતી હોવાથી પીડા અને ઘર્ષણ થઈ શકે છે. જો પૂરતું લુબ્રિકેશન ન હોય તો ક્યારેક સમાગમ દરમ્યાન ઘર્ષણ વધુ થાય છે અને એને કારણે ઇન્દ્રિય પણ લાલ થઈ જાય એ સ્વાભાવિક છે. એ માટે માર્કેટમાં મળતી સ્ટાન્ડર્ડ કંપનીની ક્રિમ વાપરી શકાય અને નહીં તો સાદું, ચોખ્ખું, કોઈ પણ જાતનું એસેન્સ ભેળવ્યું ન હોય એવું કોપરેલ તેલ યોનિમાર્ગમાં લગાડવાથી ચીકાશને કારણે પીડાની સમસ્યા સૉલ્વ થઈ જશે અને પેઇનફુલ રિલેશનશિપ નહીં રહે.