વરસાદ સાથે લડતી છત્રી
વરસાદથી પોતાને પ્રોટેક્ટ કરવા માટે જરૂરી એવી આ છત્રીનો આકાર હથિયાર જેવો છે અને જે હથિયાર હોય એ રીતે જ એ છત્રી ખૂલે છે. જેમ કે રાઇફલ જેવા હૅન્ડલવાળી છત્રીને ખોલવા માટે એનું ટ્રિગર દબાવવું પડશે, જ્યારે તલવારવાળી છત્રીને મ્યાનમાંથી ખેંચીને કાઢવી પડશે. લાંબા હૅન્ડલવાળી આ છત્રીઓ આમ તો સામાન્ય છત્રી જેવી જ છે, પરંતુ એની હથિયારવાળી ઇફેક્ટ ખાસ આકર્ષણ છે. હથિયારને પીઠ પર લગાવીને ફરવું હોય તો ઍડ્જસ્ટ કરી શકાય એવો પટ્ટો પણ છે.


